________________
સર્ગ-૩
બુદ્ધિમાન અભયકુમાર દીપી ઉઠયો.૭.
એ પ્રમાણે શ્રીજિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્રના અભયાંકમાં ધારિણીના દોહલાનું પૂરવું. મેઘકુમારનો જન્મ શ્રી મહાવીર જિનનું આગમન, શ્રેણિકના સમ્યક્ત્વનો સ્વીકાર, અભયનો શ્રાવક ધર્મનો સ્વીકાર, મેઘકુમારની દીક્ષા તેના પૂર્વભવનું વર્ણન, વિજય વિમાનમાં ઉત્પત્તિ અભયકુમારની દિનચર્યાનું વર્ણન સ્વરૂપ ત્રીજો સર્ગ પૂરો થયો.
७७
ચોથો સર્ગ
પિતાની આજ્ઞાથી હંમેશા લીલાથી નીતિપૂર્વક, રાજ્યલક્ષ્મીની ચિંતા કરતા બુદ્ધિમાનોમાં શિરોમણિ નંદાપુત્રની સેવા કરવા શિશિર ઋતુ આવી પહોંચી. ૧. તે વખતે ઉત્તર દિશાના પવનની સહાય પામીને ઠંડીનું મોજું સર્વત્ર પ્રસરી ગયું. આમાં કોઈ આશ્ચર્ય નથી કેમ કે સ્વામીની સહાયથી કોણ કોણ લોકમાં વિલાસ નથી પામતું ? ૨. ઘણી ઠંડીના ભાજન એવા તે કાળમાં રાત્રિનું વૃંદ સતત વધ્યું. જે બેનું પરસ્પર ઐક્ય સધાય છે તે બેમાંથી એકની વૃદ્ધિ થતા બીજાની અવશ્ય વૃદ્ધિ થાય છે. ૩. અમારો સ્વામી સૂર્ય હજાર કિરણોવાળો હોવા છતાં મંદ પ્રતાપી કેમ થયો એમ વિષાદમાં પડેલા દિવસો ખરેખર ઘણાં નાના થયા. ૪. અને ઠંડી પણ સતત એ રીતે પડી જેથી સરોવરના પાણી ઠરીને બરફ થઈ ગયા તો પછી ભાજનમાં રહેલ ઘીની શું વાત કરવી ? ૫. બરફના વરસાદે લક્ષ્મીના નિવાસ સ્થાન કમળોને હેલાથી બાળી નાખ્યા અથવા તો અરે ! બધા જડ (મૂર્ખ) ભેગા થઈને ગુણવાન મનુષ્યનો શું પરાભવ નથી કરતા ? ૬. ઠંડીએ ધાન્યના ઢગલા, ઘાસ, વૃક્ષ અને વેલડીઓને બાળી નાખ્યા. જીવોના શરીરોને ધ્રુજાવી દીધા. સૂર્યોદય થયો ત્યારે દિવસને પામીને કોઈક શીતળ પવન લોકના સુખ માટે વાવા લાગ્યો. ૭. ચંપકની પ્રધાનતાવાળા તેલોથી અમ્બંગિત કરાયેલ, કેસરથી વિલેપન કરાયેલ તાપણાની નજીક રહીને ઠંડીને દૂર કરતા શેઠીયાઓએ સૂખપૂર્વકકાળ પસાર કર્યો. ૮. ભોજન વિનાના, વસ્ત્ર વિનાના હંમેશા સંકુચિત થઈ ગયેલ શરીરવાળા, ઠંડીના મોજાથી પીડાયેલ, ગવૈયામાં શિરોમણિ એવા દરિદ્રના છોકરાઓએ દંત વીણાનું વાદન કર્યું. ૯. ઠંડીથી પીડાયેલ મુસાફરોએ ઠંડી દૂર કરવાનું કારણ સ્ત્રીનું આલિંગન છે એમ સ્મરણ કરીને આલિંગન કર્યું. ૧૦. તાપનું કારણ સૂર્ય છે, પાણીનું કારણ વાદળ છે, ભવનમાં કોઈકનું કોઈક કારણ હોય છે પણ આ ઠંડી પડવાનું કારણ દેખાતું નથી તેથી શું આ ઠંડીને માતા નથી, પિતા નથી ? ૧૧. આ પાપી ઠંડીએ અમારી કદર્થના કરી છે જેથી અમે અમારી ક્રિયા કરવા સમર્થ નથી. આ દુઃખ લઈને કયારે જશે લોકોએ પરસ્પર વાર્તાલાપ કર્યો. ૧૨. અમે વિભુ હોવા છતાં લોક કેવી રીતે ઠંડી વડે દરરોજ કદર્થના કરાય છે ? અમે તેનું રક્ષણ કરવા અસમર્થ એમ ઘણાં ખેદને કરતી સર્વ દિશાઓ રોજ સવારે ગ્લાન પામી. ૧૩. પ્રથમ સૌભાગ્ય ચંદન કપૂર – ચંદ્રની ચાંદની કમળની નાળ અને મોતીની માળામાં હતું. ઠંડી પડવાથી કેસર અગ્નિ અને સૂર્યની પ્રભામાં આવી ગયું કારણ કે સર્વ વસ્તુ પોતાના કાળે મોટાઈને પામે છે. ૧૪. પ્રિયંગુલતાથી સહિત સિંદુવારના ફુલો, તથા કુંદલતાથી સહિત રોધાના ફુલો તે વખતે વાતા અતિશય પવનથી પુષ્પિત થયા. વિભુ (સ્વામી)પવનના પ્રભાવથી કોણ વિકસિત ન થાય ? ૧૫. અવસરના જાણ બ્રહ્માની બીજના હેતુભૂત ગરમી સંચય કરીને ઊંડા કૂવામાં મોટા વડની છાયામાં અને સ્ત્રીના બે સ્તનમાં સંગ્રહ કરીને મૂકે છે. કહેવાનો ભાવ એ છે કે વરસાદ પડે ત્યારે ખેડુત