Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
જિહેશે.
આત્મતત્વવિચાર
છે, એને આપવાનું મન છે, આપવાની સામગ્રી મેજૂદ છે. છતાં આપવાનો ઉત્સાહ થતો નથી. ત્યાં આપનાર માટે દાનાંતશય અને લેનાર માટે લાભાંતરાય છે. જે લાભાંતરાય તૂટ હોય તે લાભ થાય, નહિ તે થાય નહિ.
રાજને રોજ નવી વસ્તુ ભેગવવામાં આવે તો ભોગ અને એકની એક વસ્તુ ભગવાય તે ઉપગ. સુંદર મજાનાં પકવાન તૈયાર છે, થાળી પાટલા મંડાયા છે, તમે જમવા બેસે છો, બધું પીરસાઈ ગયું છે, તમે હાથમાં કળિયે લે છે, એવામાં પિત્તપ્રકોપ થાય છે કે ઝાડાની હાજત થાય છે અને ખાવાનું ખાવાની જગાએ રહી જાય છે. એ તમારાથી ખવાતું નથી, એ ભેગાંતરાય.
તમે વિવાહિત થયા છે, પત્ની સાથે ભેગ ભોગવવાની તાલાવેલી હોય, એવામાં પતિને ટી. બી. ને રાગ થાય, ડોકટર હવાફેર કરવાનું કહે, સ્ત્રીસહવાસની બંધી ફરમાવે અને તમે લગ્નનું સુખ ભોગવી શકે નહિ. આ રીતે ઉપભેગમાં અંતરાય લાવનાર તે ઉપભેગાંતરાય.
કઈક કહેશે કે આવું પાપનું સાધન ન મળે, તેમાં અંતરાય આવે તે આપણે પાપથી બચી જઈએ, પણ એમ કહેવું બરાબર નથી, કારણ કે ત્યાં ભેગ-ઉપભોગની ઇચછા છે છતાં તે ભોગવી શકતા નથી, એટલે દુઃખ થાય છે. જે તમે સમજીને ભેગ-ઉપગ ન કરો તો પાપથી બચી શકે અને તમારા આત્માને સુખ શાંતિનો અનુભવ થાય.
માણસ યુવાન છે, જેઈતું ખાવાનું-પીવાનું મળે છે,