Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
માટે મેં
૪૫૧
લાલ સંજવલન–હળદરના રંગ જેવો કે જે સૂર્યને તડકે લાગતા
ફૂર થાય. પ્રત્યાખ્યાનીય–વએ લાગેલા દીવાના કાજળ જે કે જે
થોડા પ્રયત્ન દૂર થાય. અપ્રત્યાખ્યાનીય–ગાડાનાં પૈડામાં હોય તે મળી છે કે
જેને ડાઘ લાગ્યો હોય તે ઘણા પ્રયતને દૂર થાય. અનંતાનુબંધી–કિરમજના રંગ જે કે જે એક વખત
ચડયો હોય તે દૂર ન થાય.
આત્માને ક્રોધ શાથી આવે છે? મોહનીય કર્મના ઉદયથી. એ નશો લાવનારી ચીજ છે. જેમ નશામાં રહેલા માણસ ભાન ભૂલી જાય છે અને ન કરવાનું કરી બેસે છે, તેમ ક્રોધમાં આવેલ મનુષ્ય વિવેક, સંબંધ, પરિણામ બધું ભૂલી ન કરવાનું કરી બેસે છે. ક્રોધથી મનુષ્ય શાંત મટી અશાંત બને છે, એટલું જ નહિ પણ તે બીજાનેય અશાંત કરી મૂકે છે.
માન, માયા અને લોભ પણ આત્મામાં અશાંતિ પેદા કરવાનું જ કામ કામ કરે છે. ક્રોધ અને માન ગરમ પ્રકારની અશાંતિ છે, જ્યારે માયા અને લોભ ઠંડા પ્રકારની અશાંતિ છે. લેભમાં ઝઘડો કે વેર નથી, પણ તેનાં કારણે આત્માને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા થાય છે અને તે અસંતેષમાંથી અશાંતિ જમે છે.