Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 540
________________ નમસ્કાર અનાદિ કાલનો છે. જે જૈન ધર્મ અનાદિ છે, તે અરિહતે અનાદિ ખરા કે નહિ? જે અરિહરતો ન હોય તે ધર્મનું પ્રવર્તન ન થાય, માટે તેમને પણ અનાદિ જ માનવા પડે. હવે અરિહંત નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય છે, તેમજ જે જ પોતાના સકલ કર્મ ખપાવે છે, તે પણ સિદ્ધ થાય છે. એટલે સિદ્ધોને પણ અનાદિ જ માનવા પડે. આ વાત તમારા અંતરમાં લખી રાખો કે સિદ્ધશિલાની ઓપનીંગ સેરીમની એટલે ઉદ્દઘાટન ક્યિા કેઈના હાથે થઈ નથી. એ સ્થાન તો અનાદિ કાળથી ત્યાં જ છે અને મુક્ત જીને પિતાના અગ્રભાગે સ્થાન આપી રહેલ છે. ત્યાં ગમે તેટલા જ ભેગા થાય તો પણ સંકડાશ પડે એમ નથી, કારણ કે જીભ સ્વભાવે અરૂપી છે; એટલે એક સ્થાનમાં ગમે તેટલી સંખ્યામાં રહી શકે છે. અરિહતે નિયમા ધર્મતીર્થને સ્થાપનારા હોય છે, એટલે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા વગેરેને પણ અનાદિ કાળના જ માનવા પડે. હવે વિચાર કરો કે જ્યાં સાધુ-રાવીને વિશાળ સમુદાય હોય ત્યાં આચાર્ય અને ઉપાધ્યાય હોય કે નહિ ? જે આચાર્ય ન હોય તો ગછને સાચવે કેણ અને સાધુઓની સારણા-વારણ-ચાયણું-પડિચેયણા કરે કેણુ? વળી ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગીનું જ્ઞાનાત્મક અને ક્રિયાત્મક સ્વરૂપ સમજાવે કેણુ ! તાત્પર્ય કે સાધુઓને અનાદિ માનીએ તેની સાથે આચાર્ય તથા ઉપાધ્યાયને પણ અનાદિ જ માનવા પડે. હવે પંચપરમેષ્ટિ હોય ત્યાં તેમને નમસ્કાર કરવાની ક્રિયા હેય કે નહિ ? તેને વિચાર કરો.” | [ નમસ્કાર–મહિમામાંથી ]

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542