________________
અભયકુમાર ચરિત્ર
૩૮ સ્વયં શ્રેણિક રાજાનું રૂપ પટમાં યથાસ્વરૂપ આલેખ્યું. ૮. ઉપાયના જાણ અભયે મોટા કાર્યના પ્રયોજનથી પૂર્વે અનુભવેલ પ્રભાવશાળી ગુટિકાના પ્રયોગથી સ્વર અને વર્ણનો ભેદ કર્યો. ખરેખર સારી રીતે છુપાવી રખાયેલ વૃત્તિથી કાર્યની સિદ્ધિ થાય છે. ૯. રાજપત્ર અભય વણિકનો વેશ લઈને વૈશાલી નગરીમાં ગયો. વણિકવૃત્તિ કર્યા વિના બીજાને સુખપૂર્વક ઠગી શકાતો નથી. ૧૦. બુદ્ધિના ધામ અભયે રાજાના અંતઃપુરની નજીક દુકાન માંડી. લોકમાં પણ દુર રહેલ લોહચુંબક શું ક્યારેય લોખંડને ખેંચે? અર્થાતુ ન ખેંચે. ૧૧. અભય દરરોજ અંતઃપુરની દાસીઓની જરૂરીયાતની વસ્તુઓને પ્રમાણથી અધિક અધિક આપવા લાગ્યો કેમકે દાનજળથી સિંચાયેલી મતિરૂપી કલ્પ વેલડીઓ મનુષ્યોને ફળે છે. ૧૨. દાસીઓ દુકાનમાં માલ લેવા આવતી ત્યારે અભય મોટા આદરથી રાજાની છબીને પૂજતો હતો કેમકે ધૂર્તોની ધર્મચેષ્ટા કોઈપણ અવસ્થામાં શોભે છે. ૧૩. દાસીઓએ અભયને પૂછ્યું: હે શ્રેષ્ઠિનું! દેવની જેમ ભક્તિથી આની શા માટે પૂજા કરો છો? અભયે કહ્યું: મારા સ્વામી પૂજ્ય શ્રેણિક રાજા છે. ૧૪. શ્રેણિકના ચિત્રને જોઈને દાસીઓએ હાથમાં લીધું. અહો! કામદેવના અંગને જિતનારું આનું રૂપ કેવું છે! સુવર્ણને ઝાંખું પાડે તેવું સુંદર વર્ણ છે. અહો! આનું પવિત્ર લાવણ્ય અગણ્ય છે. ૧૫. અભયે કહ્યું હે ભદ્રાઓ! ખરેખર આનું જેવું રૂપ છે તેના કરતા સોમાં ભાગે છબીમાં આલેખાયેલ છે. કાકતાલીય ગતિથી આને બનાવીને બ્રહ્મા પણ વિસ્મિત થયો છે. ૧૬. જેણે શૌર્યગુણોથી સિંહને, તેવા પ્રકારના શૌડીય ગુણોથી હાથીને, ગાંભીર્યલક્ષ્મીથી સમુદ્રને, ધર્યગુણોથી પૃથ્વીને ધારણ કરનાર ગાંગેય (ભીખ)ને જીતી લીધા છે. ૧૭. જેવી રીતે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓનો સમૂહ એકી સાથે આકાશમાં રહેલો છે તેવી રીતે ત્રણ જગતમાં જે જે ગુણો છે તે તે સર્વ એકી સાથે આમાં રહેલા છે. ૧૮.
પછી દાસીઓએ સુયેષ્ટાની પાસે જઈને નિવેદન કર્યું કે હે સ્વામિની! વણિકની પાસે પટમાં આલેખાયેલ રૂપ જેવું રૂપ ક્યાંય પણ થયું નથી અને થશે પણ નહીં ૧૯. ચેટકપુત્રી સુજયેષ્ટાને તે રૂપ જોવાનું કુતૂહલ થયું. આ વયમાં (યૌવનમાં) પૂર્વે નહીં જોયેલ વસ્તુમાં પ્રાયઃ કોનું મન ઉત્સુક ન બને? ૨૦. સખી જેવી સુગુપ્ત મંત્ર રૂપી પાણીને ટકવા માટે પથ્થરના વાસણ સમાન મોટી દાસીને આજ્ઞા કરી કે તું રૂપને જોવા લઈ આવ કેમકે ઉત્તમ મંત્ર જેને તેને અપાતો નથી. ૨૧. તેણીએ પણ રાજપુત્રની પાસે જઈને માગણી કરી કે હે શ્રેષ્ઠિનું! આ ચિત્રપટને આપો કેમકે મારી સ્વામિની આને જોવા ઘણી આતુર થઈ છે કેમ કે જોવાલાયક વસ્તુને જોવી એ જ ચક્ષપ્રાપ્તિનું ફળ છે. રર. શ્રેણિકપુત્રે દાસીને જણાવ્યું હે ભદ્રા! તમે બધા મળીને આની અવજ્ઞા કરશો તેથી હું તમને નહીં આપું કેમકે આ મારું સર્વસ્વ છે. ૨૩. ચેટીએ કહ્યું શું કયારેય તમારી બહેન આવા પ્રકારની અવજ્ઞા કરવાનું વર્તન કરે ? અર્થાત્ મને તમારી બહેન સમાન જાણો. હું જાતિથી દાસી છું પણ કર્મથી દાસી નથી તેથી હે ભાઈ ! તું ખુશ થઈને જલદીથી બતાવવા આપ. ૨૪. શું તમે મને ક્યારેય વચનથી પણ ખોટું કરતા જોઈ છે? તેથી હે દાક્ષિણ્યના સમુદ્ર ! હું મારી સ્વામિનીની આગળ સાચી ઠરુ તેમ કર. ૨૫. અભયે પણ ફરી કહ્યું ઃ જો એમ છે તો તું લઈ જા પણ તારે બીજા કોઈને ન આપવી. તારા ઉપર મને પૂરો વિશ્વાસ છે. ૨૬. ખુશ થઈને છબી લઈ જઈને રાજપુત્રીને બતાવી. છબીને જોયા પછી જાણે છબી સાથે સ્પર્ધા ન કરતી હોય તેમ સ્તબ્ધ થઈ. ૨૭. નક્કીથી ચક્ષુએ ભવ્ય (ઉત્તમ) ગુરુ પાસે શ્રદ્ધાપૂર્વક કામણનો અભ્યાસ કર્યો છે. નહીંતર કેવી રીતે બાકીની ચાર ઈન્દ્રિયરૂપી સ્ત્રીઓને છોડીને ચિત્તપતિ (જીવ) ચક્ષુરિન્દ્રિયમાં લીન થાય? ૨૦. એકાંતમાં રહેલી સુજયેષ્ટાએ દાસીને કહ્યું જેમ તિલોત્તમાએ ઈન્દ્રને પતિ કર્યો તેમ લાવણ્યના સમુદ્ર, સુભગ, સુરૂપ આ રાજાને હું પતિ કરવા