________________
અભયકુમાર ચરિત્ર
૮૨ મહેલના ઉધાનમાં કેરીના ફળો છે. શું કૃત્રિકાપણ' માં કોઈ વસ્તુનો ત્રાટો હોય? ૯૦. પછી ચાંડાલ દિવસે ઉધાન પાસે જઈને સુંદર પાકેલા કેરીના વૃક્ષો જોયા. ચોર દિવસે સારી રીતે વસ્તુનું નિરીક્ષણ કરી લે છે જેથી રાત્રે સહેલાઈથી ચોરી શકાય. ૯૧. ચાંડાલ રાત્રે ઉદ્યાન પાસે ગયો. અવનામી વિધાથી કેરીઓ તોડી લીધી. ૯૨. પછી ઉન્નામિની વિદ્યાનું સ્મરણ કર્યું. એટલે તરત ડાળીઓ મૂળ સ્થિતિમાં થઈ ગઈ. જાણે ઘણા પુણ્યના પ્રભાવથી કારાગૃહમાંથી ન છૂટી હોય તેમ ઘણા હર્ષને પામી. ૯૩. જેમ સરોવરમાં કમળો કપાઈ જતા જેવી શોભા લાગે તેવી લણી લીધેલા ફળોના કારણે ઉદ્યાનની શોભાને જોઈને ચેલણા ચિત્તમાં વિષાદ પામી. ૯૪. તે વખતે પ્રિયા ચલ્લણાએ પતિને કહ્યું ઃ કોઈ ઉદ્યાનના આમ્ર ફળોને ચોરી ગયો છે તેથી હે આર્યપુત્ર! અલંકાર અને વેશ વિનાની વિધવા સ્ત્રીની જેમ શોભતું નથી. ૯૫.
ત્યારે રાજાએ નંદાના પુત્રને આદેશ કર્યો છે અદ્ભુત બુદ્ધિનિધાન ! જલદીથી ચોરને શોધી કાઢ. આવા પ્રકારના દેવી શક્તિ ધરાવનાર ચોરથી અંતઃપુરમાં વિપ્લવ થવાનો સંભવ છે. ૯૬. અભયે કહ્યું : હે તાત ! કથાનો વિસ્તાર કરાય છે પણ પ્રભુતાનો વિસ્તાર કરાતો નથી જેમ ભંડારમાં રાખેલી વસ્તુ તરત કાઢીને અપાય તેમ આંબાના ચોરને હું શોધી આપીશ. ૯૭. ચોરને પકડવાની ઈચ્છાથી લોકોના વેશ, વચન, રીતભાત વગેરેનો અભ્યાસ કરવા જેમ વૈદેશિક, કૌતુકી, યુવાન ભમે તેમ ત્રણ, ચાર, કે ઘણાં રસ્તે ભમ્યો. ૯૮. જેમ વૈદ્ય અતિરોગિષ્ટ જીવના શિરાના સ્થાનને પકડી ન શકે તેમ અભયે ઘણાં ઉપાયો કર્યા અને સતત તપાસ કરી તો પણ કેરીના ચોરને શોધી શક્યો નહીં. ૯૯. ચોરને પકડવાની ઈચ્છાથી એકવાર નગરજનો કોઈક સ્થાને સંગીત કરાવતા હતા ત્યાં અભયકુમાર પહોંચ્યો કેમકે કાર્યમાં ખેદ નહીં પામતા જીવો પોતાનું કાર્ય સાધે છે. ૧૦૦.
કુમારને ઉત્તમ આસન આપીને લોકે કહ્યું હે દેવ! ઘણી પ્રસન્નતાપૂર્વક ક્ષણવાર આ આસન ઉપર બેસો. સ્વામીનું ગૌરવ કોણ ન કરે? ૧૦૧. આસન ઉપર બેસીને અભયકુમારે કહ્યું : હે લોકો જ્યાં સુધી નટો ન આવે ત્યાં સુધી મારી કથા સાંભળો કેમકે બુદ્ધિમાનો એક ક્ષણ પણ વિનોદ (આનંદ) વિના બેસતા નથી. ૨. અંજલિ જોડીને નગરજનોએ કહ્યું : હે પ્રતિભાના બૃહસ્પતિ ! તમે મોટી કૃપા કરી. પુણ્યોદયથી તમારી વાણી સાંભળવા મળી. શું ભાગ્યહીનને ઘરે રત્નની વૃષ્ટિ થાય? ૩. અભયે કથા કહેવાની શરૂઆત કરી- જેમકે.
પહેલાં ઉદ્યાન-વાપી-સરોવર-પ્રપા-પ્રાસાદ–ઘર– અને સેંકડો દુકાનોથી યુક્ત વસંતપુર નામનું નગર હતું. જેમાં કૃતજ્ઞ, કરુણાળુ, પરોપકારી, વિનયી, વિચક્ષણ, ઔદાર્ય, ગાંભીર્ય, સુધેર્ય, દાક્ષિણ્ય, સરલાશય વગેરે ગુણોને ધરનાર લોક વસતો હતો. ૫. તે નગરમાં જીર્ણ નામનો શ્રેષ્ઠિ વસતો હતો. કર્મના ઉદયથી તેનો સર્વભવ નાશ પામ્યો હતો. જે દિવસે તેને ભોજનની પ્રાપ્તિ થતી તે દિવસે તેના ઘરે હર્ષથી મહોત્સવ મંડાતો ૬. શેઠને લીલાથી ચાલતી લોચનની કીકીથી સુંદર અર્થાત્ મોહક એવી એક જ પુત્રી હતી. યુવાનોના મનમાં કામ વિકાર જગાવનારી હોવા છતાં દરિદ્રતાને કારણે વૃદ્ધ કુમારિકા થઈ. અર્થાત્ મોટી ઉમર થવા છતાં લગ્ન ન થયા. ૭. પિતાએ ગરીબના પુત્ર સાથે ન પરણાવી અને કોઈ ધનવાન વર તેને ન પરણ્યો. કારણ કે લોક વધૂના માતાપિતા પાસે શ્રેષ્ઠ કિંમતી વસ્ત્રોની પહેરામણી ઈચ્છે છે. ૮. વરને અર્થે કામદેવની પ્રતિમાને પૂજવા માટે ઉપવનમાં જઈને દરરોજ ચોરીને પુષ્પો લાવે છે. તેની પાસે
૧. કૃમિકાપણ દેવ અધિષ્ઠિત દુકાન જ્યાં સર્વ વસ્તુઓ મળે, લેનાર વ્યક્તિની કેવી આર્થિક સ્થિતિ છે તેના ઉપર વસ્તુના ભાવ નક્કી થાય. જેમકે ગરીબને રત્નકંબળ પાંચ રૂપિયામાં મળે જ્યારે તે જ રત્નકંબળ રાજાને એક લાખ રૂપિયામાં મળે.