________________
અભયકુમાર ચરિત્ર
૧૦૨ નિંદાને પાત્ર થઈશ. ૯૪. પુરુષ થઈને મેં વ્રતનું ખંડન કરી કલંકિત કર્યું મારા મુખ ઉપર દાઢી ઉગવાને બદલે કૂતરાના મુખે કેમ ન થઈ? અર્થાત્ હું કૂતરા કરતા પણ અધમ થયો. ૯૫. પૃથ્વી ઉપર એક બંધુમતી સાધ્વી સત્ત્વશાળી થઈ જેણીએ મારા તરફથી થનાર કલંકની શંકાથી જીવિતનો ત્યાગ કર્યો. ૯૬. મારા દોષથી અખંડવ્રતધારિણી પણ જો મરણ પામી તો હૈયાથી શીલવંત ભગ્ન મારે શું જીવવું ઉચિત છે? ૯૭. તેથી હું પણ નક્કીથી પ્રાણનો ત્યાગ કરીશ. એમ નિશ્ચય કરીને મેં અનશન કર્યું. ૯૮. શુભધ્યાનથી મારીને હું દેવલોકમાં દેવ થયો. મારી પણ જે શુભગતિ થઈ તેમાં મારો પશ્ચાત્તાપ કારણ છે. ૯૯. સ્વર્ગમાંથી ચ્યવીને હું ધર્મ વિનાના દેશમાં ઉત્પન્ન થયો અથવા તો શુભાશુભ કર્મ લાંબે કાળે પણ ફળે છે જ. ૧૦૦. જો અભયે પ્રતિમા ન મોકલાવી હોત તો મોહસાગરથી આંધળા કૂવામાં પડેલ આંધળાની જેમ મારો કોણ ઉદ્ધાર કરત? ૧૦૧. ભાવનિદ્રાએ બલિ કરીને મને અનાર્ય દેશની શય્યામાં સુવડાવી દીધો તે આ અભયકુમારની બુદ્ધિથી જાગ્યો. તેથી આ અભયકુમાર મારા માતા-પિતા, મિત્ર, પ્રેમાળ સ્વજન, સગોભાઈ થયો અથવા આ બધા સગપણોથી શું કામ છે? કેમકે તે મારો ગુરુ થયો છે. ૩. તે કયો વર્ષ હશે? તે કયો માસ હશે? તે કયો પહોર હશે? તે કઈ ક્ષણ હશે? જેમાં મારે અભયકુમારની સાથે મેળાપ થશે. ૪. તેથી પિતાની રજા લઈને કે રજા લીધા વગર હું નક્કીથી તેમની પાસે જઈશ. જે રીતે કે તે રીતે પણ હું આ કાર્ય કરીશ. ૫. તેજ દિવસથી માંડીને કુમારે ફૂલ વગેરેથી યુગાદિ દેવની પ્રતિમાની રોજ પૂજા કરી. ૬.
એકવાર અવસરે આદરપૂર્વક પિતાને જણાવ્યું. કાર્યની સિદ્ધિ થાય કે ન થાય પણ રાજાઓને અવસરે જણાવવું જોઈએ. ૭. હે તાત ! જેમ ચકોર ચંદ્રના દર્શનને ઈચ્છે તેમ હું ઉત્કંઠિત મનવાળો હું શ્રેણિકના પુત્રને મળવા ઈચ્છું છું. ૮. આદ્રક સ્વામીએ કહ્યું હું તારો વિયોગ સહન કરવા સમર્થ નથી. પરદેશની ભૂમિઓ અપાયવાળી હોય છે તેથી તારે વિદેશમાં ન જવું જોઈએ. ૯. હે વત્સ! તું સદા ઘરે રહીને તેની સાથે મૈત્રી કર. દૂર પણ વસતા મેઘ અને મયૂરને શું મૈત્રી થતી નથી? ૧૭. ખરેખર આપણા પૂર્વજોની પણ પ્રીતિ આ રીતે થયેલી હતી. એ નીતિનું તું પણ પાલન કર. કેમકે કુલનીતિ શુભાવહ (કલ્યાણકારી) છે. ૧૧.જેમ લડાઈ માટે ઉત્કંઠિત થયેલ અને પત્ની વિશે રાગી થયેલ ભટ યુદ્ધમાં જવા કે ઘરે રહેવા સમર્થ થતો નથી તેમ પિતાની આજ્ઞા વગર જવા માટે શક્તિમાન ન થયો અને અભયને મળવાની ઉત્કંઠાથી ઘરે રહેવા સમર્થ ન થયો. ૧૨.
જે દિશામાં અભયકુમાર હતો તે દિશામાં મુખ રાખીને આદ્રકુમારે ભોજન-આસન-સ્થાન–શયન વગેરે ક્રિયાઓને હંમેશા કરી. ૧૪. ઉત્સુક આદ્રકુમાર પક્ષીની જેમ બે પાંખથી ઊડીને પણ ત્યારે અભયકુમારની પાસે જવા ઝંખે છે. ૧૫. જેમ પાણીમાંથી બહાર નીકળેલું માછલું સ્થળમાં રતિ પામતું નથી તેમ આણે નંદાપુત્રના વિયોગમાં જન કે વિજનમાં રતિને પ્રાપ્ત ન કરી. ૧૬. મગધ દેશ કઈ દિશામાં છે? રાજગૃહ નગર ક્યાં છે? એમ અભય પાસે જવા ઉત્સુક થયેલ કુમારે પાસે રહેલા લોકોને પુછ્યું. ૧૭. કુમારની ચેષ્ટા જોઈને રાજાએ વિચાર્યું. નક્કીથી મારો પુત્ર અભય પાસે ચાલ્યો જશે. ૧૮. અમારા દેખતા જ આ હાથમાંથી ચાલ્યો જશે. જેનું મન ઉચ્ચક થયું છે તે શું ક્યારેય સ્થિર રહેશે? ૧૯. તેથી હું આને સારી રીતે નજર સમક્ષ રાખું જેથી મને છોડીને ચાલ્યો ન જાય. પાંખવાળો પણ પક્ષી પાંજરે પુરાયેલો
શું ઊડી શકે ? ૨૦
પછી આર્વક રાજાએ પાંચશો ભટોને આદેશ કર્યો કે આ કુમાર મગધ દેશમાં ન ચાલ્યો જાય એનું તમારે ધ્યાન રાખવું. ૨૧. જેમ કર્મપ્રકૃતિઓ સંસારી જીવને ન છોડે તેમ કુમારની પાછળ ફરતા ભટો પૂંઠ