________________
સર્ગ-૫
૧૧૧ વિસ્મિત થઈ. ૩૬.
પછી કૃતજ્ઞતાશાલી મુનિએ અભયને કહ્યું તું જ એક ધર્મ બંધુ છે. પરમવત્સલ મિત્ર છે, તે મહામતિ રાજપુત્ર! તે મને જે પ્રતિમા મોકલાવી તેને જોઈને હું તરત જ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યો. ૩૮. હે બાંધવ! તે સ્વર્ગના સુખો હસ્તગત કર્યા. તે મને ધર્મમાં જોડીને મોક્ષસુખનું પ્રદાન કર્યું. ૩૯. અનાર્ય દેશરૂપી નદીમાં ડૂબેલા મને તે બુદ્ધિરૂપી દોરડીથી ખેંચીને શુભ ધર્મરૂપી દેશના કાંઠે સ્થાપિત કર્યો. ૪૦. તારાથી બોધ પામેલ મને દીક્ષાની પ્રાપ્તિ થઈ તેથી તું મારો ગુરુ છે. સાધુ હોય કે ગૃહસ્થ હોય ધર્મના દાનથી ગુરુ થાય છે. ૪૧. ઘણાં પણ ભવોમાં તારા ઉપકારનો બદલો વાળવા સમર્થ નથી. સમ્યકત્વના દાતાઓનો પ્રત્યુપકાર શક્ય જ નથી. ૪૨. અરે અભયકુમાર ! તું ભવ્ય જીવોને બોધ પમાડીને તથા દિવસે દિવસે ઉત્તરોત્તર ધર્મની આરાધના કરીને વૃદ્ધિ પામ. ૪૩. રાજપુત્રે કહ્યું : હે પ્રભુ ! તમે આવું ન બોલો. શુભાશુભ ફળની પ્રાપ્તિમાં બીજો નિમિત્ત માત્ર છે. ૪૪. દ્રવ્ય-ક્ષેત્રાદિ સમગ્ર સામગ્રીને પ્રાપ્ત કરીને જીવો લભ્ય (પ્રાપ્ત કરવા યોગ્ય) અર્થને પ્રાપ્ત કરે છે. કોઈ હર્તા કે કર્તા નથી. ૪૫. રાજા, અભય અને સર્વલોક મુનિને નમીને ઘરે ગયા. પરિવાર સહિત મુનિ સમવસરણમાં ગયા, ૪૬. ત્રણ પ્રદક્ષિણા આપીને, પરમેશ્વરને વાંદીને યથા સ્થાનમાં બેસીને મુનિએ જિનવાણીનું પાન કર્યું. ૪૭. જેમ રાખથી અરીસાને નિર્મળ કરાય તેમ હંમેશા જિનેશ્વરની પર્યાપાસનાથી મુનિએ આત્માને અતિશય નિર્મળ કર્યો. ૪૮. ઘાતિકર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને કેટલાક કાળે કર્મ ખપાવીને આદ્રક મુનિ મુક્તિપુરીમાં ગયા. ૪૯.
કેવળજ્ઞાન રૂપી પ્રદીપથી ત્રણ જગતનું ધોતન કરતા શ્રી મહાવીર પ્રભુ ફરી રાજગૃહ નગરમાં આવ્યા. ૫૦. પ્રભુ દેવોએ રચેલ સમોવસરણમાં રહ્યા. સૂર–માનવની પર્ષદામાં આ પ્રમાણે ધર્મ કહ્યો. ૫૧. ચોલ્લકાદિ (ભોજનાદિ) દશ દષ્ટાંતથી સુદુર્લભ મનુષ્ય ભવ પામીને વિવેકીઓએ ધર્મમાં સારી રીતે ઉદ્યમ કરવો જોઈએ. જેમ અમોઘ ઔષધથી રોગો નાશ પામે છે તેમ ધર્મથી વિપત્તિઓ નાશ પામે છે અને ચિંતામણિની જેમ સર્વ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ધર્મને કરતા કદાચ લાભાંતરાય કર્મના વશથી જો ઉનાળામાં સરોવરના પાણીની જેમ વિભવ ક્ષય પામે તો પણ ખરેખર તેના (ધર્મના) જ મહાન પ્રભાવથી આ જ ભવમાં પ્રાયઃ જિનદત્તની જેમ અત્યંત વિભવની પ્રાપ્તિ થાય છે- તે આ પ્રમાણે
જિનદત્તનું કથાનક વિવિધ પ્રકારના ચિત્રોથી ભરપુર સુંદર વિચારસરણી ધરાવતા લોકથી ભરેલું વસંતપુર નામનું નગર હતું. ૫ તેમાં ચૂનાથી ઘોળેલા સુંદર હજારો મહેલો હતા હું માનું છું તે નગરની શોભાને જોવા માટે શેષ નાગના મસ્તકો બહાર ન આવ્યા હોય! ૫૭. તેમાં શત્રુઓરૂપી કુમુદના સમૂહનું સંકોચન કરવા સૂર્ય સમાન એવો યથાર્થ નામવાળો જિતશત્રુ રાજા હતો. ૫૮. તે રાજા વાણીથી અને દાનથી બે રીતે ઉદાર હતો તેથી હું માનું છું કે બૃહસ્પતિ (વાણીનો સ્વામી) નાશીને સ્વર્ગમાં ચાલ્યો ગયો અને દાનેશ્વરી બલિ પાતાળ ભવનમાં ચાલ્યો ગયો. ૫૯. તે નગરમાં શ્રમણોપાસકોનાં સમૂહમાં અગ્રેસર તથા ધાર્મિક પુરુષોમાં મુખ્ય જિનદત્ત નામનો વ્યાપારી થયો. ૬૦. તે પોતાના નામની જેમ જીવ-અજીવ–પુણ્ય-પાપઆશ્રવ-સંવર અને નિર્જરા, બંધ અને મોક્ષને એમ નવ તત્ત્વોને જાણતો હતો. તે નિયાણા વિનાની મોક્ષસંપત્તિનું કારણ શુદ્ધ દાન આપતો હતો. આનંદથી સતત શીલનું પાલન કરતો હતો. શક્તિ મુજબ તપને તપતો હતો. ભાવનાઓનું ચિંતન કરતો હતો. ધર્મના રહસ્યને જાણવામાં કુશળ તેણે મનુષ્ય ભવને