________________
સર્ગ-૫
૧૦૯ આ રીતે આક્ષેપ કરાયેલા મુનિશ્રેષ્ઠ મોટા અવાજથી ઉત્તર વાળ્યો. શું સિંહ હાકને સહન કરે ? ૮૮. અરે ! આ તારો કપોલવાદન (બળબળાટ) પામરની પર્ષદામાં સુંદર છે. શિયાળાની ચિચિયારી શિયાળોમાં જ શોભે છે. ૮૯. નિયતિ હોવા છતાં પૂર્વનું કર્મ, સ્વભાવ, કાળ અને પુરુષાર્થ વિના કાર્યની સિદ્ધિ થતી નથી. ૯૦. જો એકલી નિયતિ ભાવોનું કારણ હોય તો કોઠીમાં પડેલું બીજ કેમ ઉગતું નથી? (અર્થાત્ ઉગવું જોઈતું હતું છતાં ઉગતું નથી.) ૯૧. નિયત આકાર અને કાળ ઉપર ૮૪-૮૫ શ્લોકમાં બતાવ્યા મુજબ) પ્રરૂપણા કરતા તે સ્વયં જ કાળને પણ અવશ્ય પ્રમાણિત કર્યો છે. ૯૨. નિયતિ વગેરે વિના એકલો કાળ પણ હેતુ બનતો નથી. જેમ કે નિયતિ કારણ હોય તો ચોમાસામાં પણ ક્યારેક વૃષ્ટિ થતી નથી એ કેવી રીતે બને? ૯૩. પ્રતિમા બનવા અયોગ્ય અને યોગ્ય પથ્થર લાકડું વગેરે નિશ્ચિત દષ્ટાંતોથી સ્વભાવની પણ હેતુતા સિદ્ધ છે. ૯૪. એકલા સ્વભાવની પણ હેતુતા કારણ બનતી નથી. નહીંતર પુરુષના પ્રયત્ન વિના યોગ્ય લાકડામાંથી પ્રતિમા બની જાત. (પણ એવું થતું જોવાતું નથી) ૯૫. વ્યવહાર (વ્યાપાર–પુરુષાર્થ) માં સમાનતા હોવા છતાં કોઈક સ્થાને લાભ થાય છે. બીજા સ્થાને લાભ થતો નથી. તેથી એ નક્કી થાય છે કે આનો હેતુ કર્મ (ભાગ્ય) પણ છે. ૯૬ તેવા પ્રકારના પુરુષાર્થ વગેરેથી કયાંક તેવું નિકાચિત કર્મ નાશ પામી જાય છે તેથી કર્મ પણ એકલું કારણ બનતું નથી. ૯૭. પુરુષાર્થ કરીને ભૂમિને ખોદીને પાણીનું પૂર મેળવાય છે તેથી પુરુષાર્થને પણ હેતુરૂપે માનવો જોઈએ. ૯૮. કોઈપણ કાર્યમાં એકમાં કારણપણું નથી. નિયતિ વગેરે કારણો વિના પુરુષાર્થ કરવામાં આવે તો પણ ભૂમિમાંથી પાણી ન પણ નીકળે. ૯૯. તેથી આ બધા મળીને કાર્યના હેતુઓ છે પણ કોઈ એકેક હેતુની સામગ્રીથી સર્વ સંભવ નથી. ૩00. નિયતિ આદિ સમસ્ત જ કારણોથી વિવાદ યોગ્ય વસ્તુ ઉત્પન્ન થાય છે. કેમકે આ બંનેમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિનું અનુસરવાપણું છે. અર્થાત્ જ્યાં જ્યાં નિયતિ આદિ સમસ્ત કારણો હાજર છે ત્યાં ત્યાં વિવાદ યોગ્ય વસ્તુની ઉત્પત્તિ (સિદ્ધિ) થાય છે. આ અન્વય વ્યાપ્તિ છે. જ્યાં જયાં વિવાદ યોગ્ય વસ્તુની ઉત્પત્તિનો અભાવ છે ત્યાં ત્યાં નિયતિ આદિ સમસ્ત કારણોનો અભાવ છે. આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જે જેની અન્વય-વ્યતિરેક વ્યાપ્તિને સૂનિશ્ચિતપણે સિદ્ધ કરે છે તે તેનાથી જન્ય હોય છે. જેમ કે બીજાદિને અનુસરનારો અંકુરો, અર્થાત્ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણોથી સહિત બીજ છે ત્યાં ત્યાં અંકુરો છે. અન્વય વ્યાપ્તિ, જ્યાં જ્યાં અંકુરાનો અભાવ છે ત્યાં ત્યાં પાંચ કારણોથી સહિત બીજનો અભાવ છે. આ વ્યતિરેક વ્યાપ્તિ છે. ૨. વિવાદને યોગ્ય વસ્તુ કાલાદિ સામગ્રીને અનુસરે છે તેથી કાલાદિ સામગ્રીથી જન્ય વસ્તુ છે એમ અનુમાન પણ વિદ્યમાન છે. ૩. આ પ્રમાણે યુક્તિ અને પ્રમાણોથી મુનિએ ગોશાળાને નિરુત્તર કર્યો. અને તે મુંગો થઈ ગયો. સૂર્યની આગળ ખદ્યોત કેટલો પ્રકાશે ? જેમ જય જય મંગલ બોલતા ભટો યુદ્ધમાં વિજયી ભટ્ટની સ્તવના કરે તેમ ખેચર વગેરેએ પ્રમોદથી આદ્રક મુનિની સ્તવના કરી. ૫.
ત્યાંથી વિહાર કરતા આદ્રક મુનિ હસ્તિ તાપસના આશ્રમમાં પહોંચ્યા. તે આશ્રમમાં હાથીનું માંસ તડકામાં સુકવવા માટે પાથરેલું હતું. હાથીના ચામડા અને હાડકાથી તે આશ્રમ ભરેલો હતો અને તેથી કતલખાના જેવો લાગતો હતો. તે આશ્રમની ઝુંપડીઓ તાપસ અને તાપસીઓથી ભરેલી હતી. ૭. જાણે નવા રાક્ષસો હોય તેમ તે તાપસોએ હાથીને મારીને સતત માંસનું ભક્ષણ કરતાં ઘણા દિવસો પસાર કર્યા. ૮. તે તાપસોની એવી માન્યતા હતી કે એક–એક હાથીને મારવો સારો છે કેમ કે તેના માંસથી ઘણો કાળ પસાર થાય છે. ૯. પાડા-ડુક્કર, બકરા, સસલા, માછલાં, મૃગ વગરને અથવા ઘણાં પ્રકારના પક્ષીઓને