________________
८४
અભયકુમાર ચરિત્ર (કમળ)ના બંધનમાંથી ભમરાને છોડાવ્યો. ર૯. જેમ આ ચંદ્ર, ગોળાકાર, શીતલ અને અતુલ કલાવાળો છે તેવી રીતે જો કલંક વગરનો હોત તો એની તોલે બીજા કોઈ ન આવત. અથવા આ સંસારમાં કોણ પૂર્ણગુણને ધારણ કરનારો મળે? ૩૦.
એટલામાં જેના કાનમાં કુંડલ ડોલી રહ્યા છે. જેનું ગળું હારથી શોભી રહ્યું છે જેના બે સ્તનમંડલ હારથી ઢંકાયેલ છે. જેની બે ભુજા ઉત્તમ કેયૂરથી શોભી રહી છે, જેના કાંડા કંકણાવલિથી શોભી રહ્યા છે. જેની આંગડીઓ વજ જડેલી વીંટીઓના ભરથી શોભી રહી છે, જેના કેડ પરના કંદોરાની ઘુઘરીઓ વાગી રહી છે, જેના પગમાં પહેરેલા નુપૂરો રણઝણાટ કરી રહ્યા છે. જેણીએ સુનિર્મળ રેશમી વસ્ત્રો પહેર્યા છે, જેના વસ્ત્રો વિલેપનની સુગંધથી મહેકી રહ્યા છે. જેણીએ હંસલીની ગતિનો પરાભવ કર્યો છે એવી વધુ સુંદર વાસઘરમાં પ્રવેશી. ૩૩. આમ્રના અંકુરના આસ્વાદથી મત્ત બનેલ કોયલના જેવા મધુર સ્વરવાળી વધૂએ પોતાના પતિને કહ્યું ઃ પૂર્વે જ્યારે હું આવા પ્રકારના સંકટમાં ફસાયેલી હતી ત્યારે પ્રથમ સંભોગ માળીની સાથે કરવો એવું તેને વચન આપ્યું છે. ૩૪. તેથી હે આર્યપુત્ર! ખુશ થઈને મને જલદીથી તેની પાસે જવાની અનુમતિ આપો. જેથી કરીને હું તેની આગળ સત્યપ્રતિજ્ઞાતા થાઉ. મનુષ્યની એક પ્રતિજ્ઞા જ જીવે છે. અર્થાત્ મનુષ્ય પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી તો તે મરેલા જેવો જ છે. ૩૫. તેનું વચન સાંભળીને આ ગંગા નદી જેવી પવિત્ર છે એમ જાણીને હર્ષ પામ્યો. જે આ યુધિષ્ઠિરની જેમ પોતાનું વચન પાળવા તત્પર થઈ છે. ૩૭. એ પ્રમાણે નિશ્ચય કરીને હર્ષથી તેને કહ્યું : હે પદ્માક્ષી ! તું પોતાની પ્રતિજ્ઞા સાચી કર. ઘણું કરીને લોકનું બોલેલું વચન ન બોલાયેલ વચન સમાન કરાય છે. સત્યના રાગી પાંચ કે છ હોય છે. ૩૮. જેમ સમુદ્રમાંથી લક્ષ્મી નીકળે તેમ વાસઘરમાંથી નીકળીને કેટલામાં ક્ષણથી ચાલી તેટલામાં આગળ ચોરો મળ્યા. તેથી અમે માનીએ છીએ કે કુદંડમાં ચાર પુરુષો ગોઠવવામાં આવ્યા હતા. ૩૯.
અમે સારા શકનોથી નીકળ્યા છીએ જેથી અહીં સ્વયં જ સાક્ષાત્ નિધાન આવ્યું છે. જલદીથી પકડો પકડો એમ કહીને લૂંટવા ઉદ્યત થયા. ૪૦. એટલામાં લૂંટવા તત્પર થયેલા ચોરોને તેણીએ કહ્યું છે ભાઈઓ ! સાંભળો આ પ્રયોજનથી હું આગળ જાઉં છું. હું પાછી આવું તે વખતે તમે મારા દાગીના લઈ લેજો. તેના સભાવપૂર્વકના વચનને સાંભળીને ચોરોએ તેને જવા દીધી. ૪૧. પાતળ સુધી જેની દષ્ટિ પહોંચેલી છે, ભૂખથી જેની કુક્ષિ સંકોચાઈ ગઈ છે એવા રાક્ષસે મહાબિલાડો જેમ ઉંદરડીને જુએ તેમ આગળ જતી તેને જોઈ. ૪૨. જેમ ઘણું કરીને ઉંદરડી સ્વયં જ કરંડિયામાં રહેલા સાપના મુખમાં પડે તેમ લંઘનથી બળી ગયું છે શરીર જેનું એવા મારા હાથમાં ભાગ્ય જોગે આ સામેથી આવી છે. ૪૩. એમ બોલીને ભક્ષણ કરી જવાની ઈચ્છાથી રાક્ષસે ભયભીત થયેલી હરણીની જેમ તેને પકડી અને પછી પૂર્વે વર્ણન કરેલ શરતથી છોડી દીધી. (અર્થાત્ જેમ ચોરે તેના સદ્ભાવને સાંભળી છોડી દીધી તેમ રાક્ષસે પણ છોડી દીધી.) કેમ કે કાર્યની સિદ્ધિ ઘણા વિદનવાળી હોય છે. ૪૪. માળી પાસે પહોંચીને કહ્યું તે વખતે ફૂલોને ચોરનારી હું નવોઢા તારી પાસે આવી છું. મેં ખરેખર વચન મુજબ મારા કુળને ઉચિત કર્યુ છે. હવે તું તારા કુળને જે ઉચિત હોય તેમ કર. ૪૫. આ સત્યપ્રતિજ્ઞાવતી મહાસતી છે તેથી મારે કુલદેવતાની જેમ વંદનીય છે એમ બોલીને માળી તેના બે પગમાં પડ્યો. શું એક સભાવ પણ ફળતો નથી? ૪૬. હવે પછી તું મારી બહેન છો, ફોઈ છો, માસી છો અથવા તો માતા છો. હે પતિવ્રતા તું સૌભાગ્યવંતી થા અને પોતાના પતિના ઘરે પાછી જા એમ કહીને રજા આપી. ૪૭.
મારું ઉત્તમ ભક્ષ્ય નવોઢા કયારે આવશે? એમ ફરી સ્મરણ કરતો રાક્ષસ જેટલામાં રાહ જુએ છે