________________
અભયકુમાર ચરિત્ર
તિર્યંચ ભવના દુઃખો અમાપ દુઃખમાંથી નીકળીને ભવાંતરમાં જતા નારકોના જીવો એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રય સુધીમાં ઉત્પન્ન થાય છે. ૨૧. જેમ વાદમાં કુવાદીઓ પરાભવ પામે તેમ વિકસેન્દ્રિયમાં આવ્યા પછી ઘણા દમનને પામે એવા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. અને હંમેશા નપુંસક વેદને અનુભવે છે. ર૨. વિકસેન્દ્રિયના ભવમાં કાયસ્થિતિને જિતવાની (ખપાવવાની) ઈચ્છાથી ભેદન–છેદન–ઘાત વગેરે દુઃખોની અનંત પરંપરાને પામે છે એમ હું માનું છું. ર૩. કાયસ્થિતિ જીર્ણ થયા પછી (ખપી ગયા પછી) અનંતકાળે જીવો નક્કીથી પંચેન્દ્રિય પશુ યોનિમાં ઉત્પન્ન થાય છે. ૨૪. જેમ શેત્રરંજના પટ ઉપર સોગઠીઓ બંધાય છે તેમ તે ભવોમાં પણ જાળ–વારી-દોરડા-પાશ વગેરે બંધનોથી ઘણાં પ્રકારે બંધાય છે. ૨૫. જેમ શાકિનીઓ સર્ષપ (રાઈ)થી તાડન કરાય છે તેમ લોકો વડે આર, અંકુશ, કશ, કંબા, લાકડી વગેરે સાધનોથી કઠોર અને નિર્દયપણે તાડન કરાય છે. ૨૬ જેમ દરજી કાતરથી વસ્ત્રોને કાપે છે તેમ પશુપાલકો તેઓના ગલ-કંબલ પીઠ-વૃષણ-કાન વગેરેને નિર્દયપણે કાપે છે. ૨૭. જેમ જિનાદિની આશાતના કરનારા જીવો કર્મના ભારથી ભરાય છે તેમ ભૂખ-તરસથી પીડાયેલા પશુઓ ગળામાં અને પીઠમાં મહાભારથી ભરાય છે. ૨૮. જેમ નિર્દય લેણદાર કરજદારને પડે છે. તેમ દમન કરવાની ઈચ્છાથી નવ યૌવનને પામેલા પશુઓને લંઘન કરાવે છે. ર૯. જેમ વાંસ તડતડ શબ્દ કરતા અગ્નિમાં સળગે છે તેમ શરણ વિનાના તિર્યચો પ્રલયકાળના અગ્નિ સમાન દાવાનળમાં વારંવાર સળગે છે. ૩૦. સ્વયં જ ભૂખ તરસથી પીડાયેલા તિર્યંચો બીજા લોકો વડે પીડા કરાય છે. અથવા ભાગ્ય દુર્બળનો ઘાતક છે. ૩૧. જેમ ધનવાન ગામડિયો ગામમાંથી નગરમાં આવે છે તેમ દુઃખ અને વેદના ભોગવીને ઘણાં કર્મો ખપાવીને ત્યાંથી નીકળેલા તિર્યંચો મનુષ્યભવમાં આવે છે. ૩૨. તિર્યંચના ભવમાં પણ ગર્ભાવાસ અને યોનિમાંથી નીકળવાના જે દુઃખો અનુભવાય છે તે મનુષ્યના બીજા સર્વ દુઃખોની સાથે સરખાવી શકાય તેમ નથી. અર્થાત્ મનુષ્ય જન્મ અને ગર્ભાવાસના દુઃખો ઘણા આકરા છે. ૩૩. અગ્નિ સમાન મનુષ્યભવના દુઃખો લાલચોળ તપાવાયેલી સોય શરીરના રોમમાં ભોંકવામાં આવે અને જે પીડા થાય તેના કરતા આઠગણી પીડા ગર્ભવાસમાં થાય છે. ૩૪. ગર્ભાવાસના દુઃખ કરતા અનંતગણું દુઃખ જીવને યોનિમાંથી બહાર નીકળતા થાય છે. ૩૫. બાળપણમાં દાંત ઉગવાથી જીવોને ઘણું દુઃખ થાય છે. પછી કુમારાવસ્થામાં ક્રિીડાને કારણે શરીરનું ઘણું દુઃખ પ્રાપ્ત થાય છે. ૩૬. જેમ ભમરાઓ ફુલોના રસ માટે સ્થાને સ્થાને ઘણાં ભમે છે તેમ યુવાવસ્થા લલનાની લોલ લોચન લક્ષ્મીને માણવા ઘણું ભમે છે. ૩૭. જેમ લાખ ઝરી ગયા પછી વૃક્ષો ક્ષીણ થાય છે તેમ અસ્થાને ઉત્પન્ન થયેલી વિષયની ઈચ્છા નિષ્ફળ થયે છતે દિવસે દિવસે યુવાન શરીરથી ક્ષીણ થાય છે. ૩૮. જેમ તપાસ કર્યા વિના અસ્થાને ચોરી કરનારા જીવો વિનાશને પામે છે. તેમ અસ્થાનને પ્રાપ્ત કરીને ફળ મેળવ્યા વિના જ જીવો વિનાશને પામે છે. ૩૯. અને વળી– જેમ અશોકવૃક્ષના ફૂલોનો સમૂહ ફળ પામતો નથી તેમ પુણ્યહીન પુરુષના વ્યાપાર, રાજાની સેવા, ખેતી, અગ્વાદિનું પોષણ, સમુદ્રની સફર, રોહણાચલ ભૂમિનું ખનન, સતત ધાતુઓનું ધમવું, રસના કૂવામાં
૧. એકેન્દ્રિયઃ નરકના જીવો નરકમાંથી ઉદ્વર્તીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચમાં જ આવે છે. તેમાં આવ્યા પછી એકેન્દ્રિય વગેરે ગતિમાં જાય છે. સીધા એકેન્દ્રિય વગેરે ગતિમાં જતા નથી. ૨. કાયસ્થિતિ : પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય મરીને પાછો પૃથ્વીકાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ.