________________
અભયકુમાર ચરિત્ર
૩૪ પોતાના મનોરથોને પૂર્યા. અથવા તો ભાગ્યશાળીઓની આ લોકની લક્ષ્મીની શું વાત કરવી પણ પરલોકની લક્ષ્મી તેના હાથમાં રમે છે. ર૯. ક્રમથી સર્વે પુત્રો સર્વકળામાં નિપુણ થયા. જેમ બીજા હંસો રાજહંસને અનુસરે તેમ સમાન વયના કુમાર અવસ્થાને પામેલા પુત્રો શ્રી શ્રેણિક રાજાને અનુસર્યા. ૩૦. સુલતાના બત્રીશ પુત્રો રાજ્યનું પાલન કરતા શ્રેણિક રાજાના સારથિ થયા. પત્રો પોતાના પૂર્વજોના ક્રમથી આવેલ પદ (સ્થાન-હોદ્દો) નું પરિપાલન કરે છે. ૩૧.
અને આ બાજુ મધ્યખંડની અંદર મેરુપર્વતની ઉપર અમરાવતીની જેમ ઘણા પ્રકારથી વિશાળ એવી વૈશાલિકા નામની નગરી હતી. ૩૨. જે કુબેર જેવા ઘણાં શ્રેષ્ઠીઓથી ભરેલી દક્ષિણ દિશાને ભરી દેતી હતી. અર્થાત્ ઉજળી કરતી હતી. જે આકાશને અડતા ચૂના જેવા ઉજ્જવળ ચૈત્યોથી અલકાપુરીને જાણે હસી કાઢતી ન હોય તેવી હતી. ૩૩. જેમ વિદ્વાન પુરુષોનું અંતઃકરણ વિવિધ પ્રકારના રસ, સૂત્ર અને અર્થોથી ભરેલું હોય છે તેમ ત્યાંની દુકાનો વિવિધ પ્રકારના રસ (ઘી-તેલ વગેરે) સૂત્ર (વસ્ત્ર) અને વિવિધ પદાર્થોથી ભરેલી હતી. તર્કશાસ્ત્રની પેઠે તેમાં ઘણાં રત્નોનો સમૂહ હતો. ફળના નિર્ણય માટે તર્ક સહિતનો ન્યાય હતો. ૩૪. વળી તે નગરી સ્ત્રી પુરુષ, હાથી ઘોડા, મયૂર, હંસ સરોવરના કમળ વગેરેના વિચિત્ર ચિત્રોથી સુશોભિત હતી. વિવિધ પ્રકારના ગવાક્ષોથી યુક્ત હતી. ચૂનાથી ઘોળાયેલી પુતળીઓથી સહિત સેંકડો થાંભલાવાળી અતિ વિશાળ શાળાઓ હતી. ૩૫. જેમ યુવાન તરુણીઓને જોઈને ઘરે જવા ન ઈચ્છે તેમ શીતળ–સ્વચ્છ-સ્વાદિષ્ટ સુગંધિ પાણીવાળી પરબોને દીર્ઘકાળ સુધી જોઈને મુસાફરોએ પોતાના ઘરે જવા ઈચ્છા ન કરી. ૩૬.
તે વિશાલા નગરીમાં હૈહયવંશ માટે કલ્પવૃક્ષ સમાન ચેટક નામનો રાજા હતો. સૂર્યની જેમ રાજા માનરૂપી અજગરથી સાયેલ શત્રુઓને વિશે તેજનો ધામ હતો. ૩૭. અહો! વિધાતાની પ્રતિકૂળતા કેવી છે! તેના ચંદ્ર જેવા નિર્મળ આશ્ચર્યકારી યશે સમસ્ત જગતને ઉજ્જવળ કર્યો પણ શત્રુઓના મુખને કાળા કર્યા. ૩૮. શત્રુ સ્ત્રીઓના ક્ષારવાળા કંઈક ઉષ્ણ પણ આંસુના પૂરથી સિંચાયેલી તેની લોકોત્તર ખગ્નલતાએ સુસ્વાદિષ્ટ અને શીતળ ફળોને ઉત્પન્ન કર્યા. ૩૯. તે નીતિમાન રાજાએ બીજાના તથા પોતાના પણ અપરાધોને સહન ન કર્યા. જે પોતાની છઠ્ઠીનું જાગરણ કરતો નથી તે બીજાની છઠ્ઠીમાં કેવી રીતે જાગરણ કરશે? ૪૦. યાચકોને સતત દાન આપવામાં તેનો જમણો હાથ ક્યારેય ન થાક્યો. પરંતુ તે જ જમણો હાથ બાણ ફેંકવામાં પાછળ રહે છે. કેમ કે તે દાનશૉડીર્ય અને યુદ્ધશરીર્ય હતો. ૪૧. જેમ ઘસડાઈ આવેલા પથ્થરોને સમુદ્ર પાછો ફેંકતો નથી તેમ શરણ્યમાં અગ્રેસર સત્ત્વના ભંડાર ચેટક રાજાએ શરણે આવેલ દીન મનુષ્યોને સર્વનાશ ઉત્પન્ન થયે છતે પાછા ન મોકલ્યા. ૪૨. ચેટક રાજાએ ધર્મને પિતા સમાન માન્યો જીવદયાને માતા સમાન માની, સાધર્મિકોને સગા પ્રેમાળ ભાઈની બુદ્ધિથી માન્યા. દેશવાસીઓને પુત્ર સમાન માન્યા. ૪૩. તે વિવેકીએ દેવગુરુના સ્મરણથી ચિત્તને, દરરોજ સ્વાધ્યાય કરીને વાણીને અને જિનેશ્વરની પ્રતિમાના પૂજનથી શરીરને પવિત્ર કર્યો. ૪૪. શ્રી વીર જિનેશ્વરના મામાના હું કેટલા ગુણ ગાઉં? જેમનો યુદ્ધમાં એક દિવસે એકથી વધારે બાણ ન છોડવાનો નિયમ હતો. ૪૫. આ જંબૂદ્વીપના મેરુપવર્તની દક્ષિણ દિશામાં જેમ ગંગા વગેરે નદીઓ વહે છે તેમ જુદી જુદી સ્ત્રીઓની કક્ષમાં જન્મ પામેલી પવિત્રતાની ભૂમિ એવી સાત કન્યાઓ છે. ૪૬. જેમ આકાશમાં સપ્તર્ષિતારા ભ્રમણ કરે છે તેમ દેદીપ્યમાન આભરણમાં ભરેલા રત્નના કિરણોના સમૂહથી દિશામંડળને ઉદ્યોદિત કરતી ભવનમાં ભમતી સાતેય કન્યાઓ શોભી રહી છે. ૪૭. પરમાર્થના જાણ ચેટક રાજાએ બીજાનો