________________
સર્ગ-૩
૬૧ છે. પ્રથમની ત્રણ નરક પૃથ્વીના નરકાવાસો ઉષ્ણ છે. ચોથીમાં કેટલાક નરકાવાસો ઉષ્ણ છે અને કેટલાક શીત છે. છેલ્લી ત્રણ નરક પૃથ્વીના નરકાવાસો અતિશીત છે. ૯૭. કોઈક આત્મા મેરુપર્વત જેટલા બરફના પિંડને જો ઉષ્ણ નરક પૃથ્વીમાં નાખે તો માર્ગમાં પડતા પડતા જ પીગળી જાય છે એટલી ગરમી છે. ૯૮.
અગ્નિ જેવા લાલચોળ મેરુપર્વત સમાન લોખંડનો ગોળો જો શીત નરક પૃથ્વીમાં નાખવામાં આવે તો પડે તે પૂર્વે જ ઠંડોગાર થઈ જાય છે. ૯૯ જેમ શિશિરઋતુમાં પાણીવાળો ઠંડો પવન ફૂંકાયે છતે મનુષ્યને જેવી ઠંડી લાગે તેમ ઉષ્ણ નરક પૃથ્વીમાંથી કોઈ નારકને ઉપાડીને ખદિરના અંગારાથી ભરેલા કુંડમાં નાખવામાં આવે તો શંકા વિના પરમ સુખને અનુભવે એટલી ઠંડી લાગે. ૩૦૦-૩૦૧ કોઈક શીતલ નરકાવાસમાંથી નારકને ઉપાડીને માઘ માસમાં વરસાદ વરસે છતે શીતલ પવનવાળા નિરાવરણ પ્રદેશમાં એને કોઈક રીતે ધારણ કરી રાખે તો પવન વિનાની ભૂમિમાં જેવી હુંફ અનુભવે તેના કરતા વધારે સારી હુંફને અનુભવે. ૩૦૧-૩૦૩. પૂર્વભવના વૈરને કારણે ક્ષણથી વશ કરાયેલા જંગલી પાડાની જેમ નારકો પરસ્પર યુદ્ધ કરે છે. ૪. જેમ ગુપ્તિપાલકો (જેલના અધિકારીઓ) જેલમાં નંખાયેલ મનુષ્યોને વારંવાર પીડાઓ કરે છે તેમ લોકપાલ નામના યમના સંતાન સમાન ક્રૂર મનવાળા ભવનપતિ નિકાયના પરમાધામી દેવો નરકમાં વારંવાર જઈને સેંકડો આપત્તિઓ આપીને નારકોને વારંવાર ભયંકર ત્રાસ આપે છે. ૬. તે આ પ્રમાણે
નરક ભવના દુ:ખો જેમ યંત્રમાં તાંબાના સળિયાને ખેંચવામાં આવે તેમ કલાદ નામના પરમાધામીઓ સાંકડા મુખવાળા ઘટી યંત્રોમાં ઉત્પન્ન થતા નારકોને સાણસાથી ખેંચીને બહાર કાઢે છે. ૭. જેમ કંસે સુલતાના મૃત પુત્રોને શિલા ઉપર પછાડી પછાડીને ચૂર્યા તેમ પરમાધામીઓએ નારકોના પગ પકડી પકડીને શિલાતળ ઉપર પછાડે છે. ૮. જેમ સુથાર વાંસલાથી લાકડાને છોલે તેમ પરમાધામીઓ નારકોના અંગોપાંગને છેદે છે. જેમ ધોબી ધોકાથી વસ્ત્રોને ધોકાવે તેમ પરધામીઓ પૃથ્વી ઉપર આળોટતા નારકને કૂટે છે. ૯. પથ્થરની જેમ ફોડવામાં આવે છે, કરવતથી જેમ લાકડું વેરવામાં આવે તેમ તેને વેરે છે. દાણાની જેમ ચક્કીમાં પીસવામાં આવે છે. અળદની જેમ દળવામાં આવે છે. ૧૦. કુંભીપાકમાં પકાવાય છે. ચણાની જેમ ભેજવામાં આવે છે. જેમ રાજાના રક્ષકો ગામના ગોકુળને રુંધે છે તેમ પરમાધામીઓ રૂંધે છે. ૧૧. નરકના તાપથી તપેલો નારક જ્યારે છાયાનો આશરો લે છે ત્યારે શાલ્મલિ વૃક્ષમાંથી તલવાર સમાન તીર્ણ પાંદડાઓ વડે તલ-તલ જેવા ટૂકડા કરાય છે. ૧૨. તો પણ તેવા પ્રકારની કર્મની પરાધીનતાથી તેઓના શરીરો પારાના બિંદુની જેમ તëણ ભેગા થઈ જાય છે. ૧૩. તૃષાતુર થયેલા જ્યારે સુસ્વાદુ શીતળ જળની યાચના કરે છે ત્યારે વૈતરણીમાં ઉત્પન્ન થયેલા પરુ વગેરે દુર્ગધી પદાર્થોનું પાન કરાવે છે. ૧૪. પૂર્વભવમાં કરેલા પરસ્ત્રીગમન વગેરે પાપોને યાદ કરાવીને આક્રંદ કરતા નારકોની સાથે અગ્નિ જેવી લાલચોળ પુતળીઓનું આલિંગન કરાવાય છે. ૧૫. આ જીભથી તું જૂઠ વચન બોલ્યો હતો એમ ઉદીરણા કરીને રડતો હોવા છતાં બળાત્કારે સીસાનો રસ પીવડાવાય છે. ૧૬. બીજાનું માંસ ભક્ષણ તને ખૂબ પ્રિય હતું એમ યાદ દેવડાવીને પોતાના માંસને ઉખેડીને ટૂકડા ટૂકડા કરીને બળાત્કારે ખવડાવાય છે. ૧૭. હે નાથ! હે નાથ ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરો એમ કરુણ સ્વરે બોલતા નારકોને યાદ દેવડાવાય છે કે હે પાપીઓ! નિર્દોષ ભયભીત જીવોને મરાવીને તેનું માંસ ભક્ષણ કરેલ તે શું તમે ભુલી ગયા. અથવા જેવું બીજાનું ઈચ્છાય છે તેવું પોતાનું થાય છે. ૧૯. સ્વયં દુઃખ પામલા નારકોને નરકમાં ભયંકર કદર્થના તો છે જ. તે ઉપરાંત વરાકડા નારકોને તાવની અંદર હેડકી સમાન બીજી પરમાધામીઓની કદર્થના વધારાની પ્રાપ્ત થાય છે. ૨૦.