________________
સર્ગ-૪
૯૧ દેવીઓની સાથે ક્રીડા કરે તેમ એકવાર શ્રેણિક રાજા હાર-જીત કરાવે તેવા પાસાઓની રમતથી બધી રાણીઓની સાથે ક્રીડા કરવા લાગ્યો. ૬૭. જે જેના વડે જીતાશે તેની પીઠ ઉપર જીતનારો બળદની જેમ સવારી કરશે એમ પરસ્પર શરત નક્કી થઈ. કારણ કે જુગારમાં રાજા અને રંક સમાન ગણાય છે. ૬૮. બાકીની દેવીઓ જ્યારે જીતી જતી ત્યારે જયનું સૂચન કરવામાં સમર્થ એવા વસ્ત્રના છેડાના ભાગને રાજાની પીઠ ઉપર મૂકતી હતી. કેમકે કુલીનોની સર્વ પણ ચેષ્ટા કુળ અનુસાર થાય છે. દ૯. વેશ્યાપત્રીએ રાજાને જીત્યા ત્યારે બીજી રાણીઓની ઉત્તમ ચણ જોવા છતાં પણ ક્ષણથી રાજાની પીઠ ઉપર આરૂઢ થઈ. ખરેખર ! પોતાનો સ્વભાવ માથામાં (મગજમાં) રહે છે અર્થાત્ સ્વભાવ જતો નથી. ૭૦. હે નાથ ! હું નીચી હોવા છતાં તમારા પ્રસાદથી સ્વતઃ ઉચ્ચપદને પ્રાપ્ત થઈ છું. મને હજુ પણ વધારે ઉચ્ચ સ્થાનને આપો એમ રાજાના પીઠ ઉપર આરૂઢ થયેલી તેણીએ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ૭૧. તીર્થકરના વચનનું સ્મરણ થતા રાજા હસ્યો, પીઠ પરથી નીચે ઉતરીને તેણીએ(દુર્ગધા રાણીએ) પુછ્યું : હે સ્વામિન્ ! તમારે શા માટે હસવાનું થયું? કેમકે કારણ વિના મોટાઓને હસવાનું થતું નથી. ૭૨. રાજાએ કહ્યું ઃ પુનમના ચંદ્રને વ્યાધિનો પ્રકોપ આપનાર મુખકમળને ધારણ કરનારી હે દેવી ! હું લીલાથી હસ્યો હતો કેમકે પોતાના મિત્રમંડળમાં રૂચિ મુજબ વર્તી શકાય છે. ૭૩. મધુરભાષિણી દેવીએ કહ્યું : હે જિનેશ્વર ! હું સાચાભાવથી તમને પૂછું છું અને તમે મશ્કરીમાં મારા વચનને ઉડાવી દો છો તેથી કૃપા કરીને મને સાચું કહો. ૭૪. હે પ્રિય! જો તમે મને સત્ય હકીકત નહીં જણાવો તો હું વાણીથી જ તમારી સ્ત્રી છું. (હૈયાથી નહીં) એમ તમે કબૂલ કરો એવો આગ્રહ કર્યો. કેમકે સ્ત્રીઓનો આગ્રહ કીડીના આગ્રહ કરતા આકરો હોય છે. ૭૫. પછી પૂર્વજન્મથી માંડીને પીઠ ઉપર આરોહણ કરવા સુધીનો સર્વ વૃત્તાંત જિનેશ્વર ભગવંતે જેમ કહ્યો હતો તેમ તેની આગળ સંભળાવ્યો. ૭૬.
રાજાના મુખથી પોતાના વૃત્તાંતને સાંભળીને તે ધન્યા સંસાર ઉપરથી વૈરાગ્યને પામી. આ સંસાર નિર્વેદનો મોટો હેતુ છે છતાં કોઈ વિરલ આત્માને વૈરાગ્ય થાય છે તે આશ્ચર્ય છે. ૭૭. અહો! જિનધર્મની હિલનાનું પાપ દુરંત છે પૂર્વે આવા પ્રકારનું શ્રાવકકુળ મેળવ્યું હોવા છતાં સમસ્ત હીનકુળોમાં શિરોમણિ એવા વેશ્યાના કુળમાં જન્મ પામી. ૭૮. કસ્તૂરી–સુંદર-ચંદન–કપૂર ના વિલેપનોથી હું સુંગધિ બની પણ વિષ્ઠા-પરુ આદિની દુર્ગધને ટક્કર મારે તેવા વિષમ ભાવોને પામી. ૭૯. જેઓ અજ્ઞાનપણામાં મુનિનો દ્રોહ, નિંદા અથવા હિલના કરે છે તેઓ તિર્યંચ અને નરકના ભવોમાં યાતના ભોગવી ચાંડાલ, ડુંબ વગેરે જાતિઓમાં ઉત્પન્ન થાય છે. ૮૦. જેઓ સાધુઓની આશાતનાનું ફળ સારી રીતે જાણે છે છતાં ચારિત્રવંતોની આશાતના કરે છે તો જે તપસ્વિઓ સ્વયંહિંસાદિ પાત્રોમાં રત બનેલા છે તેઓ ચારિત્રવંતોની કઈ અશાતના નહીં કરે? ૮૧. તેથી દુઃખરૂપી વનને બાળવા માટે ચારિત્રને હું ગ્રહણ કરું એમ વિચારીને તેણીએ હર્ષથી રાજા પાસે દીક્ષાની અનુમતિ માગી કેમકે મોટાઓનું ચિંતન તુરત ફળદાયક થાય છે. ૮૨. હે સ્વામિન્ ! તમારી કૃપાથી મારે આ ભવ સારો થયો. હવે હું સંસારથી વિરક્ત થઈ છું તેથી ભવાંતરની સાધના કરીશ કેમકે સત્સંગ બંને ભવને સુધારે છે. ૮૩. કૃપા કરીને મને જલદીથી રજા આપો જેથી હું શ્રીમદ્ મહાવીર પરમાત્મા પાસે શિવસુખને આપનારી દીક્ષા લઉં. કોણ એવો છે જે શક્તિ હોવા છતાં પોતાના બંધનને ન તોડે? ૮૪. રાજાએ કહ્યું જેની બુદ્ધિ રૂપી ચક્ષુઓ ઉઘડી છે એવી હે દેવી! તું જ પૃથ્વી ઉપર પુણ્યનું ભાન છો. તને ધન્ય છે કે જે તે પ્રભુની શિષ્યા થઈશ અથવા કોણ કલ્પવૃક્ષના સેવકપણાને પામે? ૮૫. અમે તત્ત્વને જાણનારા હોવા છતાં પણ પાપી છીએ કાદવના પિંડમાંથી વૃદ્ધ બળદ પોતાને