Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
યોગબળ
(
૪૧૧.
અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે આત્માના બધા પ્રદેશો આંદલિત થાય છે, પણ તેની મધ્યમાં જે આઠ રુચક પ્રદેશો છે, તે કદી આંદલિત થતાં નથી, અર્થાત તદ્દન સ્થિર રહે છે. એનું કારણ એ પ્રકારને તેને સ્વભાવ છે.
આત્મપ્રદેશને આંદોલિત કરનારું કારણ એ પ્રકારનું હોય છેઃ એક બાહા અને બીજું અત્યંતર. તેમાં બાહ્ય કારણને શાસ્ત્રીય પરિભાષામાં અભિસંધિ કહેવામાં આવે છે, એટલે તેનાથી થતો યોગ તે “અભિસંધિજ યોગ” છે અને અત્યંતર કારણને શાસ્ત્રીય પરિભાષામાં અનભિસંધિ કહેવામાં આવે છે, એટલે તેનાથી થતો પેગ તે “અનભિસંધિજ ગ” છે.
ખાવું, પીવું, હાલવું, ચાલવું, દેડવું, ખેંચવું, વગેરે બાહ્ય કારણ છે. તેના લીધે આત્મપ્રદેશોમાં આંદોલન થાય છે, તમે દેડતા છે કે કોઈ સાથે કુસ્તી કરતા હે, ત્યારે તમારા શરીરમાં લોહીનો વેગ કેટલો વધી જાય છે ? એ અભિસંધિજ યોગ છે. તેમાં પ્રયત્નની મુખ્યતા છે.
તમે શાંત બેઠા છે કે ઊંઘતા છે, ત્યારે પણ તમારા આત્મપ્રદેશમાં આંદોલન ચાલુ હોય છે, તે વખતે કઈ તમારી નાડી તપાસે તો તેમાં ધબકારા થાય છે કે નહિ? એ અનભિસંધિજ યોગ છે. તેમાં પ્રયત્નની આવશ્યકતા નથી.
ગસ્થાનક યોગનું બળ દરેક વખતે સરખું હેતું નથી. તેમાં સગવશાત એછાવત્તાપણું થયા જ કરે છે. આ ઓછાવ