________________
૪૩
સર્ગ-૨
સ્વર્ગમાં ચાલી ગઈ. ૧૨. તે બેને સુમંગલ નામનો પુત્ર થયો જે નૂતન મંગળરૂપ થયો. જે આણે આકારમાત્રથી (દર્શનમાત્રથી) સારું કર્યુ. તથા અહીં મૂળથી પણ રાજયોગ થયો. ૧૩. આ સુમંગલનું મસ્તક સારા છત્રાકાર જેવું હતું. એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું, એની આંખો વિશાળ હતી. એના કાન લાંબા હતા, એની નાસિકા સરળ હતી, તેની દ્વિજરાજી (દંતરાજી) મચકુંદનું અનુકરણ કરનારી હતી. તેના હોઠ અને હાથપગ લાલ હતા. તેનો કંઠ ગોળકાર હતો.તેનો ખભો બળદની ખાંધ જેવો ઉન્નત હતો. તેના બે બાહુ જાનુ (ઢીંચણ) સુધી લટકતા હતા. તેની છાતી કપાટ જેવી હતી. તેની પીઠ વિશાળ હતી, તેનો મધ્યભાગ કૃશ અને ગંભીર નાભિવાળો હતો તેની સાથળો કેળ જેવી હતી, તેની જાનુ અલક્ષ્ય (ન જણાય) તેવી હતી. તેની જંઘા હાથીના સૂંઢ જેવી હતી. તેના બે પગ કાચબા જેવા ભરાવદાર ઉન્નત હતા. અથવા તેના સકલ શરીરની મનોહરતાની શું વાત કરીએ ? ૧૬. આની સમાન વયનો સેનક નામનો મંત્રી પુત્ર થયો જે અલક્ષણવંતોમાં શિરોમણિ હતો. અગ્નિશર્માની જેમ દુર્ભાગ્યનો ભાજન હતો. ૧૭. તેનું માથું ત્રણ ખૂણાવાળું હતું. તેના વાળ અગ્નિ સમાન પીંગરા હતા. તેની આંખો બિલાડીની આંખો જેવી હતી. તેના કાન ઉંદરના કાન જેવા હતા. તેનું નાક ભૂંડના નાકની જેમ ચીપટું હતું. તેના દાંત મુખની બહાર નીકળેલા હતા. તેના ખભા કુંધા હતા. તેના બાહુ ઘણાં બેડોળ હતા. તેની છાતી સાંકળી હતી. તેનું પેટ ગણપતિની ફાંદ જેવું હતું. તેના સાથળ ટૂંકા હતા. તેના જાનુ ગૂઢ ન હતા. તેની જંઘા વક્ર હતી. તેના પગ સૂપડાને જીતે તેવા હતા અર્થાત્ વાંકા હતા. ૧૯. પોતાના રૂપનો અભિમાની સુમંગલ સેનક જ્યાં ભેગો થાય ત્યાં ત્રણ રસ્તે, ચાર રસ્તે, માર્ગમાં, રાજમાર્ગમાં, શૃઙ્ગાટકમાં (ઘણાં રસ્તા ભેગા થાય ત્યાં ચોકમાં) દેવકુલ કે વનમાં તેની મશ્કરી કરતો હંમેશાં હશે છે. ૨૦. પ્રથમ તેના માથા ઉપર ત્રણ વાર હાથ ફેરવીને પછી મુઠ્ઠી વાળીને ફટાક તેના માથા મારે છે. યુવાનોને વિવેક કયાંથી હોય ? ૨૧. તેવા પ્રકારે કદર્થના કરાતા સેનક ઉપર દુઃખના ડુંગરા ઉતર્યા. ઝેરથી લીંપાયેલ અસ્ત્રના મારને સહન કરી શકાય પણ નિષ્કારણ વિડંબના સહન કરાતી નથી. ૨૨. આમ અનેકવાર પરિભવ પમાડાતો તે વૈરાગ્યને પામ્યો તે અહીં આશ્ચર્ય છે કેમ કે વૈરાગ્યનો હેતુ આવ્યા પછી સંસારમાં વિરાગતા અતિ દુર્લભ નથી. ૨૩. મેં ભવાંતરમાં મુનીન્દ્ર કે મહાસતીઓની મશ્કરી કરી હશે નહીંતર તો જેમ પક્ષીઓમાં કાગડો વિરૂપ અને દુર્ભાગ ગણાય છે તેમ લોકમાં વિરૂપ અને અતિ દુર્ભાગ કેવી રીતે થાઉં ? ૨૪. મેં દુર્ભાગતા આદિને આપે તેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે જે કર્મોના ઉદયથી જેમ રજ ચાંદનીને મલિન કરે તેમ દૂધ અને બરફ જેવા ઉજ્વળ કુળને મલિન કર્યુ છે. ૨૫. તેથી ધર્મની ઉગ્ર આરાધના કરું જેથી મારા પૂર્વના પાપો નાશ પામે એમ વિચારીને સ્વજન અને નગરને છોડીની જીવની જેમ આ ચાલ્યો ગયો. ૨૬.
કેટલાક દિવસો પસાર થયા પછી રાજાએ હર્ષપૂર્વક મોટી વિભૂતિથી સુમંગલને રાજ્ય ઉપર બેસાડ્યો. પિતાનું પોતાના પુત્રોને વિશે આ કર્તવ્ય છે. ૨૭. ગ્રીષ્મ ઋતુના બપોરના સૂર્ય જેવા પ્રવર પ્રતાપી સુમંગલે અનેક રાજાઓને જીતીને અધિપતિ થયો કેમકે સિંહથી સિંહ જ જન્મે છે. ૨૮.
પોતાને કૃતકૃત્ય માનતા સેનકે હર્ષથી તાપસ વ્રતને સ્વીકાર્યુ. તે રીતે પરાભવ પામેલા બીજા જીવો પણ સ્વબુદ્ધિથી તેવા ધર્મને વિશેષથી આરાધે છે. ૨૯. પોતાનું પૂર્વનું દુર્ભાગ્યમય જીવનનું સ્મરણ કરતા, નિર્વેદથી યુક્ત પોતાના ગુરુ પાસે ઉષ્ટ્રિકા અભિગ્રહને ધારણ કર્યો. કેમકે બાલજનને બોધ પમાડવો કષ્ટકારક છે. ૩૦. એકવાર તપસ્યા કરતાં પૃથ્વી ઉપર વિચરતો સેનક તાપસ રાગથી વસંતપુરને ઝંખે છે. ધિક્કાર થાઓ પોતાની જન્મભૂમિમાં કદર્શના પામેલો લોક ફરી જન્મભૂમિમાં આવવા ઈચ્છે છે. ૩૧. અહીનાં