Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૪પ
આઠમ umowimnan rammmmmmmum ઘટાડવાની બુદ્ધિ થાય તથા ક્રમે ક્રમે અભ્યાસ કરતાં કષાયો મંદ થઈ જાય અને બંધ પણ થઈ જાય.
કષાયે મોહનીય કર્મને લઈને છે, એ વાત ફરી પણ એક વાર ધ્યાનમાં રાખે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ આવેલાં એકદમ જતા નથી, લાંબો વખત રહે છે. તેના ઉદયમાં સમ્યકત્વ હોય નહિ. હેય તે જાય, આવેલું ટકે નહિ. કારણ કે તે ટકવા દે નહિ.
જે આ કષાયમાં રહીને આપણે આત્મા આયુષ્ય બાંધે તો તે નરકનું જ બાંધે. આ કષાયના આવેશમાં એક અંતમુહૂર્તમાં–બે ઘડીમાં એક કોડ પૂર્વનું પુણ્ય નાશ પામે. એક પૂર્વ એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ (૮૪૦૦૦૦૦ ૪ ૮૪૦૦૦૦૦ = ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ તેને ૧૦૦૦૦૦૦૦ ક્રોડથી ગુણતા ઉપરની સંખ્યા પર સાત મીંડાં વધે).
અનંતાનુબંધી કષાયો સમ્યકત્વને ઘાત કરે એટલે તેના ઉદયે સમ્યફવની પ્રાપ્તિ ન થાય. અપ્રત્યાખ્યાની કષાયો દેશવિરતિને ઘાત કરે એટલે તેના ઉદયે શ્રાવકધર્મની પ્રાપ્તિ ન થાય. પ્રત્યાખ્યાની કષાયે સર્વવિરતિને ઘાત કરે એટલે તેના ઉદયે સાધુધર્મની-સંયમની પ્રાપ્તિ ન થાય. અને સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રને ઘાત કર. એટલે તેના ઉદયે વીતરાગતાની પ્રાપ્તિ ન થાય.
કષાયને ઉદ્દીપન કરનારા નવ પ્રકારના કષાયે છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેર,