Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ચોગબળ
તમે આ બંને વાક પર વિચાર કરો અને કંઈ સૂઝ ન પડે તે શું કહેવાના? “ શાસ્ત્રોમાં પણ પરસ્પર વિરુદ્ધ વાત કહેલી છે,” એ જ કે બીજું કંઈ? પણ તમે ખાતરીથી માનજે કે સર્વજ્ઞ વીતરાગ ભગવંતનાં શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વાતે કદી પણ હોય જ નહિ. એ તમારી સમજને દેષ છે અને તેનો ટોપલે તમે શાસ્ત્રોનાં માથે ઓઢાડે તે યોગ્ય નથી. થોડાં સ્પષ્ટીકરણથી આ વસ્તુ બરાબર સમજી શકશે.
જ્યાં એમ કહ્યું છે કે “ગથી કર્મબંધન તૂટે છે” ત્યાં યોગનો અર્થ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલ એ ધર્મવ્યાપાર સમજવાનું છે. આવા ધર્મવ્યાપારથી કર્મબંધન તૂટે, એમાં આશ્ચર્ય શું? જે જે મહાપુરુષનાં કર્મબંધન તૂટયાં, તે પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મ વ્યાપાર વડે જ તૂટયાં છે.
અહી અમે એમ કહેવા ઈચ્છીએ છીએ કે “ગથી કર્મબંધન થાય છે. આ વાત પણ એટલી જ સાચી છે. પરંતુ અહીં યોગ શબ્દ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા ધર્મવ્યાપારના અર્થમાં નથી. એ આત્મપ્રદેશના આંદોલન કે સ્પંદનના અર્થ માં છે. આમપ્રદેશનાં આદેલન કે પંદનરૂપી ગવડે x मुक्खेण जोयणाओ, जोगो सव्वेवि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाइगओ विसेसेणं ॥
–શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિશિકા. પ્રણિધાનથી અાંત શુદ્ધ થયેલ એ સર્વ પણ ધર્મવ્યાપાર મેક્ષમાં જોડનારે હેવાથી યોગ જાણવો અને વિશેષથી તે સ્થાનાદિગત એવો જે ધર્મવ્યાપાર તેને યોગ જાણવો.”