Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ચાગમળ
૪૨૩
પતિ સુસ્થિતદેવે મને હુકમ કર્યો છે કે ‘તારે આ લવણુસમુદ્રમાં જે કંઇ કચરા હોય તે સાફ કરવા અને આવી ક્રિયા કુલ એકવીશ વાર કરવી.' તેમ કરવાને હું અધાયેલી છુ', એટલે મારે ગયા વિના ચાલે તેમ નથી.
પરંતુ હું પાછી આવું ત્યાં સુધી તમે આ મહેલમાં સુખપૂર્વક રહેજો અને આન-પ્રમાદ કરો. કઢી કંટાળા આવે તે આસપાસના સુંદર વનખડામાં ટહેલીને દિલ બહેલાવજો. પણ એક વાત યાદ રાખજો કે દક્ષિણ તરફના વનખંડમાં તમારે જવું નહિ, કારણ કે ત્યાં એક વિષ સર્પ રહે છે, એટલે તમારા જીવ જોખમમાં આવી પડશે.’ આ રીતે બે-ત્રણ વાર શિખામણ આપીને રયણાદેવી પેાતાનાં કામે ચાલી ગઈ.
દેવીના ગયા પછી અન્ને ભાઇઓને ચેન પડયું નહિ, એટલે તેઓ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના વનખડામાં ગયા અને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યા, પણ તેમનુ ચિત્ત પ્રસન્ન થયું નહિ. આખરે તેએ વિચાર કરવા લાગ્યા કે ' કહા ન કહો, પણ દેવીએ આપણને દક્ષિણ વનખંડમાં જવાની મનાઈ ફરમાવી છે, તેમાં કંઇક રહસ્ય છૂપાયેલું છે, માટે તે આપણે શેાધી કાઢવું. ’
પછી તે
દક્ષિણ દિશામાં આવેલા વનખંડમાં દાખલ થયા અને ખૂબ સાવધાનીથી ચાલવા લાગ્યા. આ રીતે તેમણે કેટલુક 'તર વટાવ્યું, ત્યાં નાકને ફાડી નાખે એવી દુર્ગધ આવવા લાગી. આ વનખંડમાં
6
આવી દુર્ગંધ