Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૪૨૪
આત્મતત્ત્વવિચાર
શાની ?' એ વિચારે તેમનુ કુતુહલ વધ્યું અને તે મક્કમ પગલે આગળ વધ્યા. ત્યાં લેાખંડની એક શૂળી જોઈ અને તેના પર પાવાયેલા એક માણસ જોયા.
તેની નજીકના કૂવામાંથી અસહ્ય દુગ'ધ આવતી હતી. સાથ વાહના પુત્રાએ એ કૂવામાં ટાકિયું કર્યું, તે 'દર મનુષ્ચાનાં શખ એક પર એક ખડકાયેલાં હતાં અને તે બધાં કૈાહાઈ રહ્યાં હતાં. તેમને એ સમજતાં વાર ન લાગી કે પ્રથમ આ બધાને શૂળીએ પરાવેલા છે. અને તેમના પ્રાણ ગયા પછી તેમને કૂવામાં ફેકી દેવામાં આવ્યા છે.
શૂળી પર પરાવાયેલેા માણસ હજી જીવતા લાગતા હતા, એટલે અને ભાઈઓ તેની નજીકમાં ગયા અને તેને પૂછવા લાગ્યા કે ‘ ભાઇ ! તમે કાણું છે ? અહી કેમ આવ્યા ? અને તમારી આ દુર્દશા કોણે કરી ? ’ ઉત્તરમાં પેલા માણસે કહ્યું : “ હું કાકી નગરીમાં રહેનારા ઘેાડાના વેપારી છું. એક વાર અનેક જાતના ઘેાડા તથા ભાંડ–ઉપકરણ લઈને લવણુસમુદ્રની યાત્રાએ નીકળ્યે, ત્યાં તફાન થતાં વહાણુ ભાંગ્યું અને પાટિયાના આધારે આ બેટ પર આવી ચડયા, ત્યાં રયણાદેવીના આમ'ત્રણથી તેની સાથે રહીને ભાગ ભાગવા લાગ્યા, એક વાર અન્યત નજીવા કારણસર તે કોપાયમાન થઈ અને મારી આ દુર્દશા કરી. તમારી પણ આવી દુર્દશા ન થાય તે જોશે.
'
આ હકીકત સાંભળી બન્ને ભાઈએ ભય પામ્યા. રય
ાદેવી આટલી ક્રૂર-ઘાતકી-નિષ્ઠુર હશે તેની કલ્પના તેમને