Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતરવિવાર
આત્માના બધા ગુણેમાં જ્ઞાનની મુખ્યતા છે, તેથી તેને રોધ કરના ૨ કર્મને પ્રથમ મૂકવામાં આવ્યું છે. જ્ઞાન પછીનું
સ્થાન દર્શનને પ્રાપ્ત થાય છે, તેથી જ્ઞાનાવરણીય પછીનું સ્થાન દર્શનાવરણીય કમને અપાયેલું છે. આ બંને આવરણીય કર્મો પોતપોતાનું ફળ બતાવતાં સુખ-દુઃખરૂપ વેદનીય વિપાકના હેતુ થાય છે. તેથી દર્શનાવરણીય પછી તરત જ વેદનીય કમને મૂકેલું છે. વેદનીય કર્મના ઉદયે જીવને કષાયાદિ અવશ્ય થાય છે, તેથી વેદનીય પછીનાં સ્થાનમાં મોહનીય કમને મૂકવામાં આવ્યું છે. મોહનીય કર્મથી મુંઝાયેલ જીવ અનેક પ્રકારને આરંભ-સમારંભ કરે છે અને નરકાદિ આયુષ્ય બાંધે છે, તેથી મોહનીય પછી આયુષ્યકર્મને મૂકેલું છે. આયુષ્યકર્મ શરીર વિના શી રીતે ભોગવે? માટે આયુષ્ય પછી નામકર્મને રાખેલું છે. નામકર્મને ઉદય થયે ઉચ્ચ-નીચ ગોત્રને ઉદય અવશ્ય થાય છે, તેથી નામ પછીનું સ્થાન ગોત્રકમને પ્રાપ્ત થયેલું છે. અને ઉચ્ચનીચ ગોત્રના ઉદયે અનુક્રમે દાન-લાભ આદિને ઉદય તથા વિનાશ થાય છે, તેથી ગાત્રકમ પછી અંતરાયકમને મૂકવામાં આવ્યું છે.
જ્ઞાનાવરણીય કર્મ જે કર્મ જ્ઞાનને આવર, જ્ઞાનને ઢાંકે, જ્ઞાનને પ્રકાશ ઓછો કરે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. જેમ આંખમાં જેવાની શક્તિ છે, પણ તેના પર પાટે બાંધવામાં આવે તે તે જોઈ શકતી નથી, તેમ આત્મામાં સર્વ કંઈ જાણવાની શક્તિ છે, પણ જ્ઞાનાવરણીય કર્મને લીધે તે જાણી શકતું નથી.