Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
યોગબળ
૪૧૫
આ ક્રિયામાં કામણવગણના પરમાણુઓનો સમૂહ આત્મ પ્રદેશ સાથે મિશ્ર થાય છે, એટલે તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે.
આ પ્રકારનાં કર્મબંધનમાંથી પ્રદેશબંધની વાત થઈ. બાકી રહ્યા ત્રણ કર્મ બંધ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ તેમાં પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે.
એક સાથે બે બધે શી રીતે પડતા હશે?' એવો પ્રશ્ન કદાચ તમારા મનમાં ઉઠશે, પણ એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે. એન્જિનમાં કોલસા પૂરાતા હોય છે, પણ ઉકળી રહ્યું હોય છે, તેની વરાળ થતી હોય છે, તેને ધક્કો લાગતાં દંડ ઊ નીચો થતો હોય છે અને પિડું ચાલતું હોય છે; વગેરે વગેરે અહીં પણ તેમ જ સમજવું.
જે સમયે કામ વગણા આમપ્રદેશે સાથે મિશ્રિત થાય છે. મળી જાય છે, તે જ સમયે ચગસ્થાનકનાં બળ મુજબ તેના ભાગલા પડી જાય છે અને તે દરેક ભાગલાના સ્વભાવનેકાર્યોને નિયમ થઈ જ, તેનું જ નામ પ્રકૃતિબંધ.
જે કર્મના ભાગલા ન થતા હોય અને તેને જુદે જુદે સ્વભાવ નક્કી ન થતું હોય તો કર્મ એક પ્રકારનું જ રહે અને તેનું પરિણામ ગણું એક પ્રકારનું જ આવે. પણ આપણે જાણીએ છીએ કે કમનું પરિણામ વિચિત્ર હોય છે, એટલે કર્મ ને સ્વભાવ એક સરખે નહિ પણ વિવિધતાવાળો છે. અને તે પ્રદેશબંધ પડતી વખતે જ નિર્માણ થાય છે.