________________
અભયકુમાર ચરિત્ર
૪૨ વિષોમાં ઉગ્ર છે તેમ અમારા નિર્દોષ પુત્રોને અકાળે મારી નાખતા તે ખલામાં (લુચ્ચાઓમાં) અગ્રેસર છે ૯૩. હવે જો તું એમ કહેતો હોય કે તમારા બધા પુત્રોએ મારો કોઈક અપરાધ કર્યો છે તો અમે કહીએ છીએ કે બધા પુત્રોએ તારો અપરાધ નથી કર્યો કેમ કે બધા દુષ્ટ બને એવી દુર્દીતતા વિશ્વમાં ક્યાંય કયારેય ન ઘટે. ૯૪. હે કર્મચાંડાલ! હવે જો તું એમ કહે કે આમાના કેટલાકે આવું કાર્ય કર્યું છે તો તે અગ્નિની જેમ એકી સાથે સર્વને હણતા લોકમાં પોતાના સમવર્તિત્વ ભાવને સાર્થક કરી બતાવ્યો. અર્થાત્ અગ્નિ ભીના અને સૂકા સર્વ ઈધણને બાળે છે. ૫. અથવા તો હે તપસ્વિનું! આમાં તારો કોઈપણ દોષ નથી. દોરો તૂટી જવાથી મોતીઓ હારમાંથી છૂટા પડી જાય તેમ ભાગ્યના ક્ષયથી અમારા પુત્રો હાથમાંથી સરકી ગયા. ૯૬. અથવા તો પૂર્વે જ તે દેવે કહ્યું હતું કે તારા સર્વપુત્રો એક સમાન આયુષ્યવાળા થશે. તેવા પ્રકારના સમાન યોગના વશથી તેમજ થયું. દેવનું વચન અન્યથા થતું નથી. ૯૭. તે બેને અતિશય શોકમાં પડેલા જોઈને બુદ્ધિમાન અભયે સંવેગના સારભૂત મધુર વચનોથી પ્રતિબોધ કર્યા. અથવા તો કયા વિષયમાં અભય ઓછો પડે ? ૯૮. જેમ વિવેકીઓ પુરુષાર્થના વૈરી ક્રોધને કરતા નથી તેમ હાથીના કાન સમાન સકલ પણ ચલ સ્વભાવી લોકમાં શોક કરતા નથી. ૯૯. અગ્નિનો ઉપાય પાણી છે, વ્યાધિના વિસ્તારનો ઉપાય ચિકિત્સા, શત્રુને જિતવાનો ઉપાય શસ્ત્રાદિ છે, સર્વેનો ઉપાય છે પણ નિરંકુશ મૃત્યુનો ઉપાય નથી. ૪00. જન્મ મૃત્યુથી સહિત થાય છે અર્થાત્ જન્મ અને મૃત્યુને અવિનાભાવ સંબંધ છે. યુવાની વૃદ્ધાવસ્થાની સાથે જ હોય છે. અહીં સંપત્તિ પણ વિપત્તિની સાથે થઈ અને પુત્રાદિનો યોગ વિયોગનું કારણ બન્યું. ૪૦૧. શરીર હંમેશા રોગના સમૂહ સાથે સંકડાયેલ છે. લક્ષ્મી દરિદ્રના ભય સાથે ખરડાયેલી છે. સ્નેહી સ્વજનો ક્ષણથી શત્ર બને છે. આ સંસારમાં પ્રતિપક્ષ સાથેના ભાવોને ધિક્કાર થાઓ. ૪૦ર. તમે બંને જો વીરોમાં શિરોમણિ છો તો સામાન્ય જનની જેમ પરમ શોકને શા માટે કરો છો? આ ધીરતા કોનો આશ્રય કરશે? આપત્તિમાં જે ધર્ય છે તે સાચું બૈર્ય છે. ૩. વાયુ ન ફૂંકાતો હોય ત્યારે રૂના ઢગલામાં અને પર્વતમાં કોઈ ભેદ નથી, વિપ્લવ ઉપસ્થિત થાય ત્યારે પુરુષોની અંદર ધર્મ અને કાયરતાની પ્રવિભાવના કરાય છે. ૪. સામાન્ય જનને શોક કરવો ઉચિત નથી તો વિવેકરૂપી સારા આભૂષણથી ભૂષિત તમારા જેવા પંડિતોની શું વાત કરવી? કેમકે જે થવાનું હતું તે થઈ ગયું છે. ૫. જો આવું ન બનવાનું હોત તો શા માટે તમારા પુત્રો સુરંગમાં પ્રવેશ કરત? એ સમયે શત્રુએ તેઓને કેવી રીતે જાણ્યા? કેવી રીતે એક બાણથી બધા મરણ પામ્યા? અથવા આ ભવિતવ્યતા આવી જ હતી. ૬. તમારા પુત્રો શોક કરવા યોગ્ય નથી કેમકે તે સુધીરોએ ધીર પરાક્રમ કર્યું. જેઓ સ્વામીના કાર્યમાં પોતાના પ્રાણો નથી આપતા તેઓ પણ શું સેવકો કહેવાય? ૭. આવા પ્રકારના વચનોથી અભયે જલદીથી તેઓના શોકને દૂર કર્યો. મંત્રનો જાણકાર ઉત્તમ મંત્રનો પ્રયોગ કરે પછી વિષ કેટલી વાર ટકે? ૮. નાગદંપતિ સાથે આદરથી વાત કરીને રાજા પોતાના મહેલે ગયો. તેઓના સંતાના શ્રેણિક રાજા ઉપર આવો ઉપકાર કર્યો છતા નાગ દંપતિને કોઈ લાભ ન થયો એ ખેદની વાત છે. ૯. કૃષ્ણ જેમ લક્ષ્મીની સાથે ભોગો ભોગવ્યા તેમ જન્માંતરમાં ઉપાર્જન કરાયેલ પુણ્યકર્મથી સર્વ ઈચ્છિત કામને પ્રાપ્ત કરનાર શ્રેણિકે ચેલ્લાણાની સાથે ભોગો ભોગવ્યા. ૧૦. . અને આ બાજુ આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામનો રાજા હતો જેણે બલિષ્ઠ, દર્પિષ્ઠ, ગરિષ્ઠ શત્રુઓને જીતીને પોતાનું નામ સાર્થક કર્યું. ૧૧. આને અમરસુંદરી રાણી હતી. તેણીએ અમરસુંદરી (દેવી)નું રૂપ હરી લીધું. તેથી અનિમેષપણું ન હરી લે એ હેતુથી જાણે ભય પામેલી