________________
અભયકુમાર ચરિત્ર
૧૦૪
પરસ્પર વાર્તાલાપ કર્યો. કોઈકે કોઈકને મનથી પોતાની ઈચ્છા મુજબનો પતિ બનાવ્યો અને વરોને વરી. પર. જે વયમાં આવા પ્રકારની પણ ચેષ્ટાઓ શોભે છે તે બાળપણને કયો લોક ન ઈચ્છે ? ૫૩. શ્રીમતીએ કહ્યું : હે સખીઓ ! હું આ મુનિને વરી છું. ભૂખ સર્વની સમાન જ છે છતાં કોઈકને કોઈક ભોજન ગમે છે. ૫૪. હે વત્સા ! તું સારા વરને વરી તું સારા વરને વરી એમ દેવતાએ ઘોષણા કરી. જગતમાં અસારને ગ્રહણ કરનારા જીવો અનેક છે પણ સારને ગ્રહણ કરનારા બહુ થોડા છે. ૫૫. મોટી ઘોષણા કરીને દેવતાએ રત્નોનો વરસાદ વરસાવ્યો, પોતાના ઘરે દાન ન થાય પણ દાનની પ્રશંસા તો થાય ને ? ૫. લાંબા સમય પછી મેં પોતાના પતિને મેળવ્યા છે, હવે નક્કીથી ચાલી ન જાય એ હેતુથી આકાશવાણીથી ચકિત બનેલી શ્રેષ્ઠીપુત્રી મુનિના પગમાં વળગી. ૫૭. જેમ પુત્રના અતિ લાડથી અનુકૂળ ઉપસર્ગની પ્રાપ્તિ થાય તેમ વ્રતરૂપી વાદળ માટે પવન સમાન આ અનુકૂળ ઉપસર્ગ ઉપસ્થિત થયો. ૫૮. એમ વિચારીને સાધુ જલદીથી તે સ્થાન છોડી ચાલ્યા ગયા. અગ્નિ સળગે છતે કોણ શીઘ્ર પલાયન ન થાય ? ૫૯. સ્વામી વિનાની લક્ષ્મીનો માલિક રાજા થાય છે તેથી રાજા ત્યાં ધન લેવા આવ્યો. સ્વયં ટપકીને મોઢામાં પડતો રસ કોને મીઠો ન લાગે ? ૬૦. જેમ સૂર્ય—ચંદ્ર અને ગ્રહો રાહુથી ગ્રસાય છે તેમ અનેક પ્રકારના કરની આવક મેળવતા પૃથ્વીમંડલના સ્વામી રાજાઓ લોભ કષાયથી બંધાય છે. ૬૧. જેટલામાં રાજપુરુષો રત્નો લેવા લાગ્યા તેટલામાં ફૂંફાળા મારતા સર્પો પ્રગટ થયા. ૬૨. ધનની તૃષ્ણાવાળો પણ રાજા રત્નો લીધા વગર પાછો ફર્યો. જ્યાં સુધી ભય બતાવાતો નથી ત્યાં સુધી લજ્જા રહે છે. અર્થાત્ ભય ઉપસ્થિત થયે છતે જીવ લજ્જા મૂકીને ભાગે છે. ૬૩.
દેવીએ કહ્યું : વરણક'ના પ્રસંગે મેં આ બાલિકાને ધન આપ્યું છે. લક્ષથી ભ્રષ્ટ થયેલ ધનુર્ધરની જેમ રાજા વિલખો થઈ ચાલ્યો ગયો. ૬૪. શ્રીમતીના પિતાએ સમસ્ત પણ રત્નોને લઈ લીધા. શું સ્વયં સામે આવતા ધનને કોઈ છોડી દીએ ? ૬૫. આશ્ચર્યચકિત થતો લોક પછી ક્ષણથી પોતાના સ્થાને ગયો. કેમકે ઘણાં બધા કૌતુકો જોવાથી કાંઈ પેટ ભરાઈ જતું નથી. ૬૬. કેટલાક વરસો પછી શ્રીમતી વિવિધ પ્રકારના યુવાનોના મન અને આંખને વશ કરનાર કાર્યણ સમાન યૌવનને પામી. ૬૭. લક્ષ્મીને જીતીને મેળવાયેલ યશથી જાણે યુક્ત ન હોય એવા બે અર્જુન સુવર્ણના બનેલા નુપૂરોથી તેના બે ચરણો શોભ્યા. ૬૮. કામ અને ચિત્તનું જાણે સરળપણું ન સૂચવતા હોય તેમ તેની બે જંઘા હાથીની સૂંઢની જેમ સરળ અને કોમળ હતી. ૬૯. કેળના સ્તંભ સમાન, સારા ગોળ, કોમળ તેના બે સાથળો ઘણાં શોભ્યા જાણે શંભુની આંખના અગ્નિથી તપેલા કામદેવ વડે આશ્લિષ્ટ કરાયા ન હોય! ૭૦. તેનો નિતંબનો ઉચ્ચ પ્રદેશ ખરેખર મારવાડની કઠોર ભૂમિ હતી નહીંતર તેનો આશ્રય કરીને રહેલા કામભિલ્લ દુર્જય કેવી રીતે થાત ? ૭૧. ઉપર પડેલી ત્રણ વલિથી તેની કુક્ષિ કૃશ થઈ. વલિઓથી પરાભવ પામેલા કોનું શ્યામપણું ન થાય ? ૭૨. અમે માનીએ છીએ કે યુવાનોના ચિત્તને મોહ પમાડવા માટે બે ઐન્દ્રજાલિકના ગોળા હોય તેમ તેના બે વિશાળ ભરાવદાર સ્તનો શોભ્યા. ૭૩. મુખરૂપી ચંદ્રની શોભાને જોવા અસમર્થ, ઉન્નાલ કમળ જેવા, અગ્રભાગમાં રહેલા તેના બે હાથ શું અધોમુખ કરીને નીચે ન રહ્યા હોય તેવા જણાતા હતા. ૭૪. બંધુમતીના મુખ આગળ આવીને કલાને બતાવતો ન હોત તો ચંદ્રની કલાની પરીક્ષા થાત બાકી આકાશમાં રહીને કળાને પ્રસરાવતો હોય તેથી શું તે કળાવાન ગણાય ખરો ? કહેવાનો ભાવ એ છે કે બંધુમતીનું મુખ ચંદ્ર કરતાં સુંદર હતું. ૭૫. તેના બીજા પણ અંગો લોકના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા થયા. અથવા તો લાડુ
૧. વરણક – વેવિશાળ, સગપણ