________________
0
અભયકુમાર ચરિત્ર શોધનારો એકેક અક્ષરને તપાસે તેમ વિચક્ષણ અભયે ક્રમથી નીકળતા દરેક લોકોના મસ્તક, મુખ સર્વ સ્થાનોની તપાસ કરાવી. ૪૬. એ પ્રમાણે નિપુણતાથી દરેક મનુષ્યની તપાસ કરતા હતા ત્યારે આહિર૫ત્રીના વસ્ત્રમાં બાંધેલી શ્રેણિક રાજાની વીંટી જોવામાં આવી. કેમકે સારા ભાવથી કાર્ય કરનારને અવશ્ય સિદ્ધિ થાય છે. ૪૭. અભયે આહિર પુત્રીને કહ્યું તે રાજાની વીંટી કેવી રીતે ચોરી. અરે ! તું સ્વયં વયમાં નાની લાગે છે પણ તારું પરાક્રમ મોટું છે. ૪૮. બે કાનમાં આંગડીઓ નાખીને આહિર૫ત્રીએ કહ્યું : હે દેવ! મેં વીંટી ચોરી કે ચોરાવી નથી. અથવા ચોરવા માટે ભ્રકુટિથી બીજાને સંજ્ઞા કરી હોય તો સકલ લોકપાલ અને દશેય દિશાના નાથ મારી ચેષ્ટાને જાણે છે. અથવા તે વિભુ! વિષમ દિવ્યને કરીશ અથવા પરીક્ષા કરનાર દેવતાનો સ્પર્શ કરી તમને ખાતરી કરાવી આપું. ૫૦. ખરેખર! શરીરનું ગૌરપણું સુસંસ્થાન, લાવણ્ય, સારા બાંધાથી યુક્ત આહિરપુત્રીને જોઈને પિતાને રાગ થયો છે નહીંતર આના વચનમાં આટલી નિર્ભયતા કેવી રીતે હોય? ૫૧. એમ જાણવા છતાં પણ મંત્રી શિરોમણિએ કહ્યું : હે સુંદરી! તે સાચું કહું તો પણ આવા પ્રકારના ચોરીનો માલ દેખાવાથી હું તને કેવી રીતે છોડી શકું? પર. તો પણ તું રાજા પાસે આવ. રાજાને કુશળ જાણીને બધું સારું કરાશે એમ આશ્વાસન આપીને અભય તેને રાજા પાસે લઈ ગયો. કેમકે સુપુત્રો પિતાનું ઈષ્ટ કરનારા હોય છે. ૫૩. રાજાએ પ્રણામ કરતા અભયને પુછ્યું : હે બુદ્ધિરૂપી કમલિનીને વિકસવા માટે સૂર્ય સમાન પુત્ર! તે સંશય વિના ચોરના સરદારને શોધી કાઢયો છે નહીંતર તારા મુખ ઉપર કાન્તિ કયાંથી હોય! ૫૪. અભયે જલદીથી કહ્યું : હે તાત! આ ચોરી પકડાઈ ગઈ છે. કામદેવને જીતનારી, ચોરના વૃંદમાં શિરોમણિ આણે તમારા મનની સાથે મુદ્રાને ચોરી લીધી છે. પ૫. ત્યારે કંઈક હસીને રાજાએ કહ્યું : હે સુપુત્ર ! આ તારી વાત નક્કીથી સાચી છે. આ સ્ત્રીને હું પરણવા ઈચ્છું છું. નીચકુળમાંથી પણ સ્ત્રી રત્ન મેળવાય છે. ૫૬. દુર્ગધાના ભયભીત થયેલ માતાપિતાને બોલાવીને અભયકુમારે કહ્યું : તમારી પુત્રીએ રાજાની વીંટી ચોરી છે. લોભથી જીવ કયું પાપ ન કરે? ૫૭. જો રાજાને પુત્રી પરણાવશો તો તમારો છુટકારો થશે નહીંતર નહીં. યોગ્ય વિચાર કરીને જલદી નિર્ણય જણાવો કેમકે સંતાનના અપરાધમાં પિતા દંડને પાત્ર બને છે. ૫૮. રાજા શક્તિથી કે ભક્તિથી પુત્રીને ગ્રહણ કરશે તેથી સામે ચાલીને આપીએ એજ સારું છે. હસવામાં કે રડવામાં આ અવશ્ય મહેમાન થવાના છે તો પછી હસતા રહેવામાં મજા છે. ૫૯. એમ વિચારીને માતાપિતાએ અંજલિ જોડીને કહ્યું છે પ્રભુ! આ વસ્તુ નક્કીથી રાજાની છે જેમ કાગડાના માળામાં કોયલ મોટી થાય તેમ આ ફક્ત અમારા ઘરે મોટી થઈ છે. ૬૦. અને વળી – રાજા પુત્રીનો વર થતો હોય તો ત્રણ ભુવનમાં અમને શું શું નથી મળ્યું? અમને હમણાં નવ નિધાન અને ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ છે. ૬૧. રાજા અમારી પુત્રીને પરણશે એવો સ્વપ્નમાં પણ અમને મનોરથ નથી થયો. અહીં શું કોઈ કયારેય ક્યાંય નારીનો પતિ દેવ બને એવી સંભાવના કરે? ૬૨. ભાગ્યના યોગથી આ પુત્રીને ગ્રહણ કરો. રાજ્યલક્ષ્મી સમાન પુત્રીની સાથે રાજાનો સંગમ થાઓ. જેમ કાશ્યપમુનિ રાજાના સસરા થયા હતા તેમ અમે રાજાના સસરા થઈશું. ૬૩. શ્રેણિક રાજા ઘણાં હર્ષથી આહીર પુત્રીને પરણ્યો. પૃથ્વી પર આવી સ્વેચ્છા રાજાઓને જ શોભે. રાજાએ સારા કુળમાં ઉત્પન્ન થયેલી ચેલ્લણા વગેરે દેવીઓમાં આને અગ્રેસર કરી. પ્રેમના અનુરાગથી આ લોક કુળને જોતો નથી. ૬૫.
તેની સાથે પાંચેય પ્રકારના મનોહર વિષયસુખોને પ્રીતિથી ભોગવતા જેમ શિયાળાના દિવસો જલદીથી પસાર થાય તેમ રાજાના આઠ વરસ લીલાથી પસાર થયા. દ. જેમ ઈન્દ્ર મહારાજા રંભાદિ