Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
અય્યવસાય
છે કે હવે ક્રોધ કર નહિ, અભિમાન કરવું નહિ, કોઈ જાતનું છળકપટ કરવું નહિ, લોભ બિલકુલ રાખવો નહિ વગેરે, પરંતુ અહીંથી બહાર ગયા પછી અને વ્યવહાર કે વ્યાપારમાં પડ્યા પછી એ અધ્યવસાઓ રહે છે ખરા ? ત્યાં કોઈ તમારું અપમાન કરે કે ગાળ દે તો તરત લડવા તૈયાર થાઓ છો ને સામી બે-ચાર ગાળ ચોપડી દે છે.
તમને કેટલીક વાર શુભ અધ્યવસાય થાય છે, પણ તે ટકતા નથી અને તેથી જ જે આત્મવિકાસ કે આત્મપ્રગતિ થવી જોઈએ તે થતી નથી.
તમે કોઈવાર ગુસ્સામાં આવી ગયા હો અને અશુભ અધ્યવસાયમાં પડી ગયા છે, પણ કેઈ મુરબ્બી કે સજજન આવીને તમને બે શબ્દો હિતના કહે, તે શાંત થઈ જાગો છો અને શુભ અધ્યવસાયમાં આવી જાઓ છો.
અધ્યવસાયે બદલવામાં નિમિત્તે કામ કરે છે, એ પs ભૂલવા જેવું નથી. તમે અભિમાનમાં આવી ગયા છે અને બીજાને તુચ્છ ગણતા છે એવામાં બાહુબલીજીની ધ્યાનસ્થ મૂર્તિનું ચિત્ર જોવામાં આવે તો તમારા અધ્યવસાય તરત બદલાઈ જાય અને “હે જીવ! તું શું કરી રહ્યો છે !” એ પ્રશ્ન તમારા મનમાં જરૂર ખડે થાય. “બાહુબલિ સર્વસવનો ત્યાગ કરીને ધ્યાનમાં ઊભા રહ્યા, પણ અભિમાનને શેડો અંશ રહી જવાથી કેવળજ્ઞાન ન પામ્યા. જ્યારે પરમાત્મા ઋષભદેવ સવામીએ બ્રાહ્મી અને સુંદરીને મોકલી. તેમણે બાહ. બલીને સમજાવ્યા, બાહુબલિ મહામુનિએ અભિમાન છેડયું અને અધ્યવસાયે પરમ શુદ્ધ થયા કે તરત જ કેવલજ્ઞાન