________________
અભયકુમાર ચરિત્ર
૧૦૮
છીએ. ૫૯. સ્વામીની સેવાથી રહિત અમે ચોરવૃત્તિથી જ જીવીએ છીએ. કેમકે સ્થાનથી ભ્રષ્ટ થયેલ દાંત, કેશ, નખ અને મનુષ્યો શોભતા નથી. ૬૦. મુનિએ કહ્યું : તમે દુરાચરણ કરીને જીવો છો તે યોગ્ય નથી. અરે ! યુગ શમિલાના ન્યાયથી મનુષ્ય જન્મ દુર્લભ છે. ૬૧. તેઓએ પણ મુનિને પુછ્યું : હે વિભુ ! યુગ શમિલા શું છે ? ભવ્ય જીવોને બોધ પમાડવા સમર્થ સાધુએ કહ્યું ઃ ૬૨. છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વકાંઠે કોઈક દેવ યુગને નાખે અને તેના જ પશ્ચિમ કાંઠે શમિલાને નાખે. ૬૩. જેમ શમિલાનો યુગના છિદ્રમાં પ્રવેશ થવો દુર્લભ છે તેમ સંસારમાં મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલ જીવને ફરી પણ મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૬૪. કદાચ પ્રચંડ પવનથી ઉછળતા મોજાથી પ્રેરાયેલી શમિલા યુગના છિદ્રમાં પરોવાઈ જાય એમ સંભવે. ૬૫. પરંતુ નિદ્રા-હાસ્ય-કષાય વગેરેથી ફોગ કરેલ મનુષ્ય ભવ બીજી વેળા મળવો મુશ્કેલ છે. ૬૬. તેથી સર્વ પુરુષાર્થને સાધનારા મનુષ્યભવને પામીને ધર્મકાર્યમાં પ્રયત્ન કરો. ૬૭. મન–વચન–કાયાથી, કરવું–કરાવવું, અનુમોદવું એમ નવ પ્રકારે ત્રસ અને સ્થવર જીવોનું સતત રક્ષણ કરવું તે ઉત્તમ ધર્મ છે. ૬૮. લોકપ્રિય, સાચું, સર્વજીવોનું અનુકંપા કરે તેવું તથા વિચારપૂર્વકના વચનને હંમેશા બોલવું, ૬૯. સર્પના મહાવિષની જેમ નાની કે મોટી પણ પારકી વસ્તુનું સર્વદા ત્યાગ કરવો. ૭૦. દેવીઓ, મનુષ્ય સ્ત્રીઓ અને તિર્યંચ સ્ત્રીઓને જાવજ્જીવ સુધી ત્રણ પ્રકારે બહેન અને માતા સમાન માનવી. ૭૧. જેમ રોગી અપથ્યનો ત્યાગ કરે તેમ બાહ્ય તેમજ અત્યંતર સકલ પણ પરિગ્રહમાં મૂર્છાનો ત્યાગ કરવો જોઈએ. ૭ર. આ ધર્મ પરમ ભાઈ છે. પરમ વાત્સલ્યવાળો મિત્ર છે. દુઃખરૂપી સાપ માટે મહામંત્ર સમાન છે. પાપ રૂપી વ્યાધિ માટે શ્રેષ્ઠ ઔષધ છે. ૭૩. જો તમે સ્વામીના ભક્ત છો તો હું પણ તેનો પુત્ર છું. હંસની પાછળ હંસ ચાલે તેમ તમે મારી પાછળ ચાલો. ૭૪. તેઓએ કહ્યું ઃ ગૃહવાસમાં તમે અમારા સ્વામી થયા. હમણાં તમારાથી બોધ પમાડાયેલ અમારા તમે ગુરુ થયા. ૭૫. તેથી હે પ્રભુ ! અમને વ્રતનું દાન કરીને ભવથી નિસ્તાર કરો. કૂવામાં પડતો કયો મનુષ્ય હાથના ટેકાને ન ઈચ્છે ? ૭૬. પછી મુનિસત્તમે તેઓને દીક્ષા આપી. હંમેશા પણ મહાપુરુષો હજારોના પેટ ભરનારા હોય છે. ૭૭. આર્દ્રકમુનિએ તત્કાળ દીક્ષા આપી. જેમ કલભોની સાથે ચાલતો હાથી શોભે તેમ પાંચશો સાધુઓની આગળ ચાલતા આર્દ્રક મુનિ ઘણાં શોભ્યા. ૭૮.
ન
મુનિઓમાં સિંહ સમાન આર્દ્રક મુનિની સામે દુર્મુખ, કલહપ્રિય, દીપડાની જેમ સુદુઃપ્રેક્ષ ગોશાળો માર્ગમાં મળ્યો. ૭૯. પોતાને વિદ્વાન માનતો, અણબોલાવ્યો વાચાળ ગોશાળો આર્દકમુનિની સાથે વાદ કરવા ઉપસ્થિત થયો. ૮૦. વિકસિત નેત્રવાળા (વાદ સાંભળવા ઉત્સુક) ભૂચરો અને ખેચરો ત્યાં ભેગાં થયાં. મફતમાં બીજાનો તમાસો કોણ ન જુએ ? ૮૧. ગોશાળાએ આર્દ્રક મુનિને કહ્યું : તમે કેશનો લોચ વગેરે સકળ ક્રિયા ઉખરભૂમિમાં વાવેલા બીજની જેમ ફોગટ કરો છો. ૮૨. જેમ સર્વ ધાન્યોને ઉગવા માટે વરસાદ એક કારણ છે તેમ સર્વભાવોનું શુભાશુભ ફળ આપવામાં નિયતિ જ એક કારણ છે. ૮૩. તે આ પ્રમાણે- અશ્વમાંથી અશ્વની ઉત્પત્તિ નિયત છે. હાથીમાંથી હાથીની ઉત્પત્તિ નિયત છે. મનુષ્યમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. સ્ત્રીઓ સ્ત્રીઓના આકારથી નિયત છે. ૮૪. શીયાળામાં ઠંડી પડવાનું નિયત છે. ઉનાળામાં ગરમી પડવાનું નિયત છે. ચોમાસામાં વરસાદ પડવાનું નિયત છે. તેમાં નિયતિ કારણ છે. ૮૫. હે મુનિ ! જો તેમાં નિયતિ કારણ ન હોત તો જે નિયત આકારવાળા થાય છે તે ન થાત અને એમ જો ન હોત તો લાંબા થાત. ૮૬. સ્વર્ગાદિ પણ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે અહીં જ થશે આથી ફોતરા ખાંડવા સમાન ફોગટ તપ કરતા તમે કલેશ પામો છો. ૮૭.