________________
સર્ગ-૨
ઠુકરાવવી જોઈએ. ૫૩.
ત્રીજા માસખમણને અંતે તપસ્વી પારણા માટે રાજાને ઘરે ગયા. પુત્રના જન્મથી ખુશ થયેલ રાજા તાપસના પારણાને ભૂલી ગયો. સુખ અને દુઃખમાં પ્રમાદ સમાન છે. ૫૪. ક્ષુધાથી કૃશ થવાથી, ભિક્ષા નહીં મળવાથી ભિક્ષુ રાજા ઉપર ક્રોધે ભરાયો. ખૂબ ઘસવાથી ચંદનના લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ૫૫. કહ્યું છે કે— માર્ગમાં ચાલવા સમાન કોઈ વૃદ્ધાવસ્થા નથી, દારિદ્રય સમાન કોઈ પરાભવ નથી, મૃત્યુ સમાન કોઈ ભય નથી, ક્ષુધા સમાન કોઈ વેદના નથી. ૫૬. વિલખો થયેલ ભિક્ષુ કૃપણના ઘરથી પોતાના સ્થાનમાં ગયો અને વિચાર્યું : આ નામથી જ સુમંગલ છે બાકી કામથી તો મંગળ ગ્રહની જેમ કુમંગલ છે. ૫૭. મેં એની ત્રણ વિનંતિનો સ્વીકાર કર્યો તો પણ તે કુટિલ પોતાના કર્તવ્યને સમજ્યો નહીં. આ તેની ધિાઈ છે. બે ઉડાણમાં મોર પકડાય નહીં પણ ત્રીજા ઉડાણમાં અવશ્ય પકડાય જાય. ૫૮. અથવા તો કૂતરાની પૂંછડીને નળીમાં નાખી નાખીને સીધી કરે તો પણ વક્રભાવને છોડે નહીં. અર્થાત્ કૂતરાની પૂંછડી વાંકીને વાંકી રહે. લીંબડાના ઝાડને દૂધનું સિંચન કરવામાં આવે તો પણ મીઠાશને પામતો નથી. ૫૯. તે પોતે રાત–દિવસ દાળ-કઢી સાથે મિષ્ટ અન્નપાનનું ભોજન કરે છે તેથી જેમ વંધ્યા સ્ત્રી ગર્ભીણીની પ્રસૂતિની પીડાને ન જાણે તેમ બીજાના ભૂખની પીડાને જાણતો નથી. ૬૦. આમ વારંવાર આમંત્રણ આપીને શઠ રાજાએ મને ભૂખથી માર્યો છે. હું જીવું ત્યાં સુધી ફરી આને ઘરે પગ નહીં મૂકું. ગંગદત્ત દેડકો ફરી કૂવામાં આવતો નથી. ૬૧. ક્રોધાંધ તાપસે કુગતિનું કારણ નિયાણું કર્યુ કે આના વધને માટે થાઉં. કૃશ મનુષ્યો કરુણા વિનાના થાય છે. ૬૨. અહો ! દુઃખની વાત છે કે આણે વિકૃષ્ટ તપને શા માટે ધૂળ ભેગો કર્યો ? અથવા તો બાળ તપસ્વીનું પુણ્ય પાપાનુબંધિ પુણ્યમાં પરિવર્તન પામે છે. ૬૩. અભિમાન રહિત અને પશ્ચાત્તાપને પામેલો રાજા સારી રીતે લજ્જા પામ્યો અને ચોથી વેળાએ તપસ્વીને ખમાવવા ન આવ્યો કારણ કે કુલીનો હંમેશા લજ્જાળુ હોય છે. ૬૪. કે
૪૫
કેટલાક કાળ પછી તપસ્વી મરીને અલ્પૠષિવાળા વ્યંતર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો. ક્ષુધાથી વિહ્વળ થયેલ તપસ્વી આત્માઓને તેટલી સંપત્તિ ઘણી ઘણી લાગે છે. ૫. નીતિથી રાજ્યનું પાલન કરીને રાજા પણ અંતકાળે તૃણની જેમ રાજ્યને છોડીને તાપસની દીક્ષા લીધી. સંતપુરુષો સદા ભોગમાં રમતા નથી. ૬૬. પોતાના તાપસાચારને સારી રીતે પાળીને આયુષ્ય પૂર્ણ કરીને સુવિશુદ્ધ લેશ્યાવાળો તે વૈરાનુબંધ ખપાવવા તે જ (વ્યંતર નિકાય) ગતિને પામ્યો એમ હું માનું છું. ૬૭. પ્રથમ ચ્યવીને સુમંગલનો જીવ શ્રેણિક રાજા થયો. ઘણાં સુખથી લાલિત કરાયેલી રાજ્યલક્ષ્મીએ એનો પીછો ન છોડ્યો એમ હું માનું છું. ૬૮.
કેટલાક દિવસો પછી સેનક તાપસનો જીવ ત્યાંથી ચ્યવીને જેમ બગલો કમળની નાલમાં ઉત્પન્ન થાય તેમ ચેટક રાજાની પુત્રી ચેલ્લણાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. ૬૯. પુત્ર ગર્ભમાં આવ્યા પછી પૂર્વભવના વૈરથી ચેલ્લણા રાણીને જાણે હૃદય માટે શાકિનીનો મંત્ર ન હોય તેવો પતિના માંસભક્ષણનો સુઘોર દોહલો ઉત્પન્ન થયો. ૭૦. પીડિત થયેલી પણ રાણીએ દોહલાની વાત કોઈને ન કરી. પુછ્યા વિના તેવા પ્રકારનું પાપ પતિદેવની આગળ જણાવવું શક્ય નથી. ૭૧. જેમ બખોલમાં અગ્નિ રહ્યો હોય પછી વૃક્ષને સારી રીતે પાણીથી સિંચવામાં આવે તો પણ સુકાય છે તેમ દોહલો નહીં પૂરાવાથી સારું ભોજન કરતી હોવા છતાં રાણી સૂકાવા માંડી. ૭ર. ગર્ભમાં પાપી જીવ આવ્યો છે એમ જાણીને તેણીએ પાડવા વિવિધ ઉપાયો કર્યા તો પણ ગર્ભ પડ્યો નહીં કેમકે નિરુપક્રમ આયુષ્યનો ક્ષય થતો નથી. ૭૩.