________________
અભયકુમાર ચરિત્ર
૪૦ રૂપ જોવાયું હતું તેનાથી એક રેખા પણ આના શરીરનું રૂપ ઓછું ન હતું. જેમ હમણાં પ્રત્યક્ષથી દર્પણમાં રૂપથી પ્રતિરૂપ સરખું દેખાય છે. પણ એક રેખા ન્યૂન દેખાતું નથી તેમ. પર. સુજ્યેષ્ટાએ પણ પોતાનું સર્વ સ્વરૂપ ચેલણાને યથાવત્ કહ્યું. બીજી સખી પાસે કંઈપણ છુપાવતું નથી તો બહેન પાસે તો વિશેષથી છુપાવાતું નથી. પ૩. ચેલુણાએ તેને કહ્યું ઃ જો એમ છે તો હું પણ સાથે આવું છું. આટલા દિવસો જેમ સાથે પસાર થયા તેમ હવે પછી આપણા દિવસો સાથે પસાર થાય, શું ભારંડ પક્ષીઓ ક્યારેય છૂટા પડે છે? ૫૪. શરીરમાં પુલકને ધારણ કરતી પરમાનંદમયી સુજ્યષ્ટાએ કહ્યું તે યોગ્ય વિચાર્યુ શું ચિત્રા અને સ્વાતિ નક્ષત્રનો ઉદય સમાનપણે ઈચ્છતો નથી? ૫૫. ચેલણાને રથમાં બેસાડીને સુયેષ્ટા સ્વયં આભૂષણો લેવા અંતઃપુરમાં ગઈ. કેમ કે નાના ભાઈને સુખી કરીને મોટો ભાઈ પોતાના કાર્યનો આરંભ કરે છે. ૫૬. એટલામાં નાગસારથિના પુત્રોએ કહ્યું : હે દેવ! શત્રુના ઘરે રહેવા કરતા વિષનું ભક્ષણ સારું છે. સર્પોથી ભરેલ રાફડાની જેમ અહીં વધારે રહેવું ઉચિત નથી. પ૭. આ કુમારિકા રથમાં બેસી ગઈ છે તેથી જલદીથી પોતાના નગરમાં પહોંચી જવું જોઈએ કાર્યની સિદ્ધિ થયા પછી ચતુર પુરુષ પોતાના શત્રુને અવસર આપતો નથી. ૫૮. જેમ સમુદ્રની ભરતીનો પ્રવાહ પાછો વળે તેમ રાજા પણ આ સુજ્યેષ્ટા છે એમ મનમાં માનતો જે માર્ગથી આવ્યો હતો તે સુરંગના માર્ગે પાછો વળ્યો. પ૯. જેટલામાં મણિ અને આભૂષણોનો કરંડિયો લઈને સુયેષ્ટા પાછી આવી તેટલામાં તેણીએ ધરતીમાં દટાયેલ નિધાનની જેમ શ્રેણિક રાજાને ન જોયા. ૬૦. પછી તેને હૃદયમાં ઘણો વિષાદ ઉત્પન્ન થયો, પતિ માટે ઉપાય મેં કર્યો પણ તે ચેલ્લણાને ફળીભૂત થયો. રામે સ્વપ્ન જોયું અને ફળ ભરતને મળ્યું. ૧. માટે ફક્ત સુપતિનો નહીં પણ બહેનનો વિરહ સાથે થયો. અભાગી વણિકને કમાણી થવી બાજુ રહી પણ મૂડી નાશ પામી તેના જેવું થયું.
૨,
નાની બહેનની વિરહની વ્યથાથી પીડાયેલી સુયેષ્ટાએ પોકાર કર્યો કે જેમ દૈત્યોએ સમુદ્રનું મંથન કર્યું અને અમૃત બીજા ઉપાડી ગયા. તેમ બીજો કોઈ આ ચેલ્લણાને હરી જાય છે. ૩. બખતર પહેરીને તૈયાર થતા રાજાને પ્રણામ કરીને સારથિ શિરોમણિ વીરાંગને કહ્યું : હે સ્વામિન્ ! હું વિદ્યમાન હોવા છતાં તમે સ્વયં આ કાર્ય માટે સંરંભ શા માટે કરો છો? ૬૪. હે દેવ! અહીં મને જ આદેશ કરો. ક્ષણ માત્રથી શત્રુને જીતીને કુમારીને પાછી લાવીશ. અથવા સારા સેવકને આ અજુગતુ છે? ૫. સિંહ જેમ મહાપર્વતની ગુફામાં પ્રવેશે તેમ મહાપ્રાસાદની જેમ રાજાના અપાયેલ આદેશથી ખુશ થયેલ મહારથી સુરંગમાં પ્રવેશ્યો. ૬ ૬. જેમ સિંહ હાથીઓના બચ્ચાની સાથે યુદ્ધ કરે તેમ મહારથી મહાપરાક્રમી વીરાંગક સારથિએ બખતર, પહેરીને નાગપુત્રોની સાથે યુદ્ધ કર્યુ. ૬૭. મારો સ્વામી એક બાણથી એક શત્રુને હણે છે પણ તેનાથી અધિક પરાક્રમ કરીને હું ખુશ કરું એમ તેણે વિચાર્યું. પછી તેણે એકી સાથે બત્રીશ નાગપુત્રોને હણ્યા. સુરંગ પહોળી ન હોવાને કારણે કેટલામાં આ રથોને બહાર કાઢીને શ્રેણિકને મારે તેટલામાં શ્રેણિક રાજા ઘણો દૂર ચાલી ગયો. કેમ કે વેગીલા ઘોડાઓની સાથે જતા પુરુષને વેળા લાગતી નથી. ૬૯. અભીષ્ટ મનોરથને નહીં સાધનાર વીરાંગક તુરત જ પાછો વળ્યો. ભૂમિ ઉપર રહેલ લાંબો પણ મનુષ્ય શું ભૂજાથી તાડના ફળને તોડવા સમર્થ થાય? અર્થાત્ ન થાય. ૭૦. તેણે ચેટક રાજાને જણાવ્યું કે તેના બધા રથિકોને હણી નાખ્યા છે. પરંતુ વૈરી કન્યાને હરી ગયો છે. શું આપણે આકાશતળમાં પ્રહાર કરીએ? ૭૧. જેમ વાદળ વીજળી અને પાણીના પૂરને એકી સાથે ધારણ કરે તેમ. વૈશાલી સ્વામી એકી સાથે ચેટકપુત્રીના હરણથી વિષાદી અને શત્રુના વધથી આનંદિત થયો. ૭ર.