Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્તવિચાર
વિપુલ સામગ્રીથી આપની સેવા કરશે. આપ ત્યાં પધારશો તે મહા ઉપકાર થશે, માટે જરૂર પધારવાનું રાખશે.”
ચિત્રનું આગ્રહભર્યું વ્યવસ્થિત આમંત્રણ જાણી આચાર્યશ્રીએ કહ્યું: “જેવી ક્ષેત્રસ્પર્શના,” સાધુ મુનિરાજે આવા પ્રસંગે નિશ્ચયકારી ભાષાને પ્રયોગ કરતા નથી, કારણ કે સંગેનું બળ તેમને ક્યારે-કયાં ખેચી જાય તે કહેવું મુશ્કેલ હોય છે. તેઓ હા કહે અને જઈ ન શકે તે અસત્ય ભાષણને દોષ આવે અને મહાપુરુષે પણ આવું મિથ્યા બોલે છે, એ કેમાં પ્રવાદ થાય. જે કેઈપણ રીતે ઈચ્છવા યોગ્ય નથી.
ચિત્ર આચાર્યશ્રીનાં ઇંગિત પરથી એટલું સમજી શકયો હતો કે તેઓ એકવાર તામ્બિકા જરૂર પધારશે, એટલે તેણે તાખિકા પહોંચીને નગરના ઉદ્યાનપાલકોને બેલાવ્યા અને કહ્યું કે “હે દેવાનુપ્રિયે ! પાર્થાપત્ય કેશિકુમાર શ્રમણ ફરતાં ફરતાં અહીં આવવાના છે. તેઓ અહીં આવે ત્યારે તમે તેમને વાંદ-નમજે, રહેવાની અનુજ્ઞા આપજે અને પીઠ-ફલક વિગેરે લઈ જવાનું આમંત્રણ કરો. પછી તેમના આગમનની ખબર મને આપજે.”
કેટલાક વખત પછી ઉદ્યાનપાલકે આવીને ચિત્રને વધામણ આપી કે “હે બુદ્ધિનિધાન! ધીર, વીર, અનુપમ, ઉદાર, નિર્ગથ અને નિરારંભી તથા ચાર જ્ઞાનના ધણી એવા શ્રી કેશિ નામના ગણધર પિતાના શિષપરિવર સાથે આજે પ્રાતઃકાળ ઉદ્યાનને વિષે સમવસર્યા છે.”