Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કર્મબંધ
૩૮૯
“ આત્મા પ્રથમથી જ કર્મયુક્ત શી રીતે હોઈ શકે ?” એ પ્રશ્ન પણ કેટલાકનાં મનમાં ઉઠે છે, પણ તેનું સમાધાન સહેલું છે. શરૂઆતમાં સોનું ખાણમાં હોય છે, ત્યારે માટીથી મળેલું હોય છે. લગભગ માટી જેવું જ હોય છે, તેના જેવી આ સ્થિતિ છે. તેનું ખાણમાંથી બહાર નીકળ્યા પછી અનેક પ્રકારના પ્રયોગો વડે શોધાય છે અને ત્યારે જ તે ચર્ચકિત પીળા રંગની ઉત્તમ ધાતુ તરીકે આપણું ધ્યાન ખેંચે છે. તે જ રીતે આત્મા ધર્મનાં સાધને પામી જેમ જેમ શુદ્ધ થતો જાય છે, તેમ તેમ તેને પ્રકાશ-સ્વરૂપ ખીલતું જાય છે અને છેવટે શુભ ધ્યાનની ધારાગે ચઢી સર્વ કર્મને ક્ષય કરે છે, ત્યારે તેને પ્રકાશ-સ્વરૂપ પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે.
આત્મા કર્મના બંધવાળે છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે જે આત્માને કર્મનો બંધ ન હોય તે બધા આત્માઓની અવસ્થા સમાન હોય, કારણ કે બધાનું આત્મત્વ સમાન છે. પણ આપણે જોઈએ છીએ, કે કેટલાક આત્માઓ સ્વર્ગમાં ઉત્પન્ન થઈ દેવનું સુખ જોગવી રહ્યા છે, કેટલાક આત્માઓ નરકમાં ઉત્પન્ન થઈ નારક તરીકે ઘર વેદનાને અનુભવ કરી રહ્યા છે, કેટલાક આત્માઓ તિર્યંચ તરીકે ઉત્પન્ન થઈ અનેક પ્રકારનાં દુખ વેઠી રહ્યા છે અને કેટલાક આત્માઓ માનવકુલમાં ઉત્પન્ન થઈને મનુષ્ય તરીકેનું જીવન વીતાવી રહ્યા છે. વળી બધા મનુષ્ય મનુષ્યત્વમાં સમાન હોવા છતાં તેમની અવસ્થા સમાન નથી. તેમાંના કેઈ રાજા છે, તે કઈ રંક છે, કેઈ શ્રીમંત છે, તે કોઈ ભીખારી