________________
અભયકુમાર ચરિત્ર
૭૦ કરી રહ્યો છું એવી છટાથી રાજપુત્ર મેઘકુમાર આરૂઢ થયો. ૨૦. જેમ પૂર્વાચલના શિખર ઉપર સૂર્ય આરૂઢ થાય તેમ પૂર્વે મૂકેલ મુખ્ય સિંહાસન ઉપર આરૂઢ થયો. ૨૧. મનુષ્યો વડે વહન કરાતી શિબિકામાં બેઠેલો આ ચિત્તમાં નિશ્ચિલ થયેલ સમવસરણ તરફ ચાલ્યો. ૨૨. પ્રવર વેશ, ફુલોની માળા, ચંદન વગરના વિલેપન તથા વિવિધ આભૂષણોને ધારણ કરતા કુમારના ચક્ષુદોષના નિવારણ માટે (કુદષ્ટિ ન લાગી જાય તેના માટે) કુલમહત્તરાઓએ હર્ષથી વારંવાર લવણોત્તાર કર્યો. ૨૪. ચામર ઢાળનારી સ્ત્રીઓએ ચામર વઝી. બંદિઓએ મોટેથી વિવિધ જયમંગલ શબ્દો ઉચ્ચાર્યા. ર૫. ગાયકોએ અનેક સ્વરમાં સંચારપૂર્વક ગીત ગાયા. વિલાસિનીઓએ હાવભાવથી સુંદર નૃત્ય કર્યું. ૨૬. વાજિંત્ર વાદકોએ બાર પ્રકારના પણ વાજિંત્રો વગાડ્યા ત્યારે બટુકોએ આગળ થઈને ગીતો ગાયા. ૨૭. મેઘકુમારે પણ સ્વયં કલ્પવૃક્ષની જેમ સુવર્ણ અને રૂપ્ય વગેરેનું દાન આપીને લોકનું દારિદ્રય નાશ કર્યુ. ૨૮. મેઘકુમારે દાન આપીને લોકોમાં ભવનો નિર્વેદ, આનંદનો ઉદય, આશ્ચર્યકારી ચિત્તના ચમત્કારને અને શાસનની ઉન્નતિને જલદીથી કરી. ર૯. પિતા શ્રેણિક રાજા અને અભયકુમાર વગેરે ભાઈઓની સાથે મેઘકુમાર સમવસરણમાં પાસે પહોંચ્યો. ૩૦. ત્યાર પછી જેમ કલહંસ માનસરોવરમાં પ્રવેશે તેમ સર્વે પણ મોક્ષના આધારભુત સમવસરણમાં પ્રવેશ્યા. ૩૧. જેમ જ્યોતિષ્ક દેવો મેરુને પ્રદક્ષિણા આપે તેમ તેઓએ પ્રભુને પ્રદક્ષિણા આપી. જેમ ફળથી ભરેલા વૃક્ષો નીચા નમે તેમ ભક્તિમંત પ્રભુને નમ્યા. ૩૨.
પછી પર્ષદાથી સહિત મેઘકુમારના માતાપિતાએ ત્રણ જગતના ગુરુને વિનંતિ કરી. ૩૩. હે સુપ્રભુ! અમારી સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો. શું તમારા સિવાય બીજો કોઈ ઉત્તમ સંપ્રદામ છે? ૩૪. શ્રીવીર જિનેશ્વરે કહ્યું : અમે ગ્રહણ કરીએ છીએ. શિષ્યો પણ અદત્તાદાનને ગ્રહણ કરતા નથી તો ગુરુની શું વાત કરવી? ૩૫. મેઘે પણ કહ્યું : હે પ્રભુ! મને જલદીથી ભવથી પાર ઉતારો. સમુદ્રમાં ડૂબતો કોણ વહાણને મેળવવા ઉતાવળ ન કરે? ૩૬. પ્રભુએ સામાયિક સૂત્રના ઉચ્ચારપૂર્વક વિધિથી મેઘને દીક્ષા આપીને શિક્ષા આપી. ૩૭. હે મુનિ ! તારે યતનાપૂર્વક' સૂવું, યતનાપૂર્વક બેસવું, યતનાપૂર્વક ઊભું રહેવું, યતનાપૂર્વક ચાલવું, યતનાપૂર્વક ખાવું અને યતનાપૂર્વક બોલવું. ૩૮. દેવો તથા દાનવોએ મેઘકુમાર મુનિને વંદન કર્યું. અથવા તો દીક્ષા જગતને પૂજ્ય છે એમાં શું આશ્ચર્ય છે? ત્યાર પછી પ્રભુએ મેઘમુનિને ગણધરને સુપ્રત કર્યો. રાજાનો તો ફક્ત આદેશ હોય બાકીની શિક્ષા અધિકારીઓની હોય. ૪૦.
સાંજે આવશ્યક કરીને મેઘે ગુરુની પાસે સ્વાધ્યાય વાચનાદિકને કર્યું. કેમ કે ક્રિયા ગુરુ સાક્ષીએ કરવાની હોય છે. ૪૧. જેમ રાત્રે દોઢ પહોર ગયા પછી ઘર-દુકાન વગેરેની વહેંચણી કરી દેવામાં આવે તેમ પ્રવર્તકે સાધુઓને સંથારાની ભૂમિ વહેંચી આપી. ૪૨. તેમાં મેઘકુમારને સંથારો કરવા માટે દરવાજા પાસેની ભૂમિ મળી. કેમ કે લાકડું હાથથી માપીને ખરીદાય છે. પણ લટકતાં પીંછાવાળા મોરપીંછથી માપીને નથી ખરીદાતું. કહેવાનો ભાવ એ છે કે સંથારાની ભૂમિ પરિમિત માપથી અપાય છે. ૪૩. જેમ રસ્તામાં પડેલ કમંડલુ ઠેસમાં આવે તેમ તે તે કાર્યના હેતુથી બહાર જતા આવતા સાધુઓના પગની ઠેસ મેઘમુનિને સતત વાગી. ૪૪. જેમ રાત્રીની ચાંદનીમાં કુમુદ પુષ્પોનો સમૂહ જરા પણ બીડાઈ જતો નથી તેમ મેઘકુમાર મુનિ આંખના પલકારા જેટલા કાળ સુધી ઊંઘી શક્યો નહીં. ૪૫. ત્યારે મોહના ઉદયથી આને મનમાં સંકેલેશ ઉત્પન્ન થયો. યોગ્યાયોગ્યનો વિચાર કરવામાં બાધક મોહનીય કર્મને ધિક્કાર
૧. સંપ્રદાન માલિકી ઉઠાવીને જેને દાન આપવામાં આવે તે સંપ્રદાન ૨. યતનાપૂર્વક એટલે જીવ રક્ષાના પરિણામ પૂર્વક.