________________
અભયકુમાર ચરિત્ર
૫૮
માર્ગ બતાવે છે. ૧૮. જ્યોતિષ્ક દેવોએ રત્નમય કિલ્લાના રક્ષણ માટે ક્ષણથી બીજો ફરતો સુવર્ણમય કિલ્લો બનાવ્યો એમ હું માનું છું. ૧૯. આનો દુવર્ણવાદ ચાલ્યો જાઓ એમ સમજીને ભવનપતિ દેવોએ અંતિમ રૂપાનો ગઢ સ્વામીના પ્રસાદથી બનાવ્યો. ૨૦. જાણે મોહ ભિલ્લથી મનુષ્ય દેવ અને તિર્યંચોનું રક્ષણ કરવા ગઢ ઉપર મણિ, રત્ન અને સુવર્ણના કાંગરા અનુક્રમે બનાવ્યા. ૨૧. જેમ પૂર્વના ગીતાર્થ સૂરિવરોએ સૂત્રના અનુયોગમાં પ્રવેશ કરવા ચાર દ્વારો રચ્યા હતા તેમ પૂર્વાદિ ચારેય દિશાના વિભાગમાં કિલ્લે કિલ્લે પદ્મરાગ, ઈન્દ્રનીલ વગેરે સર્વરત્નમય, સુખે પ્રવેશી શકાય એ હેતુથી ચાર દરવાજા દેવોએ કર્યા. ૨૩. વ્યંતર દેવોએ કામદેવના રૂપ જેવી પુતળીઓ અને છત્રોથી યુક્ત સર્વરત્નમય તોરણોને કર્યા. ૨૪. પછી બીજા ગઢમાં ત્રણ છત્ર, પીઠ, અશોકવૃક્ષ, ચામર અને દેવસ્કંદાની રચના કરી. ૨૫. પ્રાણીઓના સુખાર્થે અને મત્સરરૂપી મચ્છરોનું નિવારણ કરવા અર્થે જાણે કાલાગ, કપૂર વગેરેથી મિશ્ર એવી ધૂપદાનીઓ કરી. ૨૬. વ્યંતર દેવોએ તે સર્વ કાર્ય કર્યું. પરાધીનપણે બીજી ઘણી ગુલામી સામાન્ય જનની કરવી પડે છે તો કલ્યાણકારી પ્રભુની સેવા કરવામાં શું મૂંઝવણ થાય ? ૨૭. દેવો વડે સંચાર કરાતા સુવર્ણ કમળોમાં બે ચરણને મૂકતા પ્રભુએ પૂર્વદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ૨૮. જિનેશ્વર દેવે બત્રીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી કેમકે મહાપુરુષો આચારનું પાલન કરે છે. ૨૯. 'તીર્થાય નમઃ' એમ બોલીને પ્રભુ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા કેમકે જિનેશ્વરને સંઘ પણ માન્ય છે. ૩૦. ભગવાનના પ્રભાવથી દેવોએ બાકીની ત્રણ દિશાઓમાં ભગવાનની સમાન ત્રણ રૂપો કર્યા. કેમકે દેવો પોતાની શક્તિથી તેમ કરવા સમર્થ નથી. ૩૧. કહ્યું છે કે– સર્વ પણ દેવો પોતાનું સર્વરૂપ ભેગું કરીને અંગૂઠામાં પૂરે તો તે અંગૂઠો ભગવાનના અંગૂઠા આગળ કોલસા જેવો લાગે. ૩૨. સ્વામીના શરીરમાંથી પ્રસરતા તેજને લોકો સહન કરી શકવા સમર્થ થતા નથી આથી બધા દેવોએ ભેગા મળીને ભગવાનની રોજ સેવા થઈ શકે એ હેતુથી દરવાજાના આગડિયાની જેમ ભગવાનના મસ્તકની પાછળ ભામંડલની રચના કરી. જો આ ભામંડલની રચના ન કરવામાં આવે તો તેજના કારણે ભગવાનના દર્શન થઈ શકે નહીં. ભગવાનની પાસે આવી શકાય નહીં. ૩૪. જેમ જેમ દેવોએ દુંદુભિને વારંવાર તાડન કરી તેમ તેમ શોકમાં પડેલો મોહ માથું કૂટવા લાગ્યો. ૩૫.
સાધુ–વૈમાનિક દેવી અને સાધ્વીઓ પૂર્વદ્વારથી પ્રવેશીને પ્રભુને પ્રદક્ષિણા કરીને નમીને અગ્નિખૂણામાં રહ્યા. ૩૬. જ્યોતિષ્ક, ભવનપતિ, વ્યંતર દેવીઓ દક્ષિણ દ્વારથી પ્રવેશીને નૈઋત્ય ખૂણામાં રહી. ૩૭. ભવનપતિ–વ્યંતર– જયોતિષ્ક દેવો પશ્ચિમ દ્વારમાં પ્રવેશીને વાયવ્ય ખૂણામાં રહ્યા. ૩૮. વૈમાનિક દેવો—મનુષ્યો તથા મનુષ્ય સ્ત્રીઓ ઉત્તરના દ્વારથી પ્રવેશીને ઈશાનખૂણામાં રહ્યા. ૩૯. શ્રી ગૌતમ વગેરે ગણધરો આગળ બેઠા તેના પછી કેવળી ભગવંતો બેઠા આ સ્થિતિ (આચાર) શાશ્વત છે. અર્થાત્ છદ્મસ્થ ગણધરો કેવળી કરતા આગળ બેસે. ૪૦. પોતાથી મહદ્ધિક દેવને આવતો જોઈને પૂર્વે આવેલા બીજા દેવો તેને નમસ્કાર કરે છે. તે બેસી ગયા પછી બીજા દેવો તેને નમસ્કાર કરીને પાછળ પોતાના સ્થાને બેસે છે. લોકમાં પણ ઔચિત્ય શોભે (સચવાય) છે તો પછી જૈનશાસનમાં શું વાત કરવી ? ૪૧. અહો ! ત્રણ જગતના ગુરુનો લોકોત્તર પ્રભાવ પણ કેવો છે ! નિત્ય વૈરી હાથી—સિંહ–પાડો–મૃગ – દીપડો—બિલાડો–ઉદર–સાપ–નોળિયો વગેરે અને બીજા પણ પશુઓ વૈર છોડીને બીજા ગઢમાં રહ્યા. ૪૩. વાહનો ત્રીજા ગઢમાં રહ્યા. આ હિંસક પશુઓને ધન્ય છે જેઓને ત્રણ લોકના નાથના દર્શન થયા. ૪૪. સર્વ પણ દેવો હર્ષથી ગજર્યા, પડયા, ઉછળ્યા, કુધા, આળોટયા, ગાવા