Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૪૪૨
આત્મતત્વવિચારે
આત્મા જ્ઞાની હોય તો મોહ ઢીલો પડે, મોહ ઓ છે થાય અને અજ્ઞાની હોય તે મોહ જેર કરે, મોહનું પ્રમાણ વધે; એટલે જ્ઞાન મેળવવા સદા તત્પર રહેવું જોઈએ. અહીં જ્ઞાન શબદથી ધાર્મિક જ્ઞાન કે આત્મજ્ઞાન સમજવું. કારણ કે વ્યાવહારિક જ્ઞાનથી મોહનું પ્રમાણ ઘટતું નથી. જે તમે મોહનીય કર્મને પૂરો નાશ કરે તે અંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. | મોહનીય કર્મના મુખ્ય બે વિભાગો છે–(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય. તેમાં દર્શનમોહનીય માન્યતાને મુંઝવે છે અને દેવગુરુ ધર્મ પ્રત્યે અશ્રદ્ધા પેદા કરે છે અને ચારિત્રમોહનીય વર્તનને વિકૃત બનાવે છે.
માણસ સમજદાર હોય છતાં સત્ય પદાર્થ માનતાં લપસે છે, એટલે માનવું પડશે કે માન્યતાને મુંઝવનારું કોઈ કર્મ છે, તમે રેલ્વેમાં મુસાફરી કરતા હો તે તમારી ગાડી ચાલતી છતાં સ્થિર દેખાય છે અને સામી ગાડી સ્થિર છતાં ચાલતી દેખાય છે. તે જ રીતે દન મોહનીય કર્મના પ્રતાપે આત્માને ભ્રમ થાય છે, તેથી અસત્યને સત્ય સમજે છે અને સત્યને તે અસત્ય સમજે છે. પરિણામે તે પિતાનાં દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની શક્તિ પીછાની શકતો નથી. તેમજ તેનાં મૂળ સવરૂપ એવા સત, ચિત અને આનંદનું દર્શન કરી શકતું નથી.
દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું છે. (૧) સમ્યકત્વ મહનીય, (૨) મિશ્રમોહનીય અને (૩) મિથ્યાત્વમોહનીય.
આત્મા પિતાના અથવસાયથી મિથ્યાત્વના મુદ્દગલે શુદ્ધ