Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતરવવિચાર
મોક્ષ એટલે કર્મના સર્વ બંધનમાંથી આત્માને છૂટકારો. મુક્તિ, સિદ્ધિ, શિવપદ, પરમપદ, પંચમગતિ, નિવણ એ તેના પર્યાય શબ્દ છે.
આ નવ તમાંથી કર્મવાદને કાઢી લે, તે બાકી શું રહે? એટલે જ અમે કહીએ છીએ કે જૈન તત્વજ્ઞાનમાં કર્મવાદ ઓતપ્રોત છે.
જૈન ધર્મને કર્મવાદ પુણ્ય-પાપને સુંદર વિવેક કરી બતાવે છે, તેથી કોઈ પણ મુમુક્ષુ પાપનો પરિહાર કરી પુણ્યને સંચય કરવાને શક્તિમાન થાય છે. જેઓ પુણ્ય અને પાપને ભેદ સમજતા નથી કે પાપને પુણ્ય માને છે, તે પાપથી શી રીતે બચવાના ? પરંતુ દુનિયાને ઢંગ એ છે કે પાપી પણ પિતાને ધર્મી તરીકે ઓળખાવે અને ધમીઓની હરોળમાં બિરાજે. અહીં અમને પ્રાચીન કાળની એક વાત યાદ આવે છે.
ધમઓની સંખ્યા કેટલી ? મગધપતિ મહારાજા શ્રેણક સભા ભરીને બેઠા છે, વિવિધ પ્રશ્નોની ચર્ચા થાય છે, ત્યાં એક પ્રશ્ન ઉઠે કે “આપણું નગરમાં ધર્મીઓ વધારે કે અધર્મીઓ વધારે ?? તેને બધાએ એક જ ઉત્તર આપ્યો કે આપણું નગ૨માં ધમીઓની સંખ્યા વધારે છે, અધમ તે કોઈ ગણ્યા ગાંઠયા જ હશે. પરંતુ અભયકુમારને આ ઉત્તરથી સંતોષ થયો નહિ. તેમણે કહ્યું
આ દુનિયામાં નિર્દય વધારે હોય અને દયાવાન ઓછા હોય, અસત્યવાદી વધારે હોય અને સત્યવાદી ઓછા હોય, ચારવૃત્તિવાળા વધારે હોય અને પ્રમાણિક ઓછા હોય, વિષયી