Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આઠ કર્મો કરે તે શુદ્ધ થયેલા પુદ્ગલેને સમ્યકત્વમોહનીય કહેવાય. શુદ્ધ થયેલા મિથ્યાત્વના દળિયા પ્રદેશથી વેદે ત્યારે ક્ષાપશમિક સમ્યકત્ર થાય છે. જ્યારે આ દળિયા પ્રદેશથી પણ ન વે ત્યારે આત્માને ઔપશમિક સમ્યકત્વને લાભ થાય છે. તે કચરો નીચે બેસી ગયેલા નિર્મળ જળ જેવું જાણવું મિથ્યાત્વના શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એ ત્રણે દળિયા સર્વથા નાશ પામે ત્યારે જીવને ક્ષાયિક સમ્યકત્વને લાભ થાય છે. ક્ષાયિક સમ્યકત્વ એ આત્માને મૂળ ગુણ છે. આથી સમ્યકત્વ મેહનીય સાયિક સમ્યક્ત્વને રોધ કરે છે, એમ જાણવું.
મિથ્યાત્વના પુદગલો અડધા શુદ્ધ થાય અને અડધા અશુદ્ધ રહે તેને મિશ્ર માહનીય કહેવાય. તેના ઉદયમાં આતમાઓ અનિશ્ચિત દશામાં વર્તતા હોય છે. તે દહીં અને દૂધ બંનેમાં પગ રાખતા હોય છે. અને બધા ધર્મોને સરખા માનતા હોય છે. તાત્પર્ય કે તેઓ સત્ય-અસત્યને વિવેક કરતા નથી, સત્યને આગ્રહ રાખતા નથી.
જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વ મોહનીય કહેવાય.
જે ધર્મમાં વિષયને વિરાગ છે, કષાયને ત્યાગ છે અને આત્માના ગુણે સાથે અનુશન છે, તેમજ સિદ્ધાંત મુજબની ક્રિયા છે, તેનાથી કોઈને હાનિ ન પહોંચે. આ ધર્મ સાચા
* दंसणमोहं तिविहं सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अविसुद्धं असुद्धं तं हवइ कमसो ॥
પ્રથમ કર્મગ્રંથ ગાથા. ૧૪