________________
સર્ગ-૪
૯૫
૪૬. કોઈ કાર્યથી નગરમાં આવ્યો હતો અને થાકી ગયેલ હું દેવકૂલમાં સૂતો હતો. સ્વયં સદાચારી હોવા છતાં પણ નિર્ધન એવા મને કોણ પોતાના ઘરમાં આશરો આપે ? ૪૭. હે રાજન્ ! રાત્રિનો કેટલોક ભાગ પૂરો થયા પછી ઉઠીને હું પોતાના ઘર તરફ જવા પ્રવૃત્ત થયો કેમકે બુદ્ધિ ભવિતવ્યતાને અનુસરે છે. ૪૮. દંડપાશિક મને પકડવા દોડયો ત્યારે હું પોતાના ભંગને અને શ્રદ્ધાને અવગણીને જલદીથી કિલ્લાને ઉલ્લંઘવા કૂદકો માર્યો. જેમ વિહ્વળ કૂવામાં પડતો તણખલાને પકડે તેમ કોઈપણ જાતની ઈજા નહીં પામતો હું નગરની બહાર પડ્યો અને માછલાની જેમ આરક્ષકો વડે પકડાયો. પાપના ઉદયવાળો જે જે વ્યવસાય કરે તે તે નિષ્ફળ થાય. ૫૦. હે દયાનિધિ દોષ વિનાનો હું ચોરની જેમ અતિ નિર્દયપણે બાંધીને તમારી પાસે કેવી રીતે લવાયો ? અથવા તો અહીં મારા કર્મનો જ અપરાધ છે. ૫૧. આને છોડી દેવો કે નિગ્રહ કરવો તેનો નિર્ણય કરવા તેને કારાગૃહમાં નાખીને તેણે કહેલ ગામમાં તપાસ કરવા રાજાએ પોતાના માણસને મોકલ્યો. ૫૨.
ગામના લોકોને પોતાના વિશ્વાસુ બનાવીને રોહિણીયાએ પોતાની સુરક્ષાની બધી તૈયારી કરી રાખી હતી. કેટલાક દુષ્ટ ચિત્તવાળા પોતાના સુખ માટે પાણી પહેલા પાળ બાંધે છે. ૫૩. રાજાના માણસે ગામલોકોને પૂછ્યું ત્યારે ગામલોકે કહ્યું કે નક્કીથી દુર્ગચંડ અહીંનો રહેવાસી છે પણ આજે કયાંક ગયો છે. ઘરે બેઠેલાને કયાંય પેટપૂરતી થતી નથી અર્થાત્ ન કમાય તો પેટ કેવી રીતે ભરાય ? ૫૪. ગામલોકોએ જે કહ્યું હતું તે માણસે યથાસ્થિતપણે રાજાની આગળ નિવેદન કર્યું. પછી અભયકુમારે વિચાર્યું : અહો ! ચોરની પણ સુગૂઢ મંત્રતા કેવી છે ! ૫૫. પછી અભયકુમારે આકાશને અડતો, સાતમાળવાળો, વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત, સુવર્ણની ભીંતવાળો, ઉપર મનોહર ચંદરવા છવાયેલ, કિરણોથી આકાશના ઉદરને પૂરી દેતો. સુરાંગના સમાન વિલાસિનીઓ અને સારા કંઠવાળા ગાંધર્વો જેમા રાખવામાં આવ્યા એવો મહેલ તૈયાર કરાવ્યો રાજાઓએ ચિંતવેલું કાર્ય શું સિદ્ધ થતું નથી ? તેના વૃત્તાંતને જાણવા દારૂ પીવડાવીને, બેભાન કરીને, ઉત્તમ વસ્ત્રો પહેરાવીને, ક્ષણથી તેને શય્યામાં સુવડાવ્યો. ૫૮. ક્રોધી, વ્યસની, રોગી, પ્રિયાનો રાગી, દારૂપીનાર, મરણ પથારીએ પડેલના ચિત્તમાં રહેલું રહસ્ય જલદીથી જ પ્રગટ થાય છે. ૫૯. ક્ષણ પછી દારૂનો નશો ઉતર્યો ત્યારે ઉઠીને ચોરે ત્યાં સર્વ વસ્તુનું નિરીક્ષણ કર્યુ. જેમ અરણ્યવાસી નગરની શોભા જોઈને વિસ્મય પામે તેમ વિસ્મિત થયો. ૬૦. શું આ ઈન્દ્રજાળ છે ? શું આ મતિનો ભ્રમ વિભ્રમ છે ? શું આ બીજું કોઈ અલૌકિક સ્વપ્ન છે ? જેટલામાં તેણે આ પ્રમાણે વિચાર્યું તેટલામાં મનુષ્યના સમૂહે કહ્યું : હે પ્રભુ ! સૂર્ય અને ચંદ્ર સુધી જીવો, આનંદ પામો. તમે અહીં મહાવિમાનમાં ઉત્તમ દેવ થયા છો. આ અમે તમારો સેવકો છીએ. જેટલામાં અમે તમને સ્વામીરૂપે ઈચ્છતા હતા તેટલામાં તમે અહીં ઉત્પન્ન થયા છો. ૬૨. હે નાથ ! મનુષ્ય ભવમાં દુર્લભ એવી આ સુરાંગનાઓ તમને સ્વયં પ્રાપ્ત થઈ છે તેથી જેમ તારાઓની સાથે ચંદ્ર આદરથી સુખ ભોગવે તેમ તમે આઓની સાથે · સુખ ભોગવો. ૬૩. એમ ઘણી ખુશામત કરીને એકાએક ગેલને' છોડીને તેની આગળ બધાએ સાથે સંગીત કર્યુ. ખરેખર તમારું આ પ્રમાણે થશે એમ સૂચવ્યું. ૬૪.
એટલામાં સુવર્ણદંડધારી પુરુષની સાથે ત્યાં આવીને અને બંને ભ્રકુટીઓ ચડાવીને કોઈકે ગુસ્સાથી કહ્યું : અરે ! આ તમોએ શું માંડ્યું છે ? ૬૫. ગાંધર્વ વગેરે સંગીતકારોએ જણાવ્યું : હે પ્રતિહાર ! લોકાલોકમાં જેનું પ્રચુર ફળ પ્રાપ્ત થાય છે એવું વિજ્ઞાનનું સર્વસ્વ અમે પોતાના સ્વામી આગળ ઈચ્છા
૧. ગેલ : આનંદ-પ્રમોદભર્યો વર્તાવ