________________
સર્ગ-૪ પણ ચોરી, પરસ્ત્રીગમન કે બીજું કોઈ પાપ મેં ક્યારેય કર્યું નથી નહીંતર ઉત્તમ સાધુ સેવા કેવી રીતે કરી શકત. ૮૬. અને તું જ કહે જો મેં ત્યારે આવા પાપો કર્યા હોત તો આવા પ્રકારના દેવલોકના ઐશ્વર્યને કેવી રીતે મેળવત? શું જવના બીજમાંથી શાલિની નિષ્પત્તિ થાય? ૮૭. ત્યારપછી તેઓએ આવીને અભયકુમારને ચોરનું સ્વરૂપ જણાવ્યું. જેમ કે- હે પ્રભુ! તે ધૂર્તોનો પણ ધૂર્ત છે જેણે લીલાથી તેવા ઉપાયોથી અમને ઠગ્યા છે. ૮૮.
આ બાજુ ચમત્કાર પામેલ ચોરે લાંબા સમય સુધી પોતાના ચિત્તમાં ચિંતા કરી કે જો તે વખતે જીવનદોરી સમાન જિનેશ્વરનું વચન મારા કાનમાં પડ્યું ન હોત તો નરક સમાન અનેક પ્રકારના સેંકડો યાતનાઓથી ભરેલા ઘણાં દુઃખો ભોગવીને હું યમના દરબારમાં પહોંચ્યો હોત. લાંબા સમય પછી પણ અમારા જેવા ચોરોનું અવસાન આવા પ્રકારે થાય છે. ૯૦. તીર્થંકર પરમાત્માના વચનરૂપી અમૃતને છોડીને મેં ચોરના વચનરૂપી મહાવિષનું પાન કર્યુ. અત્યંત સુગંધી કેરીને છોડીને ઊંટ શું કડવો લીમડો નથી ખાતો? ૯૧. હા! પિતાએ જિનેશ્વરના વાક્યરૂપી અમૃતના પૂરના પાનથી મને વંચિત રાખ્યો અને આવી અવસ્થાને પામ્યો. છૂટી જાઉ તો પ્રભુનો શિષ્ય થાઉં ખરેખર જેઓએ બાળપણથી પણ પ્રભુનું શરણ સ્વીકાર્ય છે તે જ ધન્ય પુરુષો પુણ્યનું ભાજન છે. ૯૩.
આ બાજુ અભયે વિચાર્યું કે ઘણાં ઉપાયોથી ચોર ચોર રૂપે સિદ્ધ કરી શકાયો નથી તેથી વીર જિનેશ્વરને પૂછું. હાથમાં કંકણ હોય તો દર્પણનું શું પ્રયોજન છે? ૯૪. અભયે વરપ્રભુની પાસે પહોંચીને પ્રણામ કરી અંજલિ જોડીને પૂછ્યું : શંકાના સમૂહરૂપી અંધકારને છેદવા સૂર્ય સમાન હે સ્વામિન્ ! આ ચોર છે કે નહીં? ૯૫. કેવળજ્ઞાનરૂપી જ્યોતિથી સર્વ વસ્તુ સ્તોમને પ્રકાશિત કરનાર વીર જિનેશ્વરે તેને કહ્યું ઃ પૂર્વે તે ચોર હતો હમણાં મારો શિષ્ય છે. આ જગતમાં ચોર કે દાનીની કયાંય ખાણ નથી. ૯૬. નાથને પ્રણામ કરીને ઘરે આવીને અભયે જલદીથી રાજા પાસે રોહિણેયને કારાગૃહમાંથી છોડાવ્યો. અથવા સંસારરૂપી જેલમાંથી પણ તે છોડાવાય છે. ૯૭. રૌહિણેય પણ જિનેશ્વરની પાસે જઈને નમીને વિનયથી આ પ્રમાણે કહ્યું : હે પ્રભુ! એક યોજન પ્રમાણ વિસ્તારમાં પ્રસરતી તમારી વાણી જગતમાં જય પામો. ૯૮. નંદાપુત્રની બુદ્ધિરૂપી દુર્ધર કુટપાલકો વડે સમર્થ રાજાઓ પણ બંધાયા છે તેના કુટપાશમાં આ હરણ પણ પડ્યો. જો તમારી વાણીરૂપી કાતર ન મળી હોત તો તે પાશોને કેવી રીતે છેદી શકત? ૯૯. હે પ્રભુ ! હું તમારી વાણીની શ્રદ્ધા કરતો ન હતો છતાં પણ જેમ તમારી વાણીનું પાન કરીને મરણમાંથી છુટ્યો તેમ હવે પછી જન્મ જરા વગેરે સંકુલ સમાન ભવમાંથી મુકાઉં તેમ કરો. ૪00.
તેના ઉપર કરુણા વરસાવતા પ્રભુએ તેને સમ્યકત્વમૂલ યતિધર્મનો આદેશ (ઉપદેશ) કર્યો. કિરણોના સમૂહથી વિશ્વને ઉદ્યોત કરતો સૂર્ય શું ચાંડાલના ઘરને છોડી દે? અર્થાતુ ન છોડી દે. ૪૦૧. હે પ્રભુ! જો હું વિરતિને યોગ્ય હોઉં તો મને જલદીથી વિરતિ આપો. એમ વિનંતિ કરતા રૌહિણેયને ભગવાને કહ્યું છે ભદ્ર ! તું નક્કીથી દીક્ષા લેવાને યોગ્ય છે. ૨. હું તમારી પાસે વ્રત લઈશ પણ તે પૂર્વે રાજાની આગળ મારે કંઈક નિવેદન કરવું છે. એમ બોલતા રોહિણેયને રાજાએ કહ્યું ઃ હે પૂજ્યતાના ભંડાર ! શંકા મૂકીને જણાવ. તેણે કહ્યું : હે પૃથ્વીશ્વર ! તમારા વડે જે ચોર સંભળાયો છે તે રૌહિણેય હું જ છું બીજો કોઈ નથી. જેમ કામદેવ ચારિત્ર રત્નને લૂંટે છે તેમ મેં તમારું આખું નગર લુંટયું છે, હે રાજનું! જેમ ગારડિક મહાગારુડ વિદ્યાથી નાગને વશ કરે તેમ વિપત્તિને દળી નાખનારી પરમાત્માની વાણી સાંભળીને મેં અભયકુમારની બુદ્ધિને જીતી લીધી. ૫. તેથી હે રાજનું! પોતાના કોઈ વિચક્ષણ પુરુષને મોકલો તો હું તેને ચોરીનો માલ