________________
સર્ગ-૫
૧૦૭
કરે છે. ૨૯. માતાને કાંતતી જોઈને પુત્રે કહ્યું : હે માતા ! સામાન્ય લોકની જેમ તેં આ શું માંડ્યું છે ? ૩૦. શ્રીમતીએ કહ્યું : હે વત્સ ! તારા પિતા દીક્ષા લેશે તેથી આ કાર્ય આરંભ્યું છે. ઘણું કરીને પતિ વિનાની સ્ત્રીઓની આજીવિકા આ રીતે ચાલે છે. ૩૧. પુત્રે લાડભર્યા વચનોથી માતાને કહ્યું : હું પિતાને બાંધી રાખીશ પછી કેવી રીતે જશે ? ૩૨. જેમ ત્રાકનું સૂતર લઈને સાળો લગ્નના ચોથા ફેરામાં વરને બાંધે તેમ તેણે પિતાના બે પગ બાંધ્યા. ૩૩. અને કહ્યું : હે માતા ! તું ભય ન પામ મેં પિતાને સારી રીતે બાંધી દીધા છે. જેમ પોતાના કર્મથી બંધાયેલ સંસારી જીવ મોક્ષમાં જઈ શકતો નથી તેમ પિતા નહીં જઈ શકે. ૩૪. આદ્રર્ક કુમારે વિચાર્યું : નારંગાદિ ફળની જેમ બાળક પણ પુત્રનો મારા ઉપર કેવો અતુલ સ્નેહ છે ! ૩૫. જેટલા આંટા છે તેટલા વરસ હું ઘરે રહીશ કારણ કે ભાગ્યે આટલા આંટા દેવરાવ્યા છે. ૩૬. જેટલામાં શ્રીમતીના પતિએ ગણ્યા તો સ્વર્ગના માર્ગમાં બંધનની જેમ બાર થયા. ૩૭. તે વ્રત ગ્રહણ કરવા બાર વરસ અટકયો. આથી બુદ્ધોએ કહ્યું છે કે મોટાઓને પણ કલ્યાણો ઘણાં વિઘ્નવાળા હોય છે. ૩૮. એમ શ્રીમતીએ પુત્રના બાનાથી પતિને વ્રત લેવામાં નિષેધ કર્યો. બીજા ઉપાયથી જો કાર્યની સિદ્ધિ થતી હોય તો વૈર કરીને કોણ કરે ? ૩૯. ગૃહવાસ સુખી સમૃદ્ધ હોવા છતાં આને પ્રીતિદાયક ન થયો કેમ કે રાજહંસને સુવર્ણના પાંજરામાં તિ આવતી નથી. ૪૦.
બાર વરસને અંતે રાત્રિના પાછલા ભાગમાં સંવેગરૂપી રસને વહન કરવા માટે નીક સમાન એવી ચિંતાને કરી. ૪૧. અહો ! પૂર્વના જન્મમાં મેં મનથી આ જ વ્રતને ભાંગ્યું હતું. અહો ! તેના વિપાકથી હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો. ૪૨. વ્રતના ભંગનું ફળ જાણતો હોવા છતાં પાપી એવા મેં કાયાથી પણ હમણાં વ્રતના સેંકડો ટૂકડા કર્યા. ૪૩. અજાણતા કરેલું પાપ મહાદુ:ખને માટે થાય છે હમણાં જાણતા મેં વ્રતનું ખંડન કર્યુ છે તો મારી શી ગતિ થશે ? ૪૪. ધર્મને નહીં જાણનારા પૃથ્વીતલ ઉપર શોકને પાત્ર છે. ધર્મને જાણીને નહીં આરાધનારા લોકો મહાશોકને પાત્ર છે. ૪૫. પણ ધર્મને ગ્રહણ કરીને વચ્ચેથી જ છોડી દે છે. તે અતિમહાશોકને પાત્ર છે. હું તેમાનો થયો છું. ૪૬. તેથી હમણાં વ્રતખંડનની શુદ્ધિને માટે દીક્ષા ગ્રહણ કરું. તે વખતે હું ડૂબ્યો તો વિવેકી એવો હું શું વધારે ડૂબું ? ૪૭. સવારે શ્રીમતીને કહ્યું : હવે હું દીક્ષા લઈશ કેમકે કાર્યની ધરાને વહન કરનાર તારે ઉત્તમ પુત્ર છે. ૪૮. બુદ્ધિમતી શ્રીમતીએ પતિને દીક્ષાની રજા આપી કેમકે વિવેકીઓ કોઈપણ કાર્યમાં એકાંત પકડવાળા નથી હોતા. ૪૯. આર્દ્રકુમારે અનંતાનંત દુઃકર્મને મૂળમાંથી ઉખેડી નાખવા સમર્થ ભાગવતી દીક્ષાને ફરી ગ્રહણ કરી. ૫૦. ત્રિજગતના ગુરુ શ્રી મહાવીર જિનેશ્વરને વંદન ક૨વા તથા પોતાના ગુરુ અભયકુમારના દર્શન માટે આ મહાત્મા રાજગૃહ તરફ ચાલ્યા. વિશિષ્ટ ગુણના લાભ માટે કયો વિદ્વાન પ્રયત્ન નથી કરતો ? પર.
આ બાજુ જંગલની અંદર સામંતો ચોરી કરીને આજીવિકા ચલાવતા હતા. રાજસેવાથી મુકાયેલ પદાતિઓની બીજી કઈ ગતિ સંભવે ? ૫૩. જેમ કપિલ કેવળીને માર્ગમાં પાંચશો ચોરો મળ્યા હતા તેમ માર્ગે જતા મુનિને પાંચશો સામંતો મળ્યા. ૫૪. આર્દ્રમુનિને ઓળખીને તેઓએ હર્ષથી વંદન કર્યું. લાંબા સમય પછી પોતાના સ્વામીના દર્શન થયે છતે કોને હર્ષ ન થાય ? ૫૫. તેઓને ધર્મલાભ આશીષ આપીને મુનિએ આ પ્રમાણે કહ્યું : અરે ! તમે કૂતરાની જેમ કુજીવિકા શા માટે કરો છો ? ૫૬. તેઓએ કહ્યું : જેમ તમે સાપ જેવા અમને ઠગીને જે સ્થાને ચાલ્યા ગયા તેને તમે જ જાણો છો. ૫૭. ત્યારથી અમે સર્વત્ર તમારી તપાસ કરી તો પણ ભાગ્યહીન એવા અમોએ તમને કયાંય જોયા નહીં. ૫૮. જેમ યુદ્ધમાં પરાભવ પામેલા ભટો સ્વામીને પોતાનું મુખ બતાવવા સમર્થ ન થાય તેમ મુખ્ય બતાવવા અસમર્થ અમે અહીં રહ્યા