________________
અભયકુમાર ચરિત્ર
૬૪ ઘાસની ઝૂંપડીમાં કેવી રીતે વસાય? ૬૭. હાહા-હૂહૂ થી યુક્ત દેવીઓના ઉત્તમ ગીતો સાંભળીને ગધેડાના અવાજ જેવા અવાજને કેવી રીતે સંભળાય? ૬૮. મુનિઓના મનનું હરણ કરે તેવી સુંદર રૂપલક્ષ્મી જેવી દેવાંગનાઓને જોઈને કોયલ જેવી કાળી ચાંડાલણીઓને કેવી રીતે જોવાય? ૬૯. દિવ્ય અને પારિજાત કલ્પવૃક્ષના ફૂલોની સુગંધને સૂંધ્યા પછી દારૂ બનાવનારા જેમ દારૂની ગંધ સહન કરે તેમ અશુચિની ગંધ કેવી રીતે સહન કરાય? ૭૦. વિચાર માત્રથી ઉપસ્થિત થતા દિવ્ય રસોવાળા ભોજન કરીને ડુક્કરોની જેમ દુર્ગધ મારતા આહારનું ભોજન કેવી રીતે કરાશે? ૭૧. કામનું ઘર કોમલાંગી દેવીઓનું આલિંગન કરીને હવે કઠોર શરીરવાળી સ્ત્રીઓનું કેવી રીતે આલિંગન કરાશે? ૭ર. પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં પોતાની ઉત્પત્તિને જોઈને હૃદય સેંકડો ટૂકડા નથી થતું તે આશ્ચર્ય છે. ૭૩. દેવલોકનું સુખ પરાધીન અને ક્ષય પામનારું હોવાથી અર્થાત્ નવું ઉત્પન્ન ન થતું હોવાને કારણે દેવગતિમાં પણ સુખ નથી. કેમકે ઘેર ઘેર માટીના જ ચૂલા છે. ૭૪.
જેમ વહાણ સમુદ્રનો પાર પમાડે તેમ સંસારથી પાર પમાડવા અને દુ:ખના ક્ષય માટે જૈનધર્મ આરાધવો જોઈએ. ૭૫. જેમ લોકાકાશ અને અલોકાકાશના ભેદથી આકાશ બે પ્રકારે છે તેમ સાધુધર્મ અને શ્રાવકધર્મના ભેદથી જૈનધર્મ બે પ્રકારનો છે. ૭૬. પૂર્વાદિ દિશાઓના જેમ દશ પ્રકાર છે તેમ ક્ષાંતિ, માનનો પરિત્યાગ, આર્જવ, લોભનો નિગ્રહ, તપ, સંયમ, સત્ય, શૌચ દ્રવ્યનો ત્યાગ, (અર્થાત્ અપરિગ્રહ) અબ્રહ્મની વિરતિ એમ સાધુનો સર્વવિરતિ ધર્મ દશ પ્રકારે છે. ૭૮. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રતના ભેદથી શ્રાવક ધર્મ બાર પ્રકારનો છે. ૭૯. પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનો એક દેશથી (સ્થૂળથી) ત્યાગ કરવો તે પાંચ અણુવ્રત છે. ૮૦. બંધ, વધ, ચામડીનો છેદ, અતિભારનું આરોપણ, તથા ખાવાપીવાનું ન આપવું તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર' છે.
(૧) કન્યા (૨) ગાય (૩) ભૂમિ સંબંધી જૂઠું બોલવું (૪) પારકાની થાપણ ઓળવવી અને કૂટ સાક્ષી પૂરવી આ પાંચ મોટા જૂઠાણા છે. ૮૨. એકાએક ઉપયોગ વિના જૂઠું બોલાય જાય, કોઈની ખાનગી વાત પ્રગટ કરવી, સ્ત્રીની ગુપ્તવાત કહેવી, મૃષા ઉપદેશ આપવો, ખોટા લેખો લખવા તે બીજા વ્રતના અતિચારો છે. ૮૩. ભેળસેળ કરવી, ચોરે ચોરી લાવેલ માલને ખરીદવો, ખોટા તોલમાપ રાખવા ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, શત્રુના રાજ્યમાં જવું એ ત્રીજા વ્રતના અતિચારો છે. ૮૪. શ્રાવકને અબ્રહ્મની વિરતિ બે પ્રકારે છે. ૧. પોતાની સ્ત્રીથી સંતુષ્ટ રહેવું અથવા ૨. પરસ્ત્રીગમનનો ત્યાગ ૮૫. વિધવા ઈત્વરિકા સ્ત્રી (થોડા કાળ માટે રાખેલી) અનંગક્રીડા તથા બીજાના લગ્ન કરાવવા અને કામનો તીવ્ર અભિલાષ એમ પાંચ અતિચારનો શ્રાવક ત્યાગ કરે. ૮૬. ધનધાન્ય-ક્ષેત્ર–વાસ્તુ-દ્રવ્યસુવર્ણ-કુષ્યદ્વિપદ-ચતુષ્પદ એમ નવ પ્રકારનો શ્રાવકનો પરિગ્રહ છે. ૮૭. ધન-ધાન્ય એ બેનું બંધન, ક્ષેત્ર-વાસ્તુ એ બેનું યોજન, રૂપ્ય અને સુવર્ણ એ બે નું દાન, દ્વિપદ અને ચતુષ્પદનું ગર્ભાધાન અને કુષ્યની ભાવથી વૃદ્ધિ તે પાંચમાં વ્રતના અતિચાર છે. ૮૮. જેમકે ધાન્યની નાની ગુણીઓ ખાલી કરી મોટી ગુણીઓ ભરીને સંખ્યા ઘટાડી દેવી. ક્ષેત્ર અને સીમ વચ્ચેની દિવાલ કાઢીને સંખ્યા ઘટાડી દેવી. સુવર્ણ અને રૂપાને બીજાના નામે ચડાવી દેવું, કુષ્યમાં થાળી વગેરેને ગાળીને મોટી બનાવીને સંખ્યાનું પ્રમાણ જાળવી રાખવું, દ્વિપદ–ચતષ્પદ વગેરેનું ગર્ભાધાન કરાવીને સંખ્યાનું ઉલ્લંઘન કરવું. ચોમાસા વગેરે કાળમાં નીચે ઉપર, તિરછી દિશામાં જે પ્રમાણ કરવું તે પ્રથમ ગુણવ્રત છે. તપેલા લોખંડના ગોળા જેવા ગૃહસ્થને દિશાઓમાં
૧. અતિચાર : અંશથી વ્રતનો ભંગ અને અંશથી અભંગ જેમાં હોય તે અતિચાર ગણાય. અર્થાતુ સંપૂર્ણ ભંગ ન હોય.