________________
અભયકુમાર ચરિત્ર
૧૦૦
છે તે યોગ્ય જ છે. કોણ કુળની પરંપરાનું પાલન ન કરે ? ૩૬. પિતાની પ્રેરણા પામેલો તે બમણો ઉત્સાહિત થયો. એક તો સ્વયં ઉત્કંઠિત હતો અને મોરે ટહુકો કર્યો. ૩૭. કુમારે સંભ્રમથી મંત્રીના કાનમાં કહ્યું : હે સચિવેશ્વર ! તારે મને પુછયા વિના પોતાના દેશમાં ન જવું. ૩૮. શ્રેણિકના સચિવે કુમારના વચનને સ્વીકાર્યું. જો કાર્ય સુંદર હોય તો કોણ તેનું સમર્થન ન કરે ? ૩૯. રાજાએ સચિવનું બહુમાન કર્યું. પ્રતિહારીએ આવાસમાં ઉતારો આપ્યો. કેમકે સમર્થ સ્વામીના સેવકો ગૌરવને પામે છે. ૪૦. બીજા દિવસે રાજાએ મોતી વગેરે ભેટણાં આપીને પોતાના સચિવ સાથે (માણસ પાસે) તેનો વોળાવો કર્યો. અર્થાત્ રજા આપી. ૪૧.
આર્દ્રકુમારે પણ શ્રેણિક રાજાના મંત્રીને કહ્યું : અરે ! તમે મારો આ સંદેશો અભયકુમારને જણાવશો. ૪૨. જેમ કે– હે ધીધન ! જેમ દશરથ રાજા ઈન્દ્રની મિત્રતા અને ભાતૃભાવને ચાહે છે તેમ દૂર વસતો આર્દ્રકુમાર તારી મિત્રતા અને ભાતૃભાવને વાંછે છે. ૪૩. એમ સંદેશો પાઠવીને મોતી વગેરે ભેટણાં આપીને તેને વિસર્જન કર્યો. હું માનું છું કે તેણે ભાવિ ગુરુ અભયકુમારની પૂજા માટે કર્યું. ૪૪.
બંને સચિવો' રાજગૃહમાં જઈને આર્દ્રક રાજાએ આપેલ સર્વ વસ્તુઓ શ્રેણિક રાજાને અર્પણ કરી. ૪૫. મંત્રીએ આર્દ્રકુમારે આપેલ સર્વ ભેટ અભયકુમારને આપીને તેનો સંદેશો જણાવ્યો. ૪૬. જિનશાસનમાં નિપુણ અભયકુમારે વિચાર્યું : ખરેખર આર્દ્રકુમારે પૂર્વ જન્મમાં સંયમનું પાલન કર્યુ હશે. ૪૭. જેમ શ્રામણ્યની વિરાધના કરીને માસક્ષપક ચંડકૌશિક જ્યોતિષ દેવલોકમાં ઉત્પન્ન થયો તેમ આર્દ્રકુમાર અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. ૪૮. ખરેખર ભાગ્યનું ભાજન આર્દ્રકુમાર આસન્ત સિદ્ધિક છે કેમકે અભવ્ય કે દૂરભવ્ય મારી મિત્રતાને ઈચ્છે નહીં. ૪૯. સમાન શીલ, સમાન ધર્મી, સમાન ચેષ્ટા તથા સમાન વયમાં મિત્રતા નક્કીથી ઘટે છે. ૫૦. ઘણું કરીને હંમેશા સમાનધર્મી જીવોમાં મોટી પ્રીતિ થાય છે. કહ્યું છે કે અર્ધાની સાથે અર્ધ અને પા ની સાથે પા નક્કીથી મળી જાય છે. ૫૧. તેથી કોઈપણ ઉપાયથી હું આર્દ્રકુમારને પ્રતિબોધું જેથી તે પોતાના આત્માને ઈષ્ટ ધર્મમાં પ્રવર્તાવે. પર. ભેટણાના બાનાથી હું જિનેશ્વરની પ્રતિમાને મોકલું જેથી તેને જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામે. ૫૩. ચિંતામણિની જેમ સાક્ષાત્ અપ્રતિમ યુગાદિદેવની જાત્યરત્નની પ્રતિમા ભરાવીને ઘંટિકા, ધૂપદાની વગેરેના દાબડાની સાથે પેટીમાં મુકાવ્યા. ૫૫. ભવરૂપી સમુદ્રને તરવા માટે નાવડી સમાન પેટીના ઢાંકણાંને તાળું લગાવીને પોતાની મુદ્રાથી અંકિત કરી. ૫૬. અભયના મતિવૈભવે ઈન્દ્રોના ગુરુ બ્રહ્મના ચિત્તમાં નિશ્ચયથી આશ્ચર્યને ઉત્પન્ન કર્યું કારણ કે તે અભવ્ય કે દૂરભવ્યનો જીવ નથી એવો નિશ્ચય કરીને સ્વયં આર્દ્રકુમારના પ્રતિબોધને માટે આવો ઉપાય કર્યો. ૫૮. રાજાએ ઘણાં ભેટણાંઓની સાથે આર્દ્રક રાજાના માણસને વિસર્જન કર્યો કારણ કે સજ્જનોની ચેષ્ટાઓ પ્રીતિમાં વૃદ્ધિ કરાવનારી હોય છે. ૫૯.
અભયકુમારે પણ તેના હાથમાં પેટી આપીને વિવિધ પ્રકારે તેને સત્કારીને આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો. ૬૦. તું આ પેટી આર્દ્રકુમારને હાથોહાથ આપજે અને મારાભાઈ એવા તેને આ પ્રમાણે સંદેશો આપજે. ૬૧. તારે એકલાએ પેટીને આદરપૂર્વક ઉઘાડવી. અંદર રહેલી વસ્તુનું નિરીક્ષણ કરવું. બીજા કોઈને આ વસ્તુ ન બતાવવી. ૬૨. હર્ષથી અભયકુમારના વચનને સ્વીકારીને, પોતાના નગરમાં જઈને સચિવે પોતાના સ્વામીને ભેટણું અર્પણ કર્યું. ૬૩. અને આર્દ્રકુમારને પેટી અર્પણ કરીને સ્પષ્ટપણે નંદાના પુત્રનો સંદેશો જણાવ્યો. ૬૪.
૧. આર્દ્રક રાજાનો સચિવ અને શ્રેણિક રાજાનો સચિવ એમ બે જણ.