________________
39
સર્ગ–૨
:
કહ્યું : હે રાજન્ ! આના યથાર્થ રૂપને આલેખવાની શક્તિ કોનામાં હોય ? બ્રહ્માએ પણ ઘણાક્ષર ન્યાયના વશથી સ્વયં આની રચના કરી છે. ૮૭. વિશેષ રાગ થવાથી એના વિશે વિશેષ જાણવાની ઈચ્છાવાળા રાજાએ પૂછ્યું : જેમ ઈન્દ્રાણી સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ કઈ નગરીને શોભાવે છે ? ૮૮. હે આર્યા ! આનો પિતા કોણ છે ? અથવા સીતાનો પિતા જનક રાજા હોય બીજો ન હોય. કોઈ મહાપુણ્યશાળીએ આનો પાણિગ્રહણ કર્યો છે કે નહિ અર્થાત્ કોઈ પુણ્યશાળી આને પરણ્યો છે કે કેમ ? ૮૯. તુરત જ સ્ફુરાયમાન થતી સુંદ૨વાણીથી હર્ષથી કહ્યું ઃ ભુવનમાં આ નામથી અને ગુણોથી સુજ્યેષ્ટા તરીકે પ્રસિદ્ધ પામેલ છે. ૯૦. મહાકિંમતી મણિ જેમ સોનાની વીંટીને શોભાવે તેમ આ વૈશાલિકા નગરીને શોભાવે છે. જેમ અમૃતનો પિતા ક્ષીર સમુદ્ર છે તેમ આનો પિતા ચેટક રાજા છે. ૯૧. ખરેખર ! તે હજુ કુમારી છે એટલું સારું છે હું તે ઉત્તમ પુરુષને જાણતી નથી કે જે લક્ષ્મી જેવી આને પરણશે. વિધાતા બીજા કોઈને પરાધીન નથી. અર્થાત્ જેનું ભાગ્ય પ્રબળ હશે તે પરણશે. ૯૨. જો તું આનો કર (પાણિગ્રહણ) નહીં કરે તો તું ફોગટ પૃથ્વીનો કર (ટેક્ષ વસુલાત) ઉઘરાવે છે. અર્થાત્ તું ફોગટ રાજ્ય કરે છે. કેમકે જે રાજ્યનું ફળ વિષયનો ઉપભોગ છે અને વિષયનો ઉપભોગ સ્ત્રીની સાથે જ છે. તે ઉત્તમ સ્ત્રી આ જ છે. ૯૩. તારું રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ હોવા છતાં જો સુજ્યેષ્ટા વિનાનું છે તો હે રાજન્ ! ઘીના ધાર વિનાના ભોજનની જેમ તારું સર્વ સુખ નીરસ છે એમ જાણ. ૯૪. વસ્ત્રાદિથી પૂજીને રાજાએ તેને રજા આપી. બીજા સામાન્ય પુરુષ પણ અભીષ્ટ (ઈચ્છિત) અર્થ જણાવનારની ભક્તિ કરે છે તો પછી રાજાની શું વાત કરવી ? ૯૫.
રાજાએ સુજ્યેષ્ટાની માગણી માટે પોતાના વિશ્વાસુ દૂતને ચેટક રાજા પાસે મોકલાવ્યો. કાર્યનો અર્શી ઉપાયને કરે છે પણ કાર્યની સિદ્ધિ ભાગ્યાધીન છે. ૯૬. શ્રેણિકના મનની સાથે વૈશાલીમાં જઈને રાજાને નમીને દૂતધર્મને યથાવત્ સ્પષ્ટપણે કહેવાની શરૂઆત કરી. તે આ પ્રમાણે– ૯૭.
શ્રેણિક રાજા તમારી સુજયેષ્ટા નામની રાજકન્યાની ગૌરવ સહિત માગણી કરે છે. કેમકે સર્વ પુરુષોએ ચિરકાળથી આ જ માર્ગને આદર્યો છે. ૯૮. વિશ્વમાં એક વીર, સુધીર, શ્રેણિક રાજા જેવો વર મળતો હોય તો શું ન્યૂનતા રહે ? કારણ કે હે રાજન્ ! કન્યા કોઈને પણ આપવાની છે. ૯૯. હે રાજાઓના રાજા ! પાણીવાળા વાદળમાં સુદીપ્ર વિદ્યુતલતા શોભે છે. શ્રેણિક રાજાની સાથે તમારી પુત્રી સુજયેષ્ટા શોભશે તેથી આ યોગ ઉચિત છે. ૩૦૦. રાજાએ કહ્યું : હે દૂત ! શ્રેણિક રાજા આત્મવેદી નથી કેમકે તારો નાયક વાહીક વંશનો છે જે હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. શું કલ્પવેલડી લીંબડાના ઝાડ ઉપર શોભે ? ૩૦૧. શું રૂપાની વીંટીમાં જડેલ પદ્મરાગમણિ શોભે ? પોતાના સ્વામીની પ્રશંસા કરવાથી શું ? કારણ કે તેના મૂળથી જ તેના ગુણો જણાઈ ગયા છે. ૩૦૨. તેથી હું પુત્રીને નહીં આપું. જેમ વણિકપુત્ર જેટલી મૂડી લઈને ગયો હોય તેટલી મૂડી લઈને પાછો ફરે તેમ તું જે પગલેથી અહીં આવ્યો છે તે પગલાથી પાછો ફર. અર્થાત્ કંઈપણ વધારે કમાયા વિના દૂત જે સ્વરૂપે આવ્યો હતો તે સ્વરૂપે પાછો ફર્યો. ૩. દૂત પાસેથી જાકારો સાંભળીને શ્રેણિક રાજા વિષાદને પામ્યો. ૪. હાથમાંથી કિંમતી મણિ પડી જવાથી પુરુષ જેવા વિષાદને પામે તેવા વિષાદને પામેલા પિતાને જોઈને પ્રણામ કરીને અભયકુમારે પુછ્યું : હે તાત ! તમારું મુખકમળ કેમ મુરઝાઈ ગયું છે ? પ. શ્રેણિકે કહ્યું : હે વત્સ ! મેં ચેટક રાજા પાસે કન્યાની માગણી કરી તો પણ મને આપવાની ના પાડી દીધી. જે જેના હાથમાં હોય તે તેનો માલિક હોય છે. ૬. અભયે કહ્યું : હે તાત ! હું હોવા છતાં તમારે ખેદ શેનો હોય ? હું એવી રીતે પ્રયત્ન કરીશ જેથી કલ્પવૃક્ષની સમાન આપની કૃપાથી ઈષ્ટાર્થની સિદ્ધિ તુરત જ થશે. ૭. આકાશમાં ગતિ કરવા માટે સૂર્ય સમાન સર્વકલાના સમૂહરૂપ અભયે