________________
અભયકુમાર ચરિત્ર
૧૧૨ સફળ કર્યો. ૩. ધન અને દાન આપવામાં દક્ષ આ ઘર, ન્યાયાલય, લોક, રાજકુલ અને અન્યત્ર પણ સર્વત્ર માન્ય બન્યો. ૬૪.
તેને દાક્ય (ચતુરાઈ)-દાક્ષિણ્ય-સૌંદર્ય અને શીલશાલિન્યને વહન કરતી જિનદાસી નામે ધર્મપત્ની હતી. ૫. ઘરના ભારને સારી રીતે ધારણ કરવામાં મૂળ સ્તંભ સમાન ચાર પુત્રો તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા. ૬૬. નાગદેવ, જિનદેવ ત્રીજો ધનદેવ, ચોથો સોમદેવ એમ ક્રમશઃ નામવાળા હતા. ૬૭. તેઓને ક્રમથી નાગશ્રી, જિનશ્રી, ધનશ્રી તથા છેલ્લી સોમશ્રી પત્નીઓ થઈ, સર્વ પણ શીલ, સૌરભથી શોભતી હતી. ૬૮. તેના ઘરે દાસ-દાસીઓ કામ કરતા હતા. તેથી પુત્રો અને પુત્રવધૂઓ મણિ સુવર્ણના આભૂષણોને ધારણ કરીને સુખપૂર્વક રહેતા હતા. ૬૯. પણ જિનદત્ત શ્રાવક ઘણાં દ્રવ્યનો વ્યય કરી, સંમેતશિખર, અષ્ટાપદ વગેરે તીર્થોની ઘણીવાર યાત્રા કરી. ૭૦. તેણે શ્રી સંઘની પૂજા, આગમોનું લેખન, નબળા શ્રાવકોનો ઉદ્ધાર, તથા જિન મંદિરોનો જીણોદ્ધર કરાવ્યો. ૭૧. તેણે તે જ નગરમાં કાંતિવાળી દિવાલોથી ઊંચું, સુંદર સ્તંભોથી રમ્ય, લટકતી પુતળીઓવાળું, સુવર્ણ કુંભથી શોભતા મંડપવાળું, હાથી–અશ્વ અને મનુષ્યની પીઠોથી સમૃદ્ધ, પર્વના શિખર જેવું ઊંચું, સુવર્ણદંડ અને કળશથી યુક્ત, અત્યંત મનોહર, પ્રચર તોરણોથી સુંદર, દેવોના વિમાન જેવું એક જિનાલય બનાવડાવ્યું. ૭૪. તે મંદિરમાં અનુપમ શ્રી યુગાદિ જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરાવી અને પોતાને સુગતિમાં સ્થાપન કર્યો. ૭૫. ઉદારાશયી તેણે જિનમંદિરમાં ત્રણેય સંધ્યાએ (સવાર-બપોર-સાંજ) દેવપૂજા અને મનોહર સંગીતને કરાવ્યું. ૭૬. આણે હર્ષપૂર્વક અઠ્ઠાઈ, કલ્યાણક તથા ચતુર્માસાદિક પર્વોમાં વિશેષથી મહિમાને વિધિવત્ કરાવ્યો. ૭૭.
આ પ્રમાણે ધર્મની આરાધના કરતો હોવા છતાં પણ તેના દુઃકર્મયોગથી લક્ષ્મી ક્ષીણ થઈ. અથવા તો કુલટા લક્ષ્મી ક્યાંય સ્થિર થતી નથી. ૭૮. આ નગરમાં આજીવિકા થશે નહીં એમ વિચારીને શ્રેષ્ઠી કુટુંબ પરિવારને લઈને કોઈક ગામમાં ગયો. શું દારિદ્રય શુભને માટે થાય છે? ૭૯. ગામડામાં છાશ વગેરે ગોરસ, પાણી, બળતણ વગેરે મફત મળે છે તેથી ગરીબ લોક ગામમાં વસવાનું ઈચ્છે છે. ૮૦. જેમ કાદવમાં કમળ રહે તેમ ઘાસ, લાકડા વગેરે લાવીને બનાવેલી ઝૂંપડીમાં પુત્રાદિ પરિવાર સાથે રહ્યો. ૮૧. જિનદત્તના પુત્રો લોકના ખેતરોમાં હળખેડવાની મજૂરી કરવા લાગ્યા. અથવા તો આ સંસારમાં કોની ચડતી પડતી નથી થતી? ૮૨. પુત્રવધૂઓ વણિકોના ઘરનું પાણી ભરવું વગેરે મજૂરીના કાર્યો કરવા લાગી. અથવા તો વિધિ જેમ ઢોલ વગાડે તેમ નૃત્ય કરવું પડે છે. ૮૩. જિનદાસીએ જાતે પોતાના ઘરનું કામકાજ કર્યું. આ જગતમાં કોના વડે ભાંડાગારમાં પુણ્ય જ જમા કરાવાયું છે? ૮૪. જિનદત્તે ઘરના છોકરા-છોકરીઓને સાચવવાનું કામ કર્યું. ધાર્મિકપ્રાણીની દુર્દશા કરનાર વિધિને ધિક્કાર થાઓ. આ પ્રમાણે સતત કષ્ટના કાર્યો કરનારા હોવા છતાં પણ તેઓને પરિમિત ઘીવાળું ઘેંસ વગેરેનું ભોજન પ્રાપ્ત થયું. ૮૬. તો પણ અખિન્ન ચિત્તવાળા, સત્ત્વના ભંડાર જિનદત્તે ધર્મકાર્યમાં ઉદ્યમને ન જ છોડ્યો. ૮૭.
આ પ્રમાણે કેટલોક કાળ મોટા કષ્ટથી પસાર થયો ત્યારે જિનદત્ત ચારેય પણ પુત્રોને કહ્યું: ૮૮. હે વત્સો! હું જિનચૈત્યોને જુહારવા નગરમાં જાઉ છું. હવે હું જીવું કે મરું પણ પાછળ તમારે સમાધિથી રહેવું. ૮૯. પુત્રો એકી અવાજે બોલ્યા- હે વાતુલચેષ્ટિત તાત ! ધર્મ-ધર્મ એમ બોલતા તમે હંમેશા અમને ખેદિત કર્યા છે. ૯૦. શરીર, વર્ણ (જ્ઞાતિ) અને ધનથી તમે સર્વથા ભ્રષ્ટ થયા છો તો પણ ધર્મનું પૂછડું મૂકતા નથી. ૯૧. હે ધર્મગ્રહિલ! ધર્મને માટે ધનનો વ્યય કરતા તમારા ઘરના ચારેય પણ ખૂણામાં