________________
સર્ગ-૩
છે અને કષાયની ઉપશાંતતા છે તે બીજી ભાવ સંલેખના છે. ૫૧.
૭૫
પછી અનશન ગ્રહણ કરવાની ઈચ્છાવાળા મેઘમુનિએ હર્ષથી શ્રી જિનેશ્વરને પ્રણામ કરીને અંજલિ જોડીને પૂછ્યું : પ૨. હે સ્વામિન ! આપની અનુજ્ઞાથી હું અનશન કરવા ઈચ્છું છું. કોઈપણ કાર્યમાં ગુરુની રજા લેવી જોઈએ તો આવા પ્રકારના કાર્યમાં શું વાત કરવી ? ૫૩. પ્રભુએ કહ્યું : સંકલ્પ કરેલ કાર્યને પાર પાડીને પોતાના ધર્મરૂપી મહેલના શિખર ઉપર ધ્વજનું આરોપણ કર. ૫૪. જિનેશ્વરને નમીને, સર્વ ચતુર્વિધ સંઘને ભાવપૂર્વક ખપાવીને મેઘમુનિએ રાજગૃહી નગરીના છેડે આવેલ વિપુલગિર પર્વત ઉપર આરોહણ કર્યું. એથી હું માનું છું કે દેવગતિમાં જવા માટે પ્રથમ પ્રયાણ કર્યું. ૫૬. શિલાતલનું પડિલેહણ કરીને તેના ઉપર બેસીને અનશન કર્યુ. મહાત્માઓની સર્વક્રિયા આદિ–અંતમાં શુદ્ધ હોય છે. ૫૭. પોતાને સ્વયં અનશન કરવાનો ઉત્સાહ હતો વધારમાં પ્રભુની અનુજ્ઞા મળી એટલે શું કહેવું ? એક તો સિંહ હતો અને વધારમાં કવચની પ્રાપ્તિ થઈ. ૫૮. એક પક્ષ સુધી અનશનનું પાલન કરીને તે વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. આવા પ્રકારના જીવોની ગતિ શુભ જ થાય છે. ૫૯. મેઘમુનિએ બાર વર્ષ વ્રતનું પાલન કર્યુ. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્ય ભવ પામી કર્મ ખપાવીને મુક્તિને પામશે. ૬૦.
આ બાજુ શ્રાવકોમાં શિરોમણિ અભયકુમાર બ્રાહ્મ મુહૂર્તો પંચ નમસ્કારનું સ્મરણ કરતો જાગ્યો. ૬૧. વીતરાગ, ચરાચર જગતના જ્ઞાતા, સુરાસુર અને મનુષ્યો વડે પૂજાયેલા શ્રી મહાવીર પરમાત્મા મારા ગુરુ છે તથા ૬૨. જેમ રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ છે તેમ કુળોમાં પણ શ્રાવકનું કુળ ઉત્તમ છે. હું હમણાં શ્રાવક કુળમાં જનમ્યો છું. ૬૩. મેં સમ્યક્ત્વમૂળ બાર વ્રત અંગીકાર કરેલા છે. એમ બોધ પામેલ બુદ્ધિમાનોમાં ઉત્તમ અભયકુમારે હંમેશા આ પ્રમાણે વિચારણા કરી. ૬૪. પછી ગૃહપ્રતિમાનું વંદન–પૂજન કર્યુ અને પ્રતિમાની સમક્ષ વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કર્યું. ૬૫. ધોયેલા વસ્ત્રોને પહેરીને પરિવારથી યુક્ત અભય સવારે નિસીહિનિસીહિ એમ ત્રણ વાર બોલીને જિનમંદિરમાં પ્રવેશ્યો. ૬ ૬. ત્રણ પ્રદક્ષિણા આપીને ત્રણ વાર ભૂમિને મસ્તકથી સ્પર્શીને જિનેશ્વરને નમસ્કાર કર્યો અને મુખકોશને બાંધીને ગભારામાં પ્રવેશ કરીને સુગંધિ મનોહર પુષ્પોથી સર્વ જિનબિંબોને ભક્તિથી પૂજ્યા. ૬૮. જિનેશ્વરની સમક્ષ વિવિધ પ્રકારના નૈવેધો ધર્યા. નવ હાથ દૂર રહી ભૂમિને જોઈને ત્રણવાર પ્રમાર્જન કરીને ૬૯. જિનેશ્વરના મુખ ઉપર દષ્ટિ રાખી, ત્રણ દિશાને છોડીને પ્રમાર્જિત ભૂમિ ઉપર રહીને દેવવંદન કર્યું. ૭૦. ઈરિયાવહિયં પ્રતિક્રમીને નમસ્કાર બોલવાપૂર્વક શ્રેષ્ઠ યોગમુદ્રાથી શક્રસ્તવથી સ્તવના કરી. ૭૧. બે હાથની આંગડીઓને પરસ્પર આંતરામાં સ્થાપીને, કમળના ડોડા જેવી આકૃતિ રચીને પેટ ઉપર બે કોણીને સ્થાપીને આ મુદ્રા રચાય છે. ૭ર. સ્તુતિના સારવાળા સ્થાપના અરિહંત સ્તવાદિથી સિદ્ધસ્તવ સુધીના દંડકો જિનમુદ્રા કરીને કરાય છે. ૭૩. આગળના ભાગમાં બે પગની વચ્ચે ચાર આંગળ અને પાછળના ભાગમાં ચાર આંગળથી ન્યૂન અંતર રાખવામાં આવે છે આ રીતે જિનમુદ્રા કરાય છે. ૭૪. અસાધારણ ગુણોવાળા ઉદાત્ત અને સંવેગ સૂચક સ્તોત્રોથી હર્ષપૂર્વક સ્તવના કરીને મુક્તિ શક્તિ મુદ્રાથી પ્રણિધાન કર્યું. ૭૫. બે હાથની હથેળીઓને કોશાકારપણાથી સમાનપણે જોડીને કપાળ ઉપર અડાળીને કે અડાળ્યા વગર કરાય છે તે મુક્તાશક્તિ મુદ્રા કહેવાય છે. ૭૬. મન–વચન અને કાયાથી ગુપ્ત અભયે વર્ણ—અર્થ અને પ્રતિમા ત્રિકને, છદ્મસ્થ, સમોવસરણ અને મુક્તિ એ ત્રણ અવસ્થાને ભાવતા વિધિપૂર્વક હંમેશા દેવવંદન કર્યું. અને પરિવાર સાથે આ ગુરુ પાસે ગયો. ૭૮. એકસો બાણું સ્થાનોથી શુદ્ધ દ્વાદશવત્ત વંદન કરીને ગુરુની