________________
અભયકુમાર ચરિત્ર
o
૭૦. જેમ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જનારો જીવ સિદ્ધશિલાની નજીક પહોંચે તેમ ક્ષણથી રાજા સમવસરણની નજીક પહોંચ્યો. ૭૧. જ્ઞાનાદિ ત્રણને (દર્શન-જ્ઞાન- ચારિત્ર) પ્રાપ્ત કરીને જેમ ભવ્ય જીવ અહંકારથી નીચે ઉતરે તેમ ત્રણ છત્ર જોઈને રાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો. ૭૨. જેમ જીવ મુક્તિના દ્વાર પાસે પહોંચે તેમ ચાલીને રાજા સમવસરણના દ્વાર પાસે પહોંચ્યો. ૭૩. પછી રાજાએ છત્ર, મુકુટ, ચામર, ખગ અને પુષ્પનો ત્યાગ કરીને મુખશુદ્ધિ કરી. ૭૪. આદરથી એક સાટક (સાંધા વિનાનું) ઉત્તરસંગ કરીને રાજાએ ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૭૫. પ્રભુના દર્શન થયે છતે અંજલિ જોડીને રાજા એક ચિત્ત થયો. કેમકે એકચિત્ત થયા વિના સિદ્ધિ થતી નથી. ૭૬. પ્રથમ ગઢમાં પ્રવેશીને પરિવારથી યુક્ત રાજાએ ત્રણ પ્રકારના દુઃખના (મન–વચન–કાયાના) નાશ માટે ત્રણ પ્રદક્ષિણા આપી. ૭૭. કપાળથી ત્રણ વાર પૃથ્વીને સ્પર્શ કરીને, પ્રણામ કરીને હર્ષને વહન કરતા રાજાએ જિનાધીશની આ પ્રમાણે સ્તવના કરી– ૭૮.
ઝાંખુ દેખનાર વૃદ્ધની જેમ હે પ્રભુ ! હું તમારા કેટલા ગુણોને જોઈ શકું ? તો પણ તમારા બે ત્રણ ગુણોની સ્તવના કરું છું. ૭૯. જન્મ મહોત્સવ સમયે અંગૂઠાથી મેરુપર્વતને કંપાવીને તમોએ ઈન્દ્રને ધર્મમાં નિશ્ચલ કર્યો તેવું તમારું નિર્મળ ચારિત્ર મારા મનને આશ્ચર્યચકિત કરે છે. ૮૦. હે પ્રભુ ! માતા પિતાએ મુગ્ધ ભાવથી તમને નિશાળે ભણવા મોકલ્યા તેમાં પણ હે સ્વામિન્ ! ઈન્દ્રના ભાગ્યને માનું છે કેમ કે તેમ ન થયું હોત તો કેવી રીતે ઈન્દ્રના નામનું ઉત્તમ વ્યાકરણ તૈયાર થાત ? અને પૃથ્વી ઉપર કેવી રીતે પ્રસિદ્ધ પામત ? ૮૨. કુમારપણામાં ક્ષણથી તાડ જેટલા વધતા દેવને મૂઠિ મારીને બાળકની જેમ વામન કરી દીધો તે તો જાણે ગર્વનો ચૂરવાનો તમારો પૂર્વ અભ્યાસ હતો. ૮૩. પ્રાણાંત ઉપસર્ગ કરવા તત્પર થયેલ સંગમ ઉપર ક્રોધ કરવો બાજુમાં રહો પરંતુ ઉલટાનું જેમ ઉનાળામાં સમુદ્રનું પાણી વધે તેમ તમારી દયા વૃદ્ધિ પામી. ૮૪. જેમ મનુષ્ય સતત મનુષ્ય લોકને સેવે છે તેમ હંમેશા બોધિ માટે આવતા જતા દેવોએ આપના ચરણકમળની સેવા કરી. ૮૫. હે પ્રભુ ! જઘન્યથી (ઓછામાં ઓછા) પણ ક્રોડ દેવો આપની સેવા કરે છે અથવા આપના સૌભાગ્યની ઉપમા કયાંય ઘટી શકતી નથી અર્થાત્ આપ નિરુપમ છો. ૮૬. હે જિનેશ્વર દેવ ! ભમરાઓ જેની આસપાસ ગુંજારવ કરી રહ્યા છે એવા બીજી વસ્તુ હમણાં બાજુ પર રહો પણ ભુવનમાં તમારી અદ્ભૂત લક્ષ્મીને જોઈને ખુશ થયેલ આ ચૈત્યવૃક્ષ ફૂલ જેવા મનોહર રંગબેરંગી ભમરાઓની સાથે મંદ મંદ પવનથી ચાલતી ડાળીઓરૂપી ભુજાથી નક્કીથી નૃત્ય કરે છે. ૮૮.
આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની સ્તવના કરીને રાજાએ સર્વ પણ મુનિઓને હર્ષથી નમન કર્યા કેમકે મુમુક્ષોએ સર્વવિરધિધર સાધુઓને પૂજવા જોઈએ. ૮૯. પછી રાજા પરિવાર સહિત વૈમાનિક દેવોના સમૂહની પાછળ બેઠો કારણ કે મોટાઓ કરતા બીજા વધારે મોટા હોય છે. ૯૦. તથા જિનેશ્વરને નમીને અભયકુમાર વગેરે કુમારો શ્રેણિક રાજાની પાછળ બેઠા સુપુત્રો પિતાને અનુસરનારા હોય છે. ૯૧. સામંત, સચિવ, શ્રેષ્ઠી, સાર્થવાહ વગેરે લોકો યથાસ્થાને બેઠા કેમકે નીતિ બલવતી છે. અર્થાત્ નીતિ અનુલંઘનીય છે. ૯૨. ત્રણ જગતના સ્વામીએ સર્વભાષાને અનુસરનારી યોજન સુધી પ્રસરતી વાણીથી ધર્મદેશના કરી. ૯૩.
જેમ અમાસની રાત્રિએ ચાંદનીના દર્શન થતા નથી તેમ ચારગતિરૂપ દુઃખથી ભરેલા સંસારમાં લેશપણ સુખના દર્શન થતા નથી. ૯૪. જેમ ઔદારિક શરીરમાં વાત–પિત્ત અને કફને કારણે ત્રણ પ્રકારની વેદના હોય છે તેમ નરકમાં ત્રણ પ્રકારની વેદના' હોય છે. ૯૫. સર્વ નરક પૃથ્વીઓમાં સહજ (ક્ષેત્રકૃત) વેદના થાય છે. છઠ્ઠી નરક સુધી પરસ્પરકૃત વેદના છે અને ત્રીજી નરક પૃથ્વી સુધી પરમાધામીકૃત વેદના ૧. નરકની વેદના : (૧) ક્ષેત્રકૃત (૨) ૫૨માધામી કૃત અને (૩) પરસ્પરકૃત એમ ત્રણ પ્રકારની વેદના નરકમાં હોય છે.