________________
અભયકુમાર ચરિત્ર
૭૨ વિહ્વળ બનેલી નદીઓ કૃશ થઈ. ૭૫. સૂર્યના ઉગ્ર તાપથી સરોવરો અલ્પપાણીવાળા થયા. અથવા જે કાળે તેની જરૂર પડે છે તે કાળે તેની અછત વર્તાય છે. ૭૬. અરે આકરા તાપને કરનાર ગ્રીષ્મઋતુ! તું પોતાનું સલામત સ્થાન શોધી લે, મારી સ્ત્રીઓ (નદીઓ)ને શોષી નાખતો આંખથી કાંઈ જોતો નથી? એમ ઠપકો આપવા ઉદ્યત ન થયો હોય તેમ હાથીના ગર્જરવના બાનાથી ઉનાળાને ગળી જવા સમુદ્ર મોજાને ઉછાળ્યા. ૭૮. ઉનાળાએ સર્વ પણ હરિયાળી અને લતાવેલડીઓને સુકાવી નાખી. અથવા દુર્બળ ઉપર કોણ શૂરવીર ન થાય? ૭૯. ઉનાળો પણ વૃક્ષોની છાયાને દૂર કરવા સમર્થ ન થયો કેમ કે જેઓની જીવનશક્તિ મૂળ સુધી પહોંચેલી છે તેઓને યમ પણ શું કરે? ૮૦. ફક્ત આણે (ઉનાળાએ) જવાસાને લીલોછમ રહેવા દીધો બાકી અહીં (આ સંસારમાં) કૃતજ્ઞથી કોઈ બીજો કોઈને પણ પ્રિય થાય છે ? અર્થાત્ કૃતઘ્ન જીવને કોઈ વહાલો થાય છે? ૮૧. જેમ ઘુવડો ગુફામાં રહીને દિવસ પસાર કરે તેમ તાપથી પીડાયેલ ભેંસ અને ડુક્કરોએ ખાબોચિયામાં પડી રહીને દિવસ પસાર કર્યા. ૮૨. પ્રાણીઓનું જીવિતવ્ય વગેરેનું જાણે અધૈર્ય ન સૂચવતો હોય તેમ કૂતરાએ જીભને વારંવાર ઘણી ચલાવી. ૮૩. તે વખતે કેરીઓ પણ પકવાય છે અને લીંબુ વગેરે ફળો પણ પકાવાય છે, ઉત્તમ અને જઘન્યનો કાળ એકસરખો આવે છે. ૮૪. તે વખતે શિરીષ-પાટલ-કદંબ-મલ્લિકા-કેતકી વગેરે વૃક્ષોના પુષ્પો ખીલ્યા, પોતાને કાળે કોણ ન ખીલે? ૮૫. ઉનાળામાં કપૂર મિશ્રિત ચંદનના રસથી સીંચાયેલ ફુલોના હારોને પહેરવાથી અને કદલીના ઘરોમાં રહેવાથી ધનવાનો સુખી થયા. ૮૬. જેમ મહાપુરુષોની સંપત્તિ સર્વલોકમાં કામમાં આવે તેમ સુગંધિ-શીતલ-સ્વાદિષ્ટ પાણીથી ભરેલી પરબો પણ સર્વસાધારણ થઈ. ૮૭. જેમ પરસ્પરના ઘર્ષણથી કુટુંબમાં ઝઘડો ઉત્પન્ન થાય તેમ પરસ્પર વાંસના ઘસાવાથી મહાદવ ઉત્પન થયો. ૮૮. જેમ સિંહનાદથી હરણિયાઓ ધ્રુજે તેમ દાવાનળના ધ ધ અવાજથી સમસ્ત વનચારીઓ ઘણાં ધ્રુજી ઉઠયા. ૮૯. જોશથી ફુટતા વાંસના તડુ ત અવાજથી પશુઓનું મન ભાંગ્યું અને જેમ ઘણાં કુહાડાના ઘાથી રાજસશાલનું વૃક્ષ પડે તેમ પડ્યા (પલાયન થયા). જાણે કે યમરાજ જિદ્વાથી પક્ષીઓને ગળી જવા ન ઈચ્છતો હોય તેમ અગ્નિ ઊંચે ફેલાતી જ્વાળાઓથી સળગ્યો. ૯૧. આ નવા અગ્નિએ ધૂમાડાના ગોટાથી તારાઓને ઢાંકી દીધા અને ઉછળતા લાલ તણખાઓથી આકાશને લાલઘૂમ કર્યું. ૯૨. અગ્નિ સર્વ સુકા અને લીલા ઘાસ, ઝાડ, લતા વગેરેને બાળવા લાગ્યો. કહ્યું છે કે લુચ્ચો બધું લૂંટી જાય છે. ૯૩. જાણે યમરાજનો બીજો હાથ ન હોય તેમ આ દાવાનળ પગ વગરના ઘણાં પગવાળા અથવા બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણીઓને બાળવા લાગ્યો. ૯૪. આકાશ ધૂમાડાથી ભરાયો. સૂર્ય લાલ અરીસા જેવો થયો. તેનો પ્રકાશ કુસુંભના કિટ્ટા સમાન વર્ણવાળો થયો. ૯૫. જેમ અસંતુષ્ટ મનુષ્ય દશે દિશામાં ભાગે તેમ દાવાનળને કારણે તૃષાથી પીડાયેલ પશુવર્ગ સ્વ-ભૂથની સાથે દશે દિશામાં નાશી ગયો. ૯૬. પશુવર્ગે વેલડીના મંડપને મસળી નાખ્યું. વૃક્ષોના સમૂહને ભાંગી નાખ્યું. મોટી ડાળીઓને મરડી નાખી અને છાણ-લાદને કર્યું. ૯૭. પછી જેમ બાળ તપસ્વી મોટા કષ્ટથી (અજ્ઞાન તપથી) દુર્ગતિના કારણભૂત રાજ્યને મેળવે તેમ તું હાથી(–મેઘકુમારનો જીવ) કાદવથી ભરેલા સરોવરની પાસે પહોંચ્યો. ૯૮. જેમ જન્મથી દરિદ્ર માણસ કંઈક દ્રવ્ય મેળવીને ખુશ થાય તેમ હે મુનિ ! તું કાદવવાળા સરોવરને જોઈને મનમાં ઘણો હરખાયો.
૧. અપદ એટલે પગ વગરના સાપ વગેરે જીવો, ભૂરિપાદ એટલે ઘણાં પગવાળા ખાન ખજૂરા જેવા પ્રાણીઓ, દ્વિપદ એટલે મનુષ્ય અને પક્ષીઓ, ચતુષ્પદ એટલે ગાય, ભેંસ, સિંહ હરણ વગેરે પ્રાણીઓ.