________________
અભયકુમાર ચરિત્ર
૫૦ હજુ કદાચ ખોટું ઠરે પણ શાસ્ત્ર ચક્ષુથી જોયેલું ક્યારેય ખોટું ન પડે. ૫૪. જેમ કલ્પવૃક્ષ દારિદ્રયનો નાશ કરે તેમ રાજાએ જીવિકાદાન આપીને તેઓને આજીવન દારિદ્રય દૂર કરી દીધું. ૫૫. કહ્યું છે કે– શેરડીનું ખેતર, સમુદ્ર, યોનિનું પોષણ (પુત્ર) અને રાજાની આ કૃપા આ ચાર ક્ષણથી દરિદ્રતાનો નાશ કરે છે. ૫૬. રાજાએ બહુમાનપૂર્વક વસ્ત્ર તાંબૂલનું દાન કરીને સ્વપ્ન પાઠકોની પૂજા કરી. શું પ્રજ્ઞા (બુદ્ધિ) કલ્પલતા નથી? અર્થાત્ છે. પ૭. રાજા સ્વયં સ્નેહથી ધારિણીની પાસે જઈને સ્વપ્ન પાઠકોનું વચન કહ્યું. કેમકે પ્રેમની ગતિ આવી છે. ૫૯.
જેમ રોગી પથ્ય ભોજનથી શરીરની પુષ્ટિ કરે તેમ અતિ સ્નેહાદિથી રહિત પુષ્ટિ કરે તેવા આહારોથી ગર્ભનું પાલન કરતી ધારિણીને ત્રીજા માસે અશોકવૃક્ષ જેવો દોહલો થયો. ૬૦. વિધુતના ગજ્જરવથી સહિત વાદળ વરસતો હોય, નદીઓ પૂરથી ઉભરાતી હોય, ઝરણાઓ વહેતા હોય, ઘાસના અંકુરાના પૂરથી પૃથ્વી ઉભરાતી હોય, મોર નાચી રહ્યા હોય, દેડકાઓ બોલતા હોય તેવા કાળે હું સેચનક હાથી ઉપર બેઠી હોઉં, મારા માથે છત્ર ધારણ કરાતું હોય, મેં ઉત્તમ વસ્ત્રો પહેર્યા હોય, સેવકો મને વીંઝતા હોય, સામંતાદિ પરીવારથી સહિત રાજા મને અનુસરતા હોય, બંદીવર્ગ નારા બોલાવતો હોય, ચત્વર વગેરે સ્થાનોમાં ઈચ્છા મુજબ ભમતી વૈભારગિરિની પાસે વર્ષાકાળની રમ્ય લક્ષ્મીનો આનંદ માણતી હોઉં એવા પ્રકારનો દોહલો થયો. ૫. પરંતુ ખેદની વાત તો એ હતી કે તેને આવો દોહલો અકાળે થયો. ઘણું કરીને લોક જે વસ્તુ દૂર હોય અને દુર્લભ હોય તેને મેળવવા ઈચ્છે છે. દદ. દોહલો પૂર્ણ નહીં થતો હોવાથી ઉનાળાના દિવસોમાં જેમ રાત્રિ નાની નાની થતી જાય તેમ ધારિણી દિવસે દિવસે કૃશ થઈ ગઈ. ૬૭. તો પણ ધારિણીએ આ વાત કોઈને ન જણાવી કારણ કે પોતાની દુષ્કર વસ્તુનું પ્રકાશન કરવું મોટાઓ માટે દુષ્કર છે. ૬૮. ધારિણીની સેવા કરતી દાસીઓએ રાજાને દોહલાનું સ્વરૂપ જણાવ્યું. કારણ કે સકલ પણ સેવક વર્ગ પોતાની ભાંગેલી-તૂટેલી વસ્તુનું રક્ષણ કરે છે. દ૯. રાજા ક્ષણથી જ ધારિણી પાસે ગયો કેમકે પ્રિયપાત્ર સંકટમાં હોય ત્યારે કોને ઉતાવળ ન હોય? ૭૦. રાજાએ ચેલણાની જેમ આને પણ સર્વ હકીકત પૂછી. મહાપુરુષોને ડાબા કે જમણા હાથ ઉપર ભેદભાવ (પક્ષપાત) હોતો નથી. ૭૧. તેણીએ કહ્યું : હે સ્વામિન્! મને અકાળે તક્ષક નાગના મસ્તક ઉપરનું ભૂષણ ચૂડા રત્ન મેળવવા સમાન મેઘનો દોહલો થયો છે. ૭ર. તેથી હે આર્યપુત્ર! હું પોતાનો દોહલો કહેવા શક્તિમાન નથી. કેમકે લોકો અસંભવિત ઈચ્છા કરનારને પાગલ માને છે. ૭૩. શ્રેણિક રાજાએ કહ્યું ઃ હે પ્રિયા તું અધૃતિ ન કર. હે તવંગી ! તારા મનોરથને તુરત જ પૂર્ણ કરીશ. ૭૪. જેને બુદ્ધિથી બૃહસ્પતિ સમાન અભયકુમાર મંત્રી છે તે કેવી રીતે સચોટ ઉપાયને ન કરે? ૭૫. જેમ સૂર્ય કમલિનીને આશ્વાસન આપીને આકાશમાં જાય તેમ તેને ધીરજ આપીને રાજા સભામાં જઈને સિંહાસન ઉપર બેઠો. ૭૬. દોહલાને પૂરો કરવાની ચિંતાએ રાજાનું દિલ કોરી ખાધું. ભયથી ઉત્ક્રાન્ત રાજાએ ક્ષણથી દિશાઓને શૂન્ય જોઈ. અર્થાત્ રાજા કાર્યમાં મૂઢ થયો. ૭૭.
પછી અભયકુમારે રાજાને નમીને અંજલિ જોડીને ભક્તિ ભરી નમ્રવાણીથી આ પ્રમાણે કહ્યું : ૭૮ શું કૂતરાની જેમ કોઈ રાજા દેશને ઉપદ્રવ કરે છે? શું કોઈ પોતાનો વેરી મસ્તક ઉપર માળાની જેમ આજ્ઞાને ઉઠાવતો નથી? ૭૯. અથવા અચિંત્ય ભાગ્યશાળી પૂજ્યનું શું કોઈ કાર્ય સિદ્ધ નથી થતું? અથવા શું દુર્જનની જેમ કોઈ વ્યાધિ અધિક પડે છે? ૮૦. હે પ્રભુ! તમે દિવસના ચંદ્રની જેમ નિસ્તેજ મુખવાળા થયા છો. તેથી પોતાના અશઠ સેવકને તેનું કારણ જણાવો. ૮૧. રાજાએ કહ્યું : હે વત્સ ! આમાનું એક પણ કારણ નથી પણ તારી નાની માતાને આજે મેઘનો દોહલો થયો છે. ૮૨. હે બદ્ધિ નિધાન