________________
સર્ગ-૪
૮૫ એટલામાં જેમ બ્રાહ્મણની શ્રાદ્ધતિથિ આવી પહોંચે તેમ શીલવંતી શ્રેષ્ઠવધૂ ક્ષણથી ત્યાં આવી પહોંચી. ૪૮. નવોઢાએ રાક્ષસને કહ્યું હે પુણ્યશાળી ! ધર્મ ઉપાર્જન કરવાના હેતુથી માળીએ મને છૂટી કરી દીધી છે. તેની વાણી સાંભળી રાક્ષસને જેમ યુદ્ધમાં ભટ્ટના ઉભટ્ટ વચનથી પૌરુષ ચડે તેમ અતુલ પૌરુષ ચડ્યું. ૪૯. દેવ હોવા છતાં પણ આ શું માળીથી હલકો થાઉં? શું અહીં મારી થોડી પણ માણસાઈ ચાલી ગઈ છે? એમ બોલી નમીને તેણે રજા આપી. તે પોતાના ઘરે જા અને ચિરંજીવિની થા. ૫૦.
હવે જેમ પોતાની રાજ્યલક્ષ્મી સામે આવીને પાંડવોની પાસે આવી તેમ તે જે દિશામાં ચાલી તે દિશામાં ઉત્સુકતાથી રાહ જોતા ચોરોની દષ્ટિ તેના ઉપર પડી. ૫૧. માળી અને રાક્ષસ એ બે જે રીતે તેને છોડી દીધી તે સર્વ ચોરોની પાસે જણાવ્યું. પૂર્વે જે ઉપાયથી શીલનું રક્ષણ થયું છે તે ઉપાયને શું બુદ્ધિમાનો ફરી ન કરે? પર. એમ તેના વચનથી હૃદયમાં શલ્પિત થયેલા ચોરોએ કહ્યું : શું માળી અને રાક્ષસથી અમે ઉતરતા છીએ? જેથી અમે પોતાના જીવનને ઘાસની જેમ હલકું કરીએ. પ૩. પ્રણામ કરી ચોરોએ કહ્યું : તું ઘરે જા, પતિની થા. હેબહેન! તું સુભગ છે. તારાના સમૂહથી શરદઋતુની રાત્રિ શોભે તેમ તું આભૂષણોથી શોભાયમાન થા. (અમારે આભૂષણો નથી જોઈતા.) ૫૪. પતિની આગળ માળી–રાક્ષસ અને ચોરોના વૃત્તાંતને જણાવ્યો. જે બીજાની આગળ સદ્ભાવને જણાવે તે શું પતિની આગળ છૂપાવે ખરી? ૫૫. પછી અત્યંત વિસ્મિત થયેલ પતિ પત્નીની સાથે સુખ ભોગવીને ક્ષણથી રાત્રી પૂરી કરી. કેમકે સુખમાં લીન થયેલની સદા આવી ગતિ હોય છે. ૫૬. ઉદયાચલ પર્વત ઉપર ઐરિકવર્ણ જેવા મોટા સ્થળમાં આગમન થવાને કારણે લાલપ્રકાશને ધારણ કરતો સૂર્ય ક્રાંતિના ભરથી સંપૂર્ણ જગતનું રંજન કરતો ઉદય પામ્યો એમ અમે માનીએ છીએ.પ૭. સદા અમારો શત્રુ પાપી અંધકાર આ પર્વતની ગુફામાં વસે છે તેથી રોષે ભરાઈને સૂર્યે કિરણોથી પર્વતના શિખરોને તાડન કર્યુ. ૫૮. હે પ્રિય ! આ તમારો વૈરી, સ્વભાવથી મલિન, નિબિડપણે બાંધીને મેં પકડીને રાખ્યો છે. એમ નીકળતા ભમરાઓની શ્રેણીના બાનાથી કમલિનીએ સૂર્યને અંધકારનો સમૂહ બતાવ્યો. ૬૦. હું માનું છું કે વિયોગના દાહન્વરને શાંત કરવા ચક્રવાક પક્ષીએ પત્ની ચક્રવાકીને જાતે બિસતંતુને આપ્યું. જ્યારે ઘુવડ વગેરે પક્ષીઓ અંધકારના સમૂહમાં રહ્યા કેમકે સરખે સરખાનો મેળ જામે છે. ૬૧. કમલિનીઓને સર્વાગે બળાત્કારે આલિંગન કરીને તેની ગંધ લક્ષ્મીનું હરણ કરનાર શરીર વિનાનો આ વાયુ ભાગ્યશાળી છે. અહીં બીજી કોઈ રીતે શૂરવીરથી છૂટકારો થતો નથી. ૬૨. દંપતીએ સર્વ પ્રભાતના કાર્યો યથાયોગ્ય રીતે તત્ક્ષણ કર્યા. સંતો પોતપોતાના સમયે કરવાના કાર્યોમાં ક્યાંય પ્રમાદ કરતા નથી. ૬૩. સૂઈને જાગેલ લોક મિત્ર, પત્ની અને પુત્રને આજ્ઞાંકિત, ભક્તિયુક્ત, સુકોમલ, સંપત્તિ વિપત્તિમાં સહભાગી, આદરવાળા જુએ છે તે ધન્યતમ છે. ૪. આ સ્ત્રી તેવી ગુણવાન છે એમ ચિત્તમાં વિચારીને ભાઈવર્ગની સમક્ષ જલદીથી કુટુંબપાલનમાં સ્થાપિત કરી કેમકે ઘણાં કટંબીઓ સ્ત્રીને પ્રમાણ માનનારા હોય છે. ૬૫.
આટલી કથા કહ્યા પછી અભયે લોકોને પૂછ્યું : તમે કહો પતિ-માળી–ચોર અને રાક્ષસ આ ચારમાંથી દુષ્કર કોણ છે? ઈર્ષાળુઓએ કહ્યું : અનંતબુદ્ધિના ભંડાર પતિ જ દુષ્કર છે. ૬. સુંદર રૂપથી શોભતી, તત્કાળ પરણાયેલી, સુભગ, નહીં ભોગવાયેલી પત્નીને રાત્રિના સમયે બીજા પુરુષ પાસે મોકલી તે પતિને ધન્ય છે. કારણ કે આવા કાર્ય કરતા પોતાના પ્રાણનું દાન દેવું સુકર છે. ૬૭. આવું અનુચિત વર્તન કરવા ઈચ્છતી પત્ની અમારા જેવાઓને મળી હોત તો ગુસ્સાથી ખદિરની લાકડી લઈને તેને એવી રીતે મારત કે છ માસ સુધી ખાટલામાં પડી રહેત. ૬૮. એના ઉત્તરને નહીં સહન કરનાર પ્રતિવાદીઓની