________________
સર્ગ-૫
૧૦૫ જયાંથી ખવાય ત્યાંથી મીઠો જ લાગે. ૭૬. જેમ ભ્રમરો કમલિનીની પાસે આવે તેમ ઘણાં સુંદર વરો યૌવનવયને પામેલી આને પરણવા માટે અનેકવાર આવ્યા. ૭૭.
પિતાએ શ્રીમતીને કહ્યું : હે વત્સ! ઘણાં ઉત્તમ વરો આવેલા છે તેથી આમાંથી કોઈક વરને વર. ૭૮. શ્રીમતીએ કહ્યું હે તાત! ત્યારે દેવકુલમાં જે ભટારક ભંડારને જોયા હતા તે સાધુને હું વરી છું. ૭૯. અને વળી તેનો પક્ષ કરનારી દેવીએ રત્નોનો વરસાદ વરસાવ્યો હતો. તે દેવીની સાક્ષીમાં વરણક (સગપણ–વેવિશાળ) થયું છે. ૮૦. હે તાત! તમોએ પણ રત્નોને ગ્રહણ કર્યા છે તેથી પરમાર્થથી તો તમે માન્ય કર્યું છે પણ વચનથી આ કાર્ય થયું નથી. ૮૧. તમે સર્વ લોકની સમક્ષ એકવાર તેને આપી છે. હવે બીજો વર ઈન્દ્રસમાન મળે તો તેને આપવી ઉચિત નથી. ૮૨. સર્વજન વડે કહેવાયેલી આ ઉક્તિને શું તમે સાંભળી નથી ? જેમકે સજ્જનો વડે વાણી એકવાર બોલાય છે તેમ કન્યા એકવાર અપાય છે. ૮૩. પુત્રીના વચનને સાંભળીને દેવદત્તે કહ્યું : હે વત્સ! જાણે કે તું બૃહસ્પતિની પુત્રી ન હોય તેવી વિદુષીઓમાં શ્રેષ્ઠ છે. ૮૪. હે પુત્રી ! આ મુનિ કયા સ્થાને છે તે હું જાણતો નથી. જેમ જેના પગમાં ભ્રમરાઓ ચોંટેલા હોય તેઓ એક સ્થાને સ્થિર થતા નથી તેમ મુનિઓ એક સ્થાને સ્થિર રહેતા નથી. ૮૫. તને જે અભીષ્ટ છે તે પાછા આવશે કે નહીં તે જણાતું નથી. કદાચ ભાગ્ય જોગે આવી ચડે તો ઓળખાશે કેવી રીતે? ૮૬. આ નગરમાં એક સરખા ભિક્ષુઓ કેટલા નથી આવતા? તેથી તેમને કેવી રીતે ઓળખવા? છાશ સફેદ છે, દૂધ સફેદ છે તેથી છાશ અને દૂધનો ભેદ કેવી રીતે જાણવો? ૮૭. કદાચ ઓળખાય જાય તો પણ આ તને પરણે કે ન પરણે માટે જ્વરનો નાશ કરનાર તક્ષક નાગના મણિની જેમ આને પડતો મૂક. ૮૮. શ્રીમંત સુકલમાં જન્મેલા, સુભગ, રૂપવાન ઘણાં વરો આવેલા છે તેમાંથી એકની પસંદગી કર. ૮૯. પુત્રીએ કહ્યું : હે તાત ! તમે જે કહો છો તેમાં કોઈ શંકા નથી. ગુરુની વાણી સાચી જ છે. ૯૦. હે તાત ! જેમ બુદ્ધિમાન શ્લોકાદિના લક્ષણને જુએ છે તેમ ઘોષણાના ભયથી આના પગમાં પડતી મેં એક લક્ષણ જોયું હતું. ૯૧. આ ભવમાં તે જ સાધુ મારા પતિ થશે નહીંતર રોગો જેવા સુંદર પણ ભોગોથી મારે સર્યું. ૯૨. જેમ પાંચ વખત ઘીની ધાર નાખીને (ઘણાં ઘીવાળી) બનાવેલી લાપસી પેટ ભરેલાને રુચિકર થતી નથી તેમ બીજા સારા પણ વરો મને હૈયામાં રુચિકર થતા નથી. ૯૩. તેના નિશ્ચયને જાણીને પુત્રીના પ્રેમથી પીગળી ગયેલ શ્રેષ્ઠીએ તેને કોમળ વાણીથી કહ્યુંઃ ૯૪. જો તારા ચિત્તમાં આ જ નિશ્ચય છે તો તું મારા ઘરે રહીને ઘરે આવેલ સર્વ મુનિઓને ઈચ્છા મુજબ દાન આપ. ૫. તારાપુણ્યથી આકર્ષાયેલ તે મુનિ પણ કદાચ આવે એમ શ્રેષ્ઠીએ પુત્રીને કહ્યું : કેમ કે માતાપિતાનો સંતાન ઉપર તેવા પ્રકારનો પ્રેમ હોય છે. ૯. જેમ વર્ષાઋતુનો વાદળ સતત વરસે તેમ પિતાના વચનથી શ્રીમતીએ ભિક્ષાચરોને સતત દાનનો વરસાદ વરસાવ્યો. જેને જે કાર્યમાં રસ હોય તેને તે કાર્ય કરવામાં ઉત્સાહ જાગે છે. ૯૮. તે નગર તરફ પ્રયાણ કરવાના શકુનને પણ આદ્રકમુનિએ જોયા નહીં. જે ગામમાં ન જવું હોય તે ગામનો માર્ગ કોણ પૂછે? ૯૯. બાર વરસ પછી દિગ્બોહથી આદ્રકમુનિ તે નગરમાં આવ્યા. આથી જ લોક કહે છે કે પ્રાણીએ ચિંતવેલું થતું નથી. ૨૦૦. માધુકરી વૃત્તિને કરતા મુનિપુંગવ ઘટકુટી' ન્યાયથી પ્રભાતે શ્રીમતીના ઘરે ભિક્ષા માટે પ્રવેશ્યા. ૨૦૧. જેમ ગોવાળ જુદા જુદા પ્રકારના બળદોના સમૂહમાંથી બળદને ઓળખી લે છે
૧. ઘટ્ટકુટિ ન્યાયઃ નગરનો કર ન ભરવા ખેડૂત રાત્રે નગરમાં આવ્યો. કર ભરવાના સ્થાને પ્રવેશ ન કરતા નગરમાં પ્રવેશવાના છિદ્રને શોધવા આખી રાત નગરની ચારે બાજ ભમ્યો. સવારે પાછો કર ભરવાના સ્થાનેથી પ્રવેશ કર્યો. એમ આદ્રક મુનિ પરણવા માંગતા ન હતા છતાં પરણવા એ ગામમાં અનાયાસે આવવું પડ્યું.