________________
૬૩
સર્ગ-૩ ઉતરવું, મંત્ર-તંત્રનો પ્રયોગ, ભવિષ્યકથન, તથા વણિકની નિત્ય સેવા, શસ્ત્ર અને શાસ્ત્રમાં કશલપણું. ચિત્રાદિનું આશ્ચર્યકારી વિજ્ઞાન તથા રોગીની ચિકિત્સા વગેરે વ્યવસાયો ફળ આપતા નથી. અર્થાત્ જો પુણ્ય ન હોય તો સઘળા વ્યાપારો નિષ્ફળ નિવડે છે. ૪૩. બીજા કેટલાક ઘરના ચારેય ખૂણામાં ઘણાં પ્રકારે સુધાની પીડાને અનુભવતા હોવાથી તથા હંમેશા ક્રોધી ભાર્યા વડે ખેદ પમાડાતા હોવાથી મુખ લઈને (કોઈને કહ્યા વિના) દૂર દેશાંતર ચાલ્યા જાય છે. અને પછી ત્યાં મરણ પામે છે કેમ કે ખેદથી બીજું કંઈ દુઃખકર નથી. ૪૫. જેમ કોઢવાળા શરીરમાં માખીઓ જાળને રચે છે તેમ પ્રાયઃ વૃદ્ધાવસ્થામાં દુઃખ વિશેષથી જીવને દુઃખી કરે છે. ૪૬. અથવા બુદ્ધિની સાથે શરીરનો સંકોચ થાય છે, ગતિની સાથે બે આંખો નિરંતર મંદ પડે છે. ૪૭. અમારો ગુણ (વર્ણ) સફેદ છે અને તેને કેશોએ ગ્રહણ કર્યો તેથી લજ્જા પામીને દાંત અગાઉથી નક્કીથી ચાલ્યા જાય છે. ૪૮. ક્યારેક હિતની બુદ્ધિથી પુત્રોને જો કંઈક શિખામણ આપે ત્યારે પુત્રો તેને કહે છે– હે વૃદ્ધ! મૌન ધરીને કેમ નથી બેસતો? ૫૦. પુત્રો પિતાને કહે છે– તમે કૂતરાની જેમ ભસ–ભસ કરીને અમારા બે કાન ખાઈ જાઓ છો. ૫૧. તમે અમારા પિતા છો એમ લોકમાં જણાવતા અમે ઘણી લજ્જા પામીએ છીએ. પર. જેના પ્રસાદથી સર્વ સુવર્ણના આભૂષણો પ્રાપ્ત કરનારી પુત્રવધૂઓ તેવી અવસ્થાને પામેલા સસરાને જોઈ જોઈને લાજ કાઢવી તો બાજુ પર રહી, ઉલટાની અવજ્ઞાથી પોતાની નાસિકા મરડીને મુખમાંથી ઘૂ ઘૂ એમ ધૂત્કાર કરે છે. પ૩. પત્ની પણ દિવસમાં એકવાર વધ્યો ઘટયો આહાર લાકડાના પાત્રમાં નાખીને રંકની જેમ આપે છે. અર્થાત્ પતિને ભિખારી સમજીને આપે છે. ૫૪. જેમ ઘૂણ લાકડાને કોરી ખાય તેમ ભૂતા, અતીસાર, પણજ, ક્ષય, કોઢ, તાવ વગેરે રોગો શરીરને નિઃસાર કરી દીએ છે. પ૫. આ પ્રમાણે મનુષ્ય ભવના દુઃખો લેશથી બતાવ્યા અથવા તલમાંથી શ્યામલા કેટલા વીણાય? ૫૬.
દેવભવના દુઃખો જેમ કાચના ટૂકડામાં મણિના ગુણો હોતા નથી તેમ દેવભવમાં પરમાર્થથી નિશ્ચિતપણે સુખનો લેશ નથી. પ૭. તે આ પ્રમાણે- અલ્પ ઋદ્ધિવાળા દેવો બીજાની સંપત્તિ જોઈને શોક કરે છે. દુર્જનની જેમ તેની સંપત્તિ પડાવી લેવા માત્સર્યથી પ્રયત્ન કરે છે. પ૮. જેમ રાવણ સીતાને ઉપાડી ગયો તેમ કેટલાક ગાઢ રાગાંધ દેવો બીજાની રૂપવતી દેવીને ઉપાડી જાય છે. ૫૯. પછી શક્તિશાળી દેવો વડે પ્રહાર કરીને જર્જરિત કરાયેલા જાણે મરવા જેવા ન થયા હોય તેવી છેલ્લી દશાને પમાડાય છે. પરંતુ દેવો અનપવર્ય આયુષ્યવાળા હોવાથી આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી. (આમ છતાં એક વખતના પ્રહારથી તેને છ માસ સુધી વેદના થઈ શકે.) ૬૦. જેમ રાજા કુટુંબી (ખેડૂત– સામાન્યજન)નું સર્વસ્વ હરી લે છે તેમ કોઈ બળવાન દેવ દોષ ઉભો કરીને નિર્બળ દેવનું સર્વસ્વ લૂંટી લે છે. ૬૧. પછી દીનમુખા દેવો તેના બે પગમાં પડીને કરુણ સ્વરે વિનવે છે કે હે સ્વામિન્! પોતાના દાસ ઉપર કૃપા કરો. ૨. ફરી અમે આવો અપરાધ નહીં કરીએ ક્ષમા કરો, મોટાઓનો ક્રોધ નમન સુધી રહે છે. ૬૩. જેમ કાયર પુરુષોના હૃદયો યુદ્ધમાં ભાંગી પડે છે તેમ માળાનું કરમાવું, તંદ્રા, અંગનો ભંગ, ઉદાસીનતા, કલ્પવૃક્ષનો કંપ, કામક્રોધનું વધવું. શ્રી અને લજ્જાનો નાશ વગેરે ચ્યવનના ચિહ્નો જોઈને દેવોના હૈયા ભાંગી પડે છે. ૬૫. જેમ નારકો કુંભમાં વસે છે તેમ સ્વર્ગના સુખોને છોડીને તપેલા લોખંડ જેવી અશુચિની ખાણ માનવની કુક્ષિમાં વસવું પડે છે. ૬ ૬. રત્નમય સ્તંભવાળા મણિની ભૂમિવાળા વિમાનમાં રહીને સર્પના બિલોથી ભરેલી
૧. શ્યામલા : સામો નામનું કાળાવર્ણનું કડ ધાન્ય.